________________
[૬૫] રાવણના દૂતનું ગમન
રાવણ તમાને કહેવરાવે છે કે, વિષમ ગુફામાં રહેલા સિંહ પકડી શકાતા નથી, માટે આદર અને પ્રયત્ન પૂર્વક મારી સાથે સન્ધિ કરી લે. હે રઘુનન્દન રામ ! આ મહાપુરુષ રાવણુનુ` પરાક્રમ તમે પહેલાં કાઈ વખત સાંભળ્યું નથી કે, જેણે સંગ્રામમાં ઈન્દ્રને પણ બાંધી લીધા હતા, તથા ઘણા સુભટાને પણ જિતી લીધા હતા. હે રામ ! પાતાલ, આકાશતલ, જલમા` કે સ્થલમાગ માં જતા એવા રાવણની ગતિના વેગ દેવા કે અસુરો પણ ખલના પમાડી શકતા નથી. લવણુસમુદ્રના છેડા સુધીની લંકાપુરીના એ ભાગ પ્રમાણ વિદ્યાધરા સહિત પૃથ્વીનું રાજ્ય હું ખુશી થઇને તમાને આપું છું; માત્ર તેમાં એટલી સરત કે મારા બે પુત્રને તેમ જ મારા પોતાના ખન્ધુને છેાડી દેવા અને જો તમારા પ્રાણાની કુશળતા ઈચ્છતા હા, તેા જનકપુત્રી-સીતાને મારી દેવી થવા માટે અનુજ્ઞા આપેા.’
તેના પ્રત્યુત્તરમાં રામે જણાવ્યું કે, એવા તારા તુચ્છ રાજ્યનું મને પ્રયાજન નથી. બીજું ચાહે તેવી ખીજી દેવાંગના સરખી સુન્દરી હાય, તે પણ સીતા સિવાય બીજી કાઇની સાથે ભાગ ભોગવવા ઇચ્છતા નથી. હે રાવણુ ! તારા પુત્રાને અને સહેાદરને અવશ્ય હું માકલી આપીશ, જો તું મને સીતા સમર્પણુ કરીશ, તેા હું તારા પર અતિશય પ્રસન્ન થઇશ. હું તે લક્ષ્મણને સાથે રાખી તેના સહિત અરણ્યમાં પરિભ્રમણ કરીશ. હે દશાનન-રાવણુ ! તું આ સમગ્ર આખી પૃથ્વીનુ રાજ્ય ભલે એક્લા ભાગવજે. હે દૂત ! ત્રિકૂટના સ્વામી-રાવણની પાસે જઈને એમ કહેજે કે, આ જ કહેવરાવેલ તારા માટે હિતકારી છે, આથી વિપરીત ન કરશેા.' આ વચન સાંભળીને તે રામને કહ્યું કે, ‘તમે સ્ત્રીમાં આસક્ત ચિત્તવાળા થએલા હાવાથી પેાતાના હિત તરફ લક્ષ્ય કરતા નથી. જો કે ગરુડના અધિપતિ દેવે તમાને વિમાન યુગલમાં પ્રવેશ કરાવ્યા, અથવા યુદ્ધમાં દોષ કાઢીને મારા પુત્રાને અને મન્ધુને ખાંધ્યા, તેમાં શું થઈ ગયું ? તે કારણે કદાચ અતિભયંકર ગવ તને ઉત્પન્ન થયા હોય અને યુદ્ધ કરવા ઈચ્છતા હૈ। તા, નહીં તમને સીતા મળશે કે નહિ તમારા પ્રાણા ટકશે.'
: ૩૦૯ :
આ શબ્દો સાંભળીને જનકનન્દન-ભામંડલ અત્યન્ત રાષાયમાન થયા અને સાચા સુભટથી આવાં અપમાનજનક વચન સહન થાય નહિં, તેમ સહેાદરીના અનુરાગથી ભૃકુટી ચડાવી, લાલ નેત્રા કરી, મેાટા શબ્દથી તે તને તિરસ્કારતા કહેવા લાગ્યા કે· અરે પાપી ! શિયાળિયા કૂત ! દુચનના આશ્રયસ્થાન ! નિર્ભય થઈને ન ઓલવા ચેાગ્ય લેાકવિરુદ્ધ આવાં વચનો આલે છે? અરે સીતાની વાત ગમે તેમ ખને, પરન્તુ તું અમારા સ્વામીનું અપમાન કેમ કરે છે ? એ દુષ્ટ ચારિત્રશૂન્ય પશુસરખા રાવણુ કાણુ થાય છે? આ વચન કહીને જેટલામાં તેને મારવા માટે તલવાર ગ્રહણુ કરવા જાય છે, તે સમયે નીતિના નેત્રવાળા લક્ષ્મણે તેને એકદમ તેમ કરતાં અટકાવ્યો. ‘હે ભામડલ ! તેના તેવા પ્રત્યુત્તરથી લાગણીના કારણે જરૂર ભયંકર ક્રોધ થાય, પરન્તુ આ કૂતને મારવાથી યશ મેળવી શકાતા નથી. આ લાકમાં જે ઉત્તમપુરુષા હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org