________________
: ૩૨૦ :.
પઉમચરિય-પદ્મચરિત્ર
સ્વામી! આજે સુગ્રીવપુત્ર અંગદે સમગ્ર વિદ્યારે અને રાજાઓના પતિ આપ હાજર હોવા છતાં અને છેડી પરાભવ પમાડી હતી. આ વચન સાંભળીને કેધ પામેલા રાવણે કહ્યું કે, “આ વ્યવહાર જેણે કર્યો હશે, તે મૃત્યુપાશથી જકડાશે. હવે અત્યારે કે પારંભને ત્યાગ કર, તું ઉંચામનવાળી ન થઈશ. કારણ કે, યુદ્ધમાં સુગ્રીવને જીવ વગર કરી નાખીશ, તેમાં શંકા ન કરીશ. તેમ જ ભામંડલ વગેરે બીજા પણ સર્વ દુષ્ટ ખેચરને નકકી હું પ્રાણરહિત કરીશ, તે પાદચારીઓની કેટલી તાકાત હોઈ શકે ?” આ પ્રમાણે પત્નીઓને આશ્વાસન આપીને જિનગૃહથી રાવણ નીકળી ગયો અને સ્નાનગૃહમાં પ્રવેશ કરીને તેણે સ્નાનાદિક સર્વ શરીર-શેભાનાં કાર્યો નીપટાવ્યાં. કેવી રીતે?–અતિશય ગાઢ શ્યામવર્ણવાળા મુનિસુવ્રતજિન ભગવન્ત જેમ અભિષેક માટે પાંડુશિલાના ઉપર શોભતા હતા, તેમ વૈડૂર્યરત્નમય મજજનપીઠ ઉપર રાવણ બેઠે. સુવિશુદ્ધરત્ન અને સુવર્ણમય તેમજ ઘણા કિંમતી મણિરત્નમય અને ચંદ્રના કિરણ સરખા ઉજજવલ, બીજા રજતના જળપૂર્ણ કળશે વડે ચન્દ્ર સરખા વદનવાળી યુવતીઓએ રાક્ષસેન્દ્ર-રાવણને મજજનવિધિ કરાવ્યું. તે વખતે ગંભીર શબ્દવાળા ભેરી, કાહલ, મૃદંગ, તલિમા, ઉત્તમ શંખની પ્રચુરતાવાળા, મેઘ સરખા ગંભીર વાજિંત્રો વાગવા લાગ્યાં. વિવિધ પ્રકારના સુગંધવાળા ચૂર્ણથી શરીર મસળીને અંગને સુખકારી શીતલ અને સુગંધપૂર્ણ જળવડે કેશ વગેરેને બરાબર સાફ કરીને રાવણે વિધિપૂર્વક નાનકાર્ય પૂર્ણ કર્યું. ત્યાર પછી હાર, કડા, કુંડલ, મુકુટ વગેરે આભૂષણોથી અલંકૃત શરીરવાળા રાવણે વિવિધ પ્રકારનાં પુષ્પથી કરેલી પૂજાવાળા શ્રીશાતિનાથ ભગવાનના ભવનમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ભગવાનની પૂજા રચીને ત્રણ પ્રદક્ષિણા સહિત વન્દન કરીને ધીર એ તે લીલા કરતે ભજનમંડપમાં ગયે. આસન અપાએલે તે બેઠે અને તેની સાથે બીજા પણ આવેલા સુભટો જરહિતનિર્મલ મસૂરક, ત્રાસન અને સુર્વણમય આસન ઉપર પોતપોતાને લાયક સ્થાને પર બેસી ગયા. સુવર્ણના ભેજનપાત્રે આપ્યાં, અનેક પ્રકારનાં બનાવેલાં ભોજન પીરસવામાં આવ્યાં. સર્વ સુભટો સાથે રાવણે ભેજન કર્યું. કેવું ભોજન કર્યું?–
આઠ પ્રકારની ખાદ્ય વાનગીઓવાળું, ચોસઠ પ્રકારના બનાવેલા વ્યંજન-શાકવાળું, સેળ પ્રકારના દનના ભેદવાળું, ઉત્તમ ભજન વિધિપૂર્વક જમ્યા. ભજન-વિધિ પતાવીને આનન્દ કરતો સુભટોથી પરિવરેલો તે ક્રિીડાભૂમિએ ગયે અને વિદ્યાની પરીક્ષા કરવા માટે વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા. વિદ્યાબલથી રાવણ જુદા જુદા પ્રકારનાં રૂપે કરવા લાગ્ય, શત્રુવર્ગને કમ્પાવતો હાથ ભૂમિને અફાળવા લાગ્યો. ત્યારે પ્રણામ કરવા પૂર્વક પિતાના સુભટો તેની ખુશામત કરતા કહેવા લાગ્યા કે, “તમારા વગર રામને ઘાત કરવા બીજે કેણ સમર્થ છે.” આમ કહેતાં જ સર્વ અલંકારથી વિભૂષિત દેહવાળા રાવણે હર્ષ પામેલા ઈન્દ્ર જેમ નન્દનવનમાં પ્રવેશ કરે, તેની માફક પદ્મઉદ્યાનમાં પ્રવેશ કર્યો. લંકાધિપના અતિશય મોટા પ્રમાણવાળા સિન્યને દેખીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org