________________
[૬૮] બહુરૂપ વિદ્યાની સાધના
: ૩૧૭ ! વગેરે વાનરસુભટોએ લંકામાં પ્રવેશ કર્યો. લંકાનગરીના લોકોને ભય પમાડતા રાવણના ભવનના આંગણું સુધી પહોંચી ગયા. રાવણના ભવનનું ભૂમિનું ઉંડા જળથી વ્યાપ્ત કુમિતલ દેખીને વાનરકુમાર ભય પામ્યા. જેમાં અચલાયમાન-સ્થિર નેત્ર અને રૂપવાળી આકૃતિયુક્ત ભૂમિતલ કરેલા છે, એવા ગિરિગુફાના આકાર સરખા રાવણના ભવનના દરવાજે પહોંચ્યા. ત્યાં ઈન્દ્રનીલરત્નના નિર્માણ કરેલા કુટ્રિમ તલ-ફરસબંધી ભૂમિમાં ભયંકર મુખ-યંત્રવાળા સિંહો દેખીને વાનરકુમારે પલાયન થવા તત્પર બન્યા. યથાર્થ કારણ સમજેલા અંગદે મહામુશ્કેલીથી સમજાવ્યા કે, “હે કુમાર ! આ તો કૃત્રિમ બનાવેલા છે, સાચા સિંહો નથી ત્યારે ફરી ચારે તરફ નજર ફેરવીને ઘરમાં પ્રવેશ કર્યો.
નિર્મલ સ્ફટિકમય ભિત્તિને ખાલી આકાશ માનનારા તે વાનરકુમારે કઠિન શિલા પર અફળાએલા મસ્તકવાળા ઘણું વાનરસુભટે તમ્મર ખાઈને નીચે પડી ગયા. કેટલાકના જાનુ, કેટલાકની કેણી છોલાઈ ગઈ, લોહીલુહાણ થએલા તેઓને અત્યન્ત ગાઢ વેદના ઉત્પન્ન થઈ. ત્યાર પછી માગ જાણકારે ભય પામતાં પામતાં બીજા માગે પ્રવેશ કર્યો. ત્યાં પણ કાજળ સરખી કાળા રંગના ઈન્દ્રનીલરત્નથી નિર્માણ કરેલી પૃથ્વી વિશેષ સંશય ઉત્પન્ન કરવા લાગી અને તે કારણ જાણીને કઠિન તલ હેવા છતાં પગલું મૂકતા નથી. ત્યાં સ્ફટિકમય પગથિયા ઉપર એક તરુણીને દેખીને માર્ગના અજાણ વાનરકુમાએ પૂછયું કે, “હે ભદ્ર! તે શાન્તિનાથ ભગવાનનું જિનાલય ક્યાં છે?” જ્યારે તરુણીએ પ્રત્યુત્તર ન આપ્યો, ત્યારે માગ ખાળતા તેમણે હાથથી સ્પર્શ કર્યો, ત્યારે જાણ્યું કે આ તે કતરેલી લેપ લગાડેલી પૂતળી છે. વિલખા થએલા તેઓ હવે બીજા માગે ગયા, તે ત્યાં મહાનલરત્નમય ભિત્તિમાં એકદમ અફળાયા. ત્યાં આગળ તેઓ નેત્ર વગરના હોય, તેમ તે સુભટે એકબીજાને દેખી શકતા ન હતા. તે લાંબી લાંબી દીવાલને હાથથી સ્પર્શ કરવા લાગ્યા. સ્પર્શ કરતાં કરતાં વચ્ચે એક જીવતો માણસ હડફેટમાં આવ્યો અને બોલ્યો એટલે જાણ્યું કે, “આ માર્ગ બતાવશે.” તેના કેશ મજબૂત રીતે પકડ્યા અને કહ્યું કે, “શાનિઘર બતાવ.” આ પ્રમાણે તે માર્ગ બતાવનાર માણસને આગળ કરીને સર્વે વાનરકુમારે શાતિનાથ ભગવાનના શ્રેષ્ઠ જિનાલયે પહોંચ્યા. જિનાલય કેવું હતું?
શરદ ઋતુના સ્વચ્છ આકાશ સરખું ઉજજવલ, વિવિધ પ્રકારનાં ચિત્રકમ આલેખીને કરેલી શોભાવાળું, ઉંચે ફરકતી ધ્વજા-પતાકાથી યુક્ત, જાણે ઉપરથી સ્વર્ગનું વિમાન ઉતર્યું હોય તેવું, હીરા, ઈન્દ્રનીલ, મરકત આદિ રત્નોની માળા અને જરીચાન વસ્ત્રથી શોભાયમાન કાર સહિત, વિવિધ પ્રકારનાં રત્નો અને સુગન્ધવાળાં શ્રેષ્ઠ પુષ્પથી કરેલી પૂજાથી યુક્ત, વેરાએલા બલિકમ સહિત, કાલાગરુને પુષ્કળ ધૂપની ગધયુક્ત, તરતનાં ઉપાડેલાં ઉત્તમ કમળાથી કરેલી પૂજનવિધિવાળું, આવા પ્રકારનું ઉત્તમ જિનભવન દેખીને વિસ્મય પામેલા યોદ્ધાઓએ શ્રીશાન્તિનાથ ભગવન્તને પ્રણામ કર્યા અને તેઓ ત્રણ વખત પ્રદક્ષિણાવર્ત ફર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org