________________
કે ૩૧૦
પઉમાચરિય-પદ્મચરિત્ર તેઓ બ્રાહ્મણ કે શ્રમણને કે ડૂત અગર બાલક, તેમજ વૃદ્ધને વાત કરતા નથી. લમણે
જ્યારે ભામંડલને રોકો, ત્યારે દૂત રામને કહેવા લાગ્યું કે, “હે રામ ! આ મૂર્ખ સેવકો દ્વારા તમે ઠગાઈ રહ્યા છો. માટે આત્મહિત સમજીને અથવા આત્માની સાથે એકલા વિચાર કરે કે લાભ અને નુકશાન, દેષ અને ગુણ શામાં છે? માટે હવે સીતાને મેહ છોડી દે અને લાંબા કાળ સુધી પૃથ્વીમાં ભોગો ભેગ. હે રામ! જેમ ચન્દ્ર ત્રણે લોકમાં ભ્રમણ કરે છે, તેમ રાવણે આપેલા પુષ્પક નામના વિમાનમાં આરૂઢ થઈને તથા રાવણની આપેલી ત્રણ હજાર કન્યાઓ સાથે ક્રીડા કરતા તમે પણ ત્રણે લોકમાં ભ્રમણ કરે.
આ પ્રમાણે બકવાદ કરતા દૂતને સુભટોએ તિરસ્કાર કર્યો, એટલે તે રાવણની. પાસે ગયે અને રામદેવે જે કહ્યું હતું, તેને અહિં અનુવાદ કર્યો. તે સ્વામિ ! પ્રથમ તે ત્યાં પહોંચ્યા પછી રામને એમ કહ્યું કે, અનેક ગામ, નગર, પણ આદિથી વ્યાસ મોટી પૃથ્વી, મારા સ્વામી તમોને આપશે, તેમ જ ઈચ્છો ત્યાં ગમન કરી શકાય તેવું પુષ્પક વિમાન ઉપરાન્ત અનેક હાથી અને ઘેાડા તમોને આપશે, ત્રણ હજાર ઉત્તમ કન્યાઓ, સૂર્ય સમાન તેજસ્વી સિંહાસન, ચંદ્ર સરખું નિર્મલ છત્ર આપશે, જે તમે સીતાની અનુમતિ આપે, તો આ સર્વ સામગ્રી ખુશ થઈને રાવણ રાજા તમેને સમર્પણ કરશે. આનાં આ વચને રૂપાન્તર કરીને ફરી ફરી મેં સંભળાવ્યાં, પરન્તુ એકાગ્ર મનવાળા રામ સીતાની હઠ છોડતા નથી. હે મહાયશ! તે સમયે મને રામે બેલતાં બેલતાં કહ્યું કે, “વૃક્ષ પર પાકી ગએલા ફલ અને શિથિલ થએલા તેના ડીંટા માફક તારી જીભ તૂટી કેમ ન પડી કે, આવાં લેકવિરુદ્ધ અને નીતિવિરુદ્ધ વચન ઉચ્ચારે છે ! સીતા વગર કદાચ ઈન્દ્રપણના ભાગો મને મળે, તે તેમાં પણ મને બિલકુલ રસ નથી.
હે દશાનન ! આ આખી પૃથ્વીને તું તારે એકલે ભોગવ. મન અને નેત્ર આલાદ કરનારી આ સર્વ યુવતીઓને તું એકલે ભેગવ, હું તે પત્ર અને ફળને આહાર કરી સીતા સાથે અરણ્યમાં ભ્રમણ કરીશ.” હે સ્વામિ ! તે સમયે વાનરપતિ-સુગ્રીવ પણ એમ કહેવા લાગ્યો કે, શું રાવણને કઈ ગ્રહને વળગાડ તે વળગ્ય નથી ને? અથવા તે મગજ ખસી ગયું તે નથી ને? ઉન્માદ વાયુથી પરાધીન થયે છે? કે જે આવા વિપરીત અર્થવાળાં વચનોને બકવાદ કરે છે? અથવા શું તમારે ત્યાં ચિકિત્સા કરનારા સારા વિદ્યો નથી કે, જે તેના ઉન્માદને દૂર કરી શકે? જો ત્યાં તેવા વિદ્ય ન હોય તે, સંગ્રામ-મંડલને વિષે ઉત્તમ બાણોને આવાસ બનાવીને તેના કાગ્રહની વેદના આ લક્ષમણ–વેદ્ય દૂર કરશે.” મેં કહેલા વચન સાંભળીને રોષાયમાન વાનરાધિપતિએ પણ મને તિરસ્કારતા સંભળાવ્યું કે-“તારું પણ મરણ નજીક આવેલું જણાય છે. મેં રામને પણ સંભળાવ્યું કે, “હે સુપુરુષ! તને આ સર્વેએ ઠગેલો છે. હવે કાર્યાકાર્યને ન સમજતે તું રાવણ સાથે સધિ નહીં કરે અને વિરોધ કરીશ, તે પાછળથી પસ્તાવાનું થશે. હે રઘુનન્દન! પાયદળ સેનાની પ્રચુરતારૂપ તરંગવાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org