________________
[૬૭] સમ્યગ્દષ્ટિ દેવના ગુણની પ્રશ'સા
: ૩૧૫ :
લીથી પદ સ્થાપન કરે, તેમ પગલાં ધીમે ધીમે માંડતી હતી. પુષ્ટ અને ઉંચા સ્તનયુગલવાળી અતિશય પરિશ્રમ લાગવાથી આકુળ થએલી કાઇ કુમારી ભયંકર ભય હોવા છતાં પણ માર્ગમાં વિલાસ પૂર્વક ગતિ કરતી હતી. વળી કાઈ સ્ત્રીના ગળામાંથી હાર સરી પડ્યો, કેાઇકનાં કડાં, કુંડલ અને આભૂષણ અંગમાંથી નીકળી પડ્યાં, કાઇકનું ઉપરનું વસ્ત્ર સરી પડયું, આમ નીચે પડવા છતાં તેમને ખબર ન પડી.
જ્યારે નગરલેાકેા ભયવિહ્નલ અને અવ્યવસ્થિત થયા હતા, ત્યારે સૈન્યસહિત મૃગરાજા અખ્તર પહેરી હથીયાર સજી યુદ્ધ કરતા રાવણના ભવન પાસે આવી પહેચ્યા. રાવણની ભાર્યા મન્દોદરી કે, જે જિનવરના શાસનનું સ્મરણ કરતી, તેણે તેને યુદ્ધ કરતા શકયા. આ સમયે ભયથી આકુલ-વ્યાકુલ થએલા નગરલેાકાને દેખીને શાન્તિ નાથના ભવનના અધિષ્ઠાયક દેવતા વાત્સલ્ય કરવા તત્પર થયા. એટલે શાન્તિનાથના ભવનથી એકદમ મહાભયકર આકૃતિવાળા, ફાડેલા મુખમાં દેખાતી અણિયાલી દાઢવાળા, ઉષ્ણકાળના સૂર્યાં સરખા ક્રૂર એવા પ્રકારનાં રૂપ વિધુર્થીને આકાશતલમાં ઉછળ્યા. અવે। હતા, તે માટા હાથી થયા, વળી સિંહ, વાઘ, ભયંકર સર્જા ઉત્પન્ન થયા. પર્યંત સરખા માટા મેઘા, અગ્નિ અને પ્રલયકાળ સરખે પવન ફુંકાવા લાગ્યા. આવા ભયંકર આકારવાળા દેવાને દેખીને વાનરસેના ભયથી પીડાએલા મનવાળી ઉંચી-નીચી થતી ભગ્ન ખની. શાન્તિગૃહના અધિષ્ઠાયક દેવાથી વિનાશ પામેલા વાનરબલને જાણીને બાકીના (લૌકિક) ભવનવાસી રક્ષક દેવા તેના ઉપર રાષાયમાન થયા. દેવા અને દેવે વચ્ચે ભયંકર મહાયુદ્ધ એવું આવી પડ્યુ' કે−, યુદ્ધમાં અનેકાને ઘણા ઘા વાગ્યા, વળી કેટલાક સામસામા એક બીજાને આહ્વાન કરતા મોટા બૂમ-બરાડા પાડવા લાગ્યા. દેવતાઓએ શાન્તિગૃહના અધિષ્ઠાયક દેવાને દૂર સુધી પાછા હઠાવેલા જાણીને ફરી પણ વાનરસુભટા નગરી તરફ આવી ખડા રહ્યા. પૂર્ણભદ્ર આ જાણીને રાષે ભરાયા અને તે માણિભદ્રને કહેવા લાગ્યા કે, જો તેા ખરા, આ મહાપાપી વાનરચિહ્નવાળાને કેમ છેડી દ્વીધા ? શ્રીશાંતિનાથના ભવનમાં નિયમ ગ્રહણ કરીને રહેલા સંગરહિત રાવણને મહાઘાર મિથ્યાદષ્ટિએ હણવા તત્પર થયા છે. ત્યારે માણિભદ્રે કહ્યુ કે, જિનાયતનમાં નિયમ ગ્રહણ કરીને રહેલા રાવણને એક વખત જાતે ઇન્દ્ર મહારાજા આવે, તે પણ તેને ચલાયમાન કરવા શક્તિમાન થઇ શકે તેમ નથી.' આ સાંભળીને રાષે ભરાએલા યક્ષાધિપે! ત્યાં જઇને તેવી રીતે યુદ્ધ કરવા લાગ્યા કે, જેથી લજ્જા પામેલા દેવતા ત્યાંથી ભાગી ગયા.
"
પત્થરના પ્રહાર કરતા વાનરસૈન્યને દેખીને યક્ષાધિપતિ આકાશમાં રહેલા રામને તે સમયે ઠપકા આપવા લાગ્યા. પૂર્ણ ભદ્રે રામને કહ્યું કે, ‘હે રામ ! તમે મારુ' એક વચન સાંભળે!! તમે ઉત્તમકુલમાં જન્મેલા છેા, દશરથના પુત્ર તરીકે પ્રસિદ્ધિ પામેલા છે, ધમ અને અધમ ને! તફાવત સમજનારા છે, જ્ઞાનસમુદ્રના તમે પારગામી છે, આટલા ગુણવાળા થઈને આવું ન કરવા લાયક કા કેમ કરે છે? શાન્તિગૃહમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org