________________
: ૫૦ :
પઉમચરિય–પદ્મચરિત્ર
નિમંચ્યા. તેઓ આવ્યા અને સર્વેએ મંચ પર સ્થાન લીધું. જ્યારે સર્વે સારી રીતે
સ્થાન પર ગોઠવાઈ ગયા, ત્યારે આભરણથી ભૂષિત શરીરવાળી શ્રીમાલાએ સુંદર યુવતી સખીઓ સાથે રાજકુમારરૂપ સમુદ્રની અંદર પ્રવેશ કર્યો. બે બાજુ ચામરે, ઉપર પૂર્ણ ઉજજવલ છત્ર, આગળ મેઘ-સમાન અતિગંભીર શબ્દ કરતું મંગલ-વાજિંત્ર વાગતું હતું. તેનું યૌવનમય લાવણ્ય અને સંપૂર્ણ કાંતિવાળું રૂપ જોઈને કામદેવના બાણથી ભેદાએલા ઘણા રાજકુમાર કામની વેદના અનુભવવા લાગ્યા. કેટલાક રાજપુત્રો એમ કહેવા લાગ્યા કે-“મનોહર લાવણ્ય અને ખીલેલા યૌવનવાળી, રૂપમાં ચડીયાતી આ કલ્યાણ કન્યા કેની પત્ની થશે?” વળી કેટલાક તેઓને પ્રત્યુત્તર આપવા લાગ્યા કે,
પૂર્વભવમાં જેમણે વિપુલ તપ કર્યો હશે, તેના પુણ્યકર્મના પ્રભાવથી તેને આ કન્યા પ્રાપ્ત થશે.” સર્વ કળા અને શાસ્ત્રોમાં કુશલ સુમંગલા નામની તેની ધાવમાતા કહે છે કે-હે શ્રીમાલે ! વિદ્યાધર રાજા વિષયક જે કંઈ પરિચય આપું, તેને ધ્યાનપૂર્વક સાંભળ
જે આ વિશાલ વક્ષસ્થલવાળો ધીર રવિકુંડલ નામને ઉત્તમ રાજકુમાર છે, તે શશિકુંડલને પુત્ર તડિપ્રભા રાણીની કુક્ષિથી જન્મેલે છે. તે અમ્બરતિલક નગરીના અધિપતિ (રવિકુંડલ) જે તારા મનને ઈષ્ટ જણાતો હોય, તો કામદેવ સાથે રતિના સરખું સુરતસુખ માણી લે. વળી તે સુન્દરી ! આ બીજા લક્ષમી અને વિદ્યાગદ વિદ્યાધર રાજાના પુત્ર, રત્નપુરના સ્વામી, વિદ્યાસમુદઘાત નામના પુત્ર છે, તેમની આજુમાં રહેલા વજાશ્રીના ગર્ભથી ઉત્પન્ન થએલ વજાયુધના પુત્ર વજાયુધપંજર નામના છે. વળી આ મેરુદત્તના પુત્ર શ્રીરંભાના ગર્ભથી જન્મેલા મંદરકુંજર નગરીને સ્વામી પુરંદર નામના રાજા છે. આ વળી માનસવેગના પુત્ર વેગવતીના ગર્ભથી ઉત્પન્ન થએલા નાગપુરના સ્વામી પવનગતિ નામના કુમાર ઘણું પ્રસિદ્ધ છે. હે શ્રીમાલે ! આ અને બીજા વિદ્યાધર-નરેન્દ્રો જેઓ કુલ, વૈભવ, રૂપ, યૌવન, સેંકડો વિદ્યાઓ અને ઋદ્ધિવાળા છે, તેમના તરફ નિરીક્ષણ કર. હે સુંદર દેહવાળી શ્રીમાલા ! આ રાજકુમારમાં જે તારા હૃદયને વલ્લભ લાગતા હોય, તેના કંઠમાં વરમાળા પહેરાવ. સવે વિદ્યાધર રાજાઓને પ્રયત્નપૂર્વક અવલોકન કર્યા પછી આ કન્યાએ પોતાની નજર કિષ્કિધિ પર ફેંકી. હંસને સરખી મનહર ગતિ કરતી તે કન્યાએ ચતુર શિહિ૫-માળીએ બનાવેલી માળા કપિરાજ કિષ્કિધિ પાસે જઈને તેના કંઠમાં આરોપણ કરી. પુષ્પમાલાથી શેભિત કંઠવાળા કિષ્કિષિ રાજાને જોઈને રેષાયમાન વિજયસિંહ મોટા શબ્દથી વાનરેને કહેવા લાગ્યા કે–અહીં આ નન્દનવન નથી, અહીં ફળવાળા વૃક્ષો કે મનહર ઝરણાં નથી, વાનરેનાં ટોળાં નથી કે અહીં તમે વાનરે એકઠા થયા છે. દુરાચારી પાપી આ વાનરેને અહીં લાવનાર એવા અધમ પુરુષને હું બરાબર શિક્ષા કરીશ. આવાં તિરસ્કારનાં વચન સાંભળતાં જ હાથી, ઘોડા, રથ, પાયદળ સેના અને વાનરનું સૈન્ય સમુદ્રજળની જેમ ક્ષોભ પામ્યું. હાથીની સ્થલ સુંઢ અફળાવાના, તેમજ ઘોડાના હણહણાટના શબ્દો વડે અને વાજિંત્રોને ઘંઘાટથી આખું ભુવન બહેરું બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org