________________
[૬૩] વિશલ્યાને પૂર્વભવ
* ૩૦૩ :
ઉદ્યાનમાં પડ્યો, તે વખતે ત્યાં રહેલા ભરત નામના સાધુએ દઢશક્તિને પ્રહારથી ઘવાએલે મને જે. કરુણાવાળા ભરતમુનિએ મને ચંદનમિશ્રિત જળનો છંટકાવ કર્યો, જેના પ્રતાપે હું શલ્યરહિત બનવા સાથે અતિશય બલ અને કાન્તિયુક્ત થયા. હવે વચમાં ગભરાએલા રામે તે ખેચરને પૂછયું કે, “જે તે જળની ઉત્પત્તિ જાણતો હોય, તે મને જણાવ.” ત્યારે તેણે કહ્યું કે-“હે દેવ ! તે જળની ઉત્પત્તિ હું જાણું છું. કારણ કે, મેં ભરતમુનિને પૂછયું હતું, ત્યારે તે સર્વ હકીકત તેણે મને જણાવી હતી.
એક વખત સમગ્ર નગર સહિત આખો દેશ રેગના ઉપદ્રવવાળો . ઉપદ્રવ, જવર, ફલ્લા, દાહજવર, અરુચિ-મૂલક આદિ અનેક રોગોથી સર્વે પીડા પામતા હતા. આ નગરમાં પ્રાણમેઘ નામને રાજા હતા, તે પશુ, મંત્રી, સ્વજન, દરેક પરિવાર સહિત નીરોગી થયું. ત્યાર પછી તેને બોલાવ્યો અને પૂછયું કે, તું નિગી કેવી રીતે થયો? તે મને સ્પષ્ટ કહે, એ વાત જાણવાનું મને મહાકૌતુક થયું છે. ત્યારે તેણે કહ્યું કે-આ લેકમાં ગુણથી અધિક વિશલ્યા નામની મારે એક પુત્રી છે, તે જ્યારે ગર્ભમાં હતી, ત્યારે તેની પ્રિયંકરા માતા રોગથી મુક્ત થઈ હતી. જિનશાસનમાં અત્યન્ત અનુરાગવાળી, હંમેશાં જિનપૂજા કરવામાં ઉદ્યત મતિવાળી હતી, બધુઓ અને સર્વ પરિવાર તેની દેવતા માફક પૂજા કરવા લાગ્યો. તેના સુગન્ધવાળા સ્નાનજળને હે દેવ ! મારા ઉપર છંટકાવ કર્યો, તેથી હું નિરોગીપણું પામ્ય, મારા પરિવારને પણ તે જળ છાંટયું એટલે તેઓ સર્વે નિરોગી થયા. આ વાત વિદ્યાધર પાસેથી સાંભળીને ત્યાર પછી મેં એક સુંદર ઉદ્યાનમાં જીવોને હિતોપદેશ આપનાર એક ચારણશ્રમણને વિશલ્યાનું ચરિત્ર પૂછયું. ત્યારે મેઘ સરખા ગંભીર સ્વરથી ચારજ્ઞાની શ્રમણ ભગવંત મને કહેવા લાગ્યા કે
પુંડરીક નામના વિજયમાં ચકધ્વજ નામના નગરમાં ત્રણે ભુવનને આનન્દ આપનાર ધીર એવા અનંગશર નામના ચક્રવર્તી હતા. તેને ગુણશાલિની નામની પુત્રી હતી. હવે કોઈક સમયે સુપ્રતિષ્ઠિત નગરના પુનર્વસુ નામના રાજાએ અતિભાસક્ત બની તે કન્યાનું અપહરણ કર્યું. ચક્રવર્તીની આજ્ઞાથી એકદમ વિદ્યાધરોએ ત્યાં જઈને તેની સાથે હથિયારના પ્રહારોવાળું મહાયુદ્ધ કર્યું. રેષાયમાન ખેચરોએ તેનું વિમાન એકદમ ભાંગી તેડીને ભુક્કો કરી નાખ્યું, ત્યારે શરચંદ્રની શોભા સરખી તે બાલા આકાશમાંથી નીચે પડી. વળી પાછી પુનર્વસુએ નિયુક્ત કરેલી વિદ્યાથી પુણ્યની ઓછાશથી તે બાલા શ્વાપદની પ્રચુરતાવાળા અને ભયાનક શબ્દવાળી ઘોર અટવીમાં પડી. અટવી કેવી હતી? વિવિધ પ્રકારના અનેક વૃક્ષોથી ગહન એક-બીજાને વીંટળાઈને વળગેલ ઉંચા વાંસના સંઘાતવાળી, વિષમઉંચા-નીચા પર્વતો હોવાથી મુશ્કેલીથી પ્રવેશ કરી શકાય તેવી, સેંકડો માંસાહારી જાનવરોથી વ્યાસ અને ભય ઉત્પન્ન કરનારી તે અટવીમાં ગભરાએલા હદયવાળી ક્ષણવાર દશે દિશામાં નજર ફેંકીને બધુઓના સ્નેહનું સ્મરણ કરીને કરુણાપૂર્ણ મધુર વાણુથી વિલાપ કરવા લાગી કે, “હે પિતાજી! પરાક્રમથી સમગ્ર શત્રુઓને જિતીને સમગ્ર લેકનું તમે પાલન કરે છે, તો આવા ભયંકર અરણ્યમાં આ નિર્ભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org