________________
[૯] દશરથને વૈરાગ્ય, સર્વભૂતશરણ મુનિનું આગમન
: ૧૮૩ :
ઉત્સાહ કર્યો? ત્યારે શ્રેષ્ઠ પટ્ટરાણી કહેવા લાગી કે-“હે મહાયશ! દરેક રાણીને સ્નાત્રનું શાંતિજલ મોકલાવ્યું અને મને એકલીને તે જળથી વંચિત રાખી? અપમાનથી દુભાએલી એવી ઉંચ કુલમાં જન્મેલી સ્ત્રીને પ્રાણ ધારણ કરવાથી લાભ? તેને માટે તે મરણ સુખદાયક હોઈ શકે. જ્યારે રાણી આ પ્રમાણે બોલી રહી હતી, એટલામાં કંચુકી આવીને કહેવા લાગ્યું કે, સ્વામીએ આપને માટે શાતિજળ મેકવ્યું છે. તે કંચુકીએ તે મુગ્ધ સ્ત્રીના મસ્તક ઉપર શાન્તિજળ છાંટયું, ત્યારે રાણીના મનને અગ્નિ ઓલવાઈ ગયો અને પ્રસન્ન હદયવાળી થઈ. તે વખતે રાજાએ કંચુકીને રોષપૂર્વક પૂછયું કે, તું જલ્દી કેમ ન આવ્યો? આવતાં કેણે વિક્ષેપ કર્યો? તને આટલો વિલમ્બ કેમ થયો ? ત્યારે ભયથી અધિક કંપી રહેલા અંગવાળે તે રાજાને કહેવા લાગ્યો કે, હે સ્વામી! આ જીવલોકમાં મને કોઈ વિક્ષેપ કરનાર નથી. આ વૃદ્ધપણુના કારણે મારું શરીર દર્પ અને ઉત્સાહથી રહિત થયું છે. ઉતાવળા ચાલવા છતાં જુના રગશીયા ગાડા માફક વધારે ચાલવા સમર્થ નથી.
હે સ્વામી! પહેલાં મારાં નેત્ર જે દૂર સુધી નજર કરી શકતાં હતાં, તે હવે દુર્જન મિત્રની જેમ લાંબી નજર કરનાર રહ્યો નથી. હે પ્રભુ! પ્રથમની “કુમારવયમાં મારા કાને ધીમેથી બોલાએલું મન્મન-અવ્યક્ત વચન સાંભળતા હતા, તે અત્યારે દુષ્ટ પુત્રની જેમ મોટા શબ્દથી કહેવાએલાં વચન સાંભળતા નથી. પહેલાં મારા દાંતે સુન્દર ઉત્તમ મોગરાના પુષ્પની કળી સરખા ઉજજવલ હતા, તે પણ વૃદ્ધપણાના કારણે ગાડાના પિડાંના વચ્ચેના મુખમાંથી જેમ આરા નીકળી જાય, તેમ પડી ગયા છે. પહેલાં મારા હાથ મજબૂત ધનુષને ખેંચવા સમર્થ હતા, તે હાથીની જેમ મુખમાં કવલ પણ મુશ્કેલીથી લઈ શકે છે. હે નાથ ! પહેલાં મારી જંધાઓ ચાલવા અને ગમન કરવામાં દક્ષ હતી, તે અત્યારે દુષ્ટસ્ત્રીની જેમ સ્વાધીન નથી. હે રાજન ! પ્રિયપની સરખી આ મારી લાકડી મને પ્યારી છે, જે ખલના પામતાં અને નીચે પડતાં શરીરને અવલમ્બન આપનાર છે. જે ચાલતાં ઉતાવળ કરું, તે શરીર કંપવા લાગે છે અને જોરથી શ્વાસ ચાલુ થાય છે, થાક લાગે છે અને ગતિ ધીમી પડી જાય છે. તે સ્વામી! મને વિક્ષેપ કોઈ કરતું નથી. આ વૃદ્ધાવસ્થાએ મને પકડી રાખે છે. આપની આજ્ઞાથી ચાલતાં-ચાલતાં આટલા સમયે અહીં હું પહોંચી શક્યો.” વૃદ્ધ કંચુકીનાં આવાં વચન સાંભળીને રાજા વિચાર કરવા લાગ્યા કે, “વિજળીના ચમકારા સરો આ દેહ પણ અધ્રુવ જણાય છે અને ક્ષણવારમાં આ જીવ પણ દેહમાંથી નીકળી જાય છે. પરિગ્રહમાં મમતાવાળો પુરુષ શરીર માટે પાપ કરે છે અને વિષયરૂપ વિષથી વિહિત બુદ્ધિવાળા મનુષ્ય ધમને દૂરથી ત્યાગ કરે છે. પુણ્યાનુઅંધી પુણ્યશાલી એવા પુરુષ ઘરને ત્યાગ કરીને હંમેશાં દઢવૃતિ ધારણ કરીને ધર્માચરણ અને ધર્મોપદેશ કરે છે, તેઓ ખરેખર ભાગ્યશાળી છે. જ્યારે એવો સમય મને પ્રાપ્ત થશે કે, વિષયસુખને ત્યાગ કરીને, નિસંગ બનીને, દુઃખક્ષયના કારણ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org