________________
દિ૩] વિશલ્યાને પૂર્વભવ
: ૩૦૫ : ઘણા પ્રકારના રોગને ઉત્પન્ન કરનાર એ અતિભયંકર વાયરે ઉત્પન્ન થયે, મુનિને પૂછવાથી તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તે પણ વૃત્તાન્ત જણાવ્યું.
એક સમયે ગજપુરનિવાસી ઘણા ધન, ધાન્ય અને વેચવાના કરીયાણા સહિત વિધ્ય નામને એક સાર્થવાહ સે પાડા સહિત સાકેતપુરીમાં આવ્યું. પિતાના વેચવાના માલને નીકાલ કરવા માટે તે સાર્થવાહ ત્યાં એક માસ રોકાયે. તેને એક ઉત્તમ પાડે અધિક ભાર ખેંચવાના કારણે માર્ગમાં તૂટી પડ્યો. ન કેઈએ દયાથી તેની સંભાળ કરી. એટલું જ નહિં પણ માગ વચ્ચે પડેલ હોવાથી કે તેને પરેશાની પમાડતા હતા. વગર ઈચ્છાએ આવી પડેલા દુઃખને સહન કરવા રૂપ અકામનિજેરાથી મરીને પવનાસુર તરીકે ઉત્પન્ન થયો. શ્રેયસ્કર નગરીને પવનાવત નામને અસુરોને સ્વામી થે. વિર્ભાગજ્ઞાનથી પૂર્વ જન્મને સંબન્ધ જાણીને સમગ્ર દેશ ઉપર કપાયમાન થઈને એકદમ લોકોના વધને ચિન્તવવા લાગ્યા. પાડાના ભાવમાં બિમારી પડ્યો હતો, તે વખતે મારા દેશના લોકો મારા મસ્તક ઉપર પગ સ્થાપન કરીને જતા હતા, તેઓને હું પ્રગટ શિક્ષા કરીશ. એમ વિચારીને ધે ભરાએલા તે અસુર દેવે અણધાર્યો આખા દેશ અને નગરમાં ઘણું રેગ જેનાથી ઉત્પન્ન થાય, તે વાયુ વિકુઓં. એવા પ્રકારના અનેક રોગ ઉત્પન્ન કરનાર વાયરાને વિશલ્યાના સ્નાનજળથી ક્ષણવારમાં જડમૂળથી વિનાશ થયે.
હે પ્રભુ! સર્વભૂતશરણ નામના સાધુએ જેવી રીતે આ વૃત્તાન્ત તમારા બધુ ભરતરાજાને કહ્યો, ભરતરાજાએ મને કહ્યો અને મેં આપની પાસે નિવેદન કર્યો. રામે તરત આજ્ઞા કરી કે, ત્યાં જઈને જલદી તે વિશલ્યાનું નાનજળ લાવે, તેનાથી લક્ષમણકુમાર જીવત થશે. તે સિવાય જીવાડવાને બીજો કોઈ ઉપાય નથી. અહો ! સમગ્ર લોકવિષે સંસારમાં રહેલા લોકો માટે મૃત્યુમાર્ગ નિશ્ચિત છે, છતાં પણ જેઓ વિમલ પુણ્યકર્મ ઉપાર્જન કરે છે, તેઓને તે ધર્મ તરત રક્ષણ અને શરણ આપનાર થાય છે. (૭૨)
પાચરિત વિષે “વિશલ્યાના પૂર્વભવને વૃત્તાન્ત’ નામના ત્રેસઠમા
પર્વને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. [૩]
oooooooooo
[૬૪] વિશલ્યાનું આગમન
હે શ્રેણિક! આ વચન સાંભળીને રામ ઘણુ તુષ્ટ થયા અને ત્યાં જવાના કાર્ય માટે વિદ્યાધરોની સાથે મંત્રણ કરવા લાગ્યા. જાબૂનદ વગેરે મંત્રીઓએ રામને કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org