________________
[૬૬] ફાલ્ગુન-અષ્ટાદ્દિક-મહોત્સવ
: ૩૧૧ :
હાથીરૂપી ભયંકર જળચરાથી વ્યાકુળ, રથારૂપી ભમરીવાળા આ રાવણુરૂપી સમુદ્રને -ભુજાથી તરવા અભિલાષા કરે છે કે શું? હે રામ! આકાશમાં ચાહે જેવા યુગાન્તકાલના વાયરા સૂર્યને ચલાયમાન કરી શકતા નથી, તેવી રીતે સગ્રામની અંદર તમે આ રાવણને જિતી શકવાના નથી.
આપના પરાક્રમનું આવું વચન જ્યાં મેં સભળાવ્યું, એટલે સભા વચ્ચે ભામ-ડલ એકદમ ઉશ્કેરાયા અને ખડ્ગ પકડવા લાગ્યા, તેને લક્ષ્મણે રોકી રાખ્યા. વાનરસુભટામાં પણ અધિક તિરસ્કાર પામ્યા એટલે ભયથી ઉદ્વેગ પામેલા પક્ષીની જેમ આકાશમાં ઉડ્યો અને તમારી સેવામાં હાજર થયા.
હનુમાનના સુભટો સમક્ષ તીવ્રપણે સીતાના અનુરાગવાળા રામે જે કઈ પણ કહ્યુ, તે સાઁ મેં તમાને કહી સંભળાવ્યું. હવે તમને ચેાગ્ય લાગે તેવા પ્રકારનું પેાતાનું કાય' તમે કરેા અને વિમલ યશના વિસ્તારવાળું સમગ્ર રાજ્ય ભાગવે. (૫૦)
પદ્મચરિત વિષે રાવણના દૂતનું ગમન' એ નામના પાંસઠમા પા આ. શ્રીહેમસાગરસૂરિએ ગૂજરાનુવાદ પૂર્ણ કર્યો. [૫]
[૬૬] ફાલ્ગુન–અષ્ટાહનિક-મહેાત્સવ અને લેાકેાના વ્રત-નિયમે
દૂતનાં વચન સાંભળીને પુત્રશાકથી અત્યન્ત જળી રહેલ પેાતાના મ`ત્રીએ સાથે સભામાં બેઠેલા દશાનન જય મેળવવા માટે મત્રણા કરવા લાગ્યા. જો કે ઘણા નરેન્દ્રોના સમૂહવાળા સંગ્રામમાં કદાચ હું શત્રુને જિતી પણ લઉં, તા પણ મારા પુત્રાને તા નક્કી હવે વિનાશ જ જાય છે. અથવા રાત્રે વૈરીએ સુતેલા હાય, ત્યારે કાઈ ન જાણે તેમ એકદમ તેમના પડાવમાં જઇને છલથી છાપા મારીને મારા પુત્રાને લઈ આવું, એમ અનેક પ્રકારના તર્ક-વિતર્ક કરતા તેને બુદ્ધિ ઉત્પન્ન થઇ કે, ‘ બહુરૂપા નામની વિદ્યાની સાધના કરુ. દેવતાથી પણ તે વિદ્યા જિતી શકાતી નથી અને તે અત્યન્ત ખલવતી વિદ્યા છે.’ એમ વિચારીને તેણે સેવકાને આજ્ઞા કરી કે-શ્રીશાન્તિનાથ ભગવન્તના મન્દિરમાં તેરણાદિક સ્થાનમાં જલ્દી શેાભા કરાવા અને દરેક જિનભવનામાં મહાપૂજાની રચના કરાવા. આ સર્વ કાર્યની જવાબદારીના ભાર મન્દોદરીને સમપ ણુ કર્યાં. તે સમય કાયલના મુખથી કલરવ નીકળતા હોય, તેવા ફાલ્ગુન માસ હતા.
શ્રીમુનિસુવ્રત સ્વામીનું તીથ પ્રવતું હોવાથી તે સમયે જિનભવનાથી અલ'કૃત આ ભરતના ગ્રામસ્ફૂટ વગેરેમાં નિવાસ કરનારા શ્રેષ્ઠીએ, કુટુમ્બીએ અને ભયજના આનન્દ અને પ્રમાદ માણવા લાગ્યા. આ ભરતમાં એવું કાઈ ગામ નથી કે, નગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org