________________
* ૩૦૨ :
પઉમચરિય-પદ્ધચરિત્ર
હિત માટે ઉદ્યત રહેનાર છે. યુદ્ધમાં દેવગે શત્રુના હાથે બંધન કેમ પામ્યા? હે પુત્ર મેઘવાહન! હે સુકુમાલ શરીરવાળા ઈન્દ્રજિત્ ! પાશબંધથી બંધાએલ અતિદુખિત તું શત્રુઓની વચ્ચે કેવી રીતે રહીને દિવસો પસાર કરતો હોઈશ? લક્ષમણ મૃત્યુ પામ્યા પછી શેકવાળા શત્રુસુભટો કેદ કરેલા શરણુ વગરના મારા પુત્રોની શી હાલત કરશે? તે કંઈ સમજી શકાતું નથી. મારા હૃદયને અતિવલ્લભ બંધન પામેલા અને દુઃખ અનુભવતા તમારાથી હું વધારે દુઃખપાશથી બંધાયો છું. આમાં થોડો પણ સળેહ ન રાખો. પોતાના યૂથમાંથી એક પણ હાથી બન્જન પામે, તે યૂથને સ્વામી મહાહાથી તેના વિયેગ અને દુઃખથી શેક અનુભવે-તેમ રાવણ શેકાગ્નિથી સંતપ્ત બંધુઓની વચ્ચે સમય પસાર કરતે રહેલો હતો.
આ બાજુ લક્ષમણ શક્તિના પ્રહારથી ઘાયલ થએલે છે-એમ સાંભળીને સીતા સર્વાંગમાં શોક-સંતાપ અનુભવતી વિલાપ કરવા લાગી કે, “હે ભદ્ર લક્ષમણ! મહાયશ! મારા માટે આવો મોટે સમુદ્ર ઉડ્યું અને તું જ આવી દુઃખી અવસ્થા પામ્યો? હે સુપુરુષ! માતા-પિતા બધુવર્ગને છોડીને મોટા ભાઈની સેવા કરવા તત્પર તું અહીં રાક્ષસદ્વીપમાં કેમ મૃત્યુ પામ્યો ? પાપી હતભાગિણી હું બાલ્યકાળમાં કેમ મૃત્યુ ન પામી કે ગુણને આશ્રયરૂપ લક્ષમણ મારા કારણે હણાયો. હે સુમિત્રા-પુત્ર લક્ષમણ! સર્વે દેવતા તારા પ્રાણનું રક્ષણ કરે અને અમારા વચનથી તું શીધ્ર શલ્યવગરને થઈ જા. આ પ્રમાણે પોતાના દેવરના ગુણસમૂહને સ્મરણ કરી રુદન કરતી સીતાને સેંકડે ઉપદેશ આપીને કોઈ પ્રકારે ખેચરીઓએ શાન્ત પાડી. એક ખેચરીએ કહ્યું કે, “હે ભદ્ર! તારા પરાક્રમી દેવરનું મૃત્યુ ચોક્કસ થયું નથી, તેના માટે રુદન કરીને હે સુતનુ! અમંગલ ન કર. આ વિદ્યાધરીઓના વચનથી કંઈક શાન્ત હૃદયવાળી સીતા રહેલી હતી, ત્યારે બીજે જે વૃત્તાન્ત બન્ય, તે હે શ્રેણિક ! સાંભળો–
તે સમયે કિલાના દ્વાર પાસે જેની આકૃતિ ઓળખાતી ન હતી–એવા એક ખેચરને ભામંડલે અંદર પ્રવેશ કરતાં અટકાવ્યું. વિદ્યાધરે ભામંડલને કહ્યું કે, જે કુમારને જીવતો દેખવા ઈચ્છતા હે, તે મને રામનાં દર્શન કરાવો કે, જેથી હું ઉપાય બતાવું. આ પ્રમાણે કહેતાં લમણના કાર્ય માટે તત્પર મનવાળે તુષ્ટ થએલો ભામંડલ તે વિદ્યાધરને રામની પાસે લઈ ગયો. તેણે પગે પડીને કહ્યું કે, “હે સ્વામી! મારી એક વાત આપ સાંભળો કે, હે પ્રભુ! વિદ્યાધરથી ઘાયલ થએલા આ કુમાર હજુ જીવતા છે. પિતાને પરિચય આપતાં તેણે કહ્યું કે-“હે સ્વામિ ! શશિમંડલ રાજાને ચન્દ્રમંડલ નામને હું પુત્ર છું, મારી માતાનું નામ સુપ્રભા દેવી છે અને હું સુરગ્રીવપુરને અધિપતિ છું. હું આકાશમાં ગમન કરતો હતો, ત્યારે વેલાયક્ષના પુત્ર સહસ્ત્રવિજય નામના પાપી વેરીએ મને દેખ્યો. હવે સ્ત્રીના મૈથુનવિષયક પૂર્વના વૈરનું સ્મરણ કરીને મારી સાથે ભયંકર લડાઈ કરીને અત્યન્ત રેષાયમાન થએલા તેણે મને ચંડરવા નામની શક્તિથી ઘાયલ કર્યો. આકાશતલથી મહેન્દ્રોદક નામના સુન્દર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org