________________
[૬૨] રામને વિપ્રલાપ
: ૩૦૧ ; વિલમ્બ ન કર ! હું તે હવે પરલોકમાં પ્રયાણ કરીશ અને તમે પણ ઈચ્છા પ્રમાણે કરજે. મરણ માટે વ્યવસાય કરતા રામને દેખીને જામ્બવ રામને સમજાવવા લાગ્યા કે–“હે સ્વામી ! વીરપણું અંગીકાર કરે અને આ શાકનો ત્યાગ કરે. હે સ્વામિ! વિદ્યાશસ્ત્રથી લક્ષમણ ઘવાયે છે, તેથી મૂચ્છ પામેલ છે, તમારા બધુ નકકી જીવતા થશે, આ વિષયમાં બિલકુલ શંકા ન કરશે. માટે રાતના સમયે કઈ વેગથી ઉપાય કરે, નહિંતર સૂર્યોદય સમયે નક્કી મૃત્યુ પામશે. ત્યાર પછી ભય પામેલા વાનરસુભટોએ વિદ્યા-બલથી દરવાજાવાળાં ત્રણ નગરે અને સાત કિલ્લાઓ વિકુબ્ય.
હાથી, ઘોડા અને અશ્વો પર આરૂઢ થએલા અને બખ્તર બાંધેલા દ્ધાઓથી પરિવરેલા ધનુષ હાથમાં ધારણ કરીને નીલને પ્રથમ લિાના દ્વારમાં સ્થાપન કર્યો બીજા કિલ્લાના દ્વારમાં હાથમાં ગદા ધારણ કરીને ભયંકર મહાત્મા નલ રક્ષણ કરવા ઉભો રહ્યો. ત્રીજા કિલ્લાના દ્વાર પર હાથમાં ત્રિશૂલ ધારણ કરીને વીર બિભીષણ ઉભું રહ્યો. ચોથા કિલ્લાના દ્વારમાં બખ્તર પહેરી ભાથામાં બાણ ભરી સજજ થએલો કુમુદ ભાલે ગ્રહણ કરીને રક્ષણ કરવા ઉભો રહ્યો. પાંચમે દરવાજે સુષેણ, ભિડિમાલ શસ્ત્ર ગ્રહણ કરીને, છ દરવાજે સુગ્રીવ હાથમાં તલવાર ગ્રહણ કરીને, સાતમા દરવાજે જનકપુત્ર-ભામંડલને સ્થાપન કર્યો, પૂર્વ દ્વારે રણમાં પ્રચંડ સિંહવાજવાળા શરભને સ્થાપ્યો. પશ્ચિમઢાર વિષે અંગદ કુમારને અધિષ્ઠિત કર્યો. અત્યન્ત અભિમાન અને પ્રભાવશાળી વાલિના પુત્ર ચન્દ્રરમિને ઉત્તરદિશાના દ્વારે રક્ષણ કરવા માટે સ્થાપન કર્યો કે, જે પોતાના સામર્થ્યથી યમરાજાને પણ જિતી શકે. તે પ્રમાણે બલ, શક્તિ અને કીર્તિસંપન્ન બીજા પણ જે કઈ સુભટ હતા, તેઓ કવચ પહેરી અને આયુધથી સજજ બની દક્ષિણદિશામાં ઉભા રહ્યા.
એ પ્રમાણે નક્ષત્રોથી ઉજજવલ ભાવાળું આકાશ અતિશય શોભા પામે તેમ, બેચર-વૃષથી સર્વ પડાવ શોભાવાળો બનાવ્યા. દેવ અને અસુરેન્દ્રો જીવોને તે ઉપકાર કરી શકતા નથી કે, જેવી રીતે ઉપાર્જન કરેલ વિમલ પુણ્યકર્મ મનુષ્યને દુઃખનું નિવારણ કરી શકે છે. (૩૬)
પદ્યચરિત વિષે રામના વિમલાપ' નામના બાસઠમા પવને
અનુવાદ પૂર્ણ થયો. [૨]
[૬૩] વિશલ્યાને પૂર્વભવ
લક્ષમણની મરણાવસ્થા જાણીને હવે રાવણ સહોદર પણ બંધન પામ્ય, તેમ જ ઈન્દ્રજિત્ પુત્રને છૂપી રીતે શોક કરવા લાગે. હે વત્સ ભાનુકર્ણ ! તું હંમેશાં મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org