________________
: ૨૧૪ :
પઉમચરિય-પચરિત્ર
થાક ઘણો લાગ્યો છે, માટે તરત જળ મંગાવી આપો. હાથને ટેકે આપતા રામે સીતાને કહ્યું કે, “અહીંથી નજીકમાં ઉંચા ઘરવાળું ગામ છે, ત્યાં પહોંચીને તું જલપાન કરજે.” એમ આશ્વાસન આપતા ધીમે ધીમે અણગામની નજીક પહોંચ્યા અને પવિત્ર અગ્નિઓને ઘરમાં સ્થાપન કરનારા આહિતાગ્નિ કપિલના ઘરે બેઠા. બ્રાહ્મણીએ ઠંડું જલ આપ્યું, એટલે સીતાએ પીધું, એટલામાં તરત જ અરણ્યમાંથી કપિલ આવી. પહોંચ્યા. વૃક્ષનાં ફલે, યજ્ઞ માટે બાળવાનાં કાછો ઉચકીને લાવેલ તથા કમંડલમાં લાવેલા સીધા-સામાનવાળે તે થાકી ગયો હતો. ઉછવૃત્તિ કરનાર તે અતિ ગુસ્સાવાળે, ખરાબ સ્વભાવવાળો, મુખની આકૃતિથી ઉલ્લઠ જણાતે, કાકડી સરખી આંખવાળો તે કપિલ બ્રાહ્મણ આંગણામાં બેઠેલા અભ્યાગતોને જોઈને રેષાયમાન થઈ બ્રાહ્મણીને ઠપકો આપતા કહેવા લાગ્યો કે, “અરે મહાપાપિણી ! આમને તે ઘરમાં પેસવા કેમ દીધા?” “રસ્તાની ધૂળથી મલિન પગવાળા તમે મારા પવિત્ર અગ્નિહોત્રનું ઘર અપવિત્ર ન કરો, તમે જલ્દી અહીંથી ચાલ્યા જાવ, નિર્લજજ થઈને અહીં બેસી કેમ રહેલા છે?” ત્યારે સીતાએ કહ્યું કે, “વનદવથી જેમ અરણ્ય બળી જાય, તેમ આ દુર્વચનરૂપી અગ્નિથી મારું આ શરીર બળી જાય છે. “હે સ્વામી! જંગલમાં હરણિયા સાથે રહેવું સારું છે કે, જ્યાં ઈચ્છા પ્રમાણે રહી શકાય છે અને આવાં દુર્વચન સાંભળવાં પડતાં નથી.”
ગામવાસી લોકોએ એ બટુકબોલા બ્રાહ્મણને નિવારણ કર્યો, પરંતુ તે દુષ્ટાત્મા કોઈ પ્રકારે સમજે નહીં અને કહેવા લાગ્યો કે, “ઘરમાંથી બહાર નીકળે.” દુર્વચન રૂપી કઠોર પ્રહારથી કોધે ભરાએલા લક્ષ્મણે બે ટાંટીયા પકડી અને નીચે મુખ કરીને તે બ્રાહ્મણને ખૂબ ઘુમાવ્યો. ત્યારે રામે કહ્યું કે, “હે લમણ! આમ કરવું ઉચિત નથી. પાપી અને અપયશના મૂલરૂપ આ બ્રાહ્મણને છોડી દે. કદાચ શ્રમણે. બ્રાહ્મણ, ગાય, પશુ, બાલક, વૃદ્ધ કે તેવા અપંગ કેઈ અપરાધ કરે, તો પણ તે શિક્ષાપાત્ર નથી.” તે બ્રાહ્મણને છોડીને સીતા સાથે રામે અને લમણે બ્રાહ્મણના ઘરને ત્યાગ કરીને ફરી માર્ગ પર પ્રયાણ શરુ કર્યું. જંગલમાં પર્વત કે નદીના કિનારા ઉપર વાસ કરવો સારે છે, પરંતુ હવેથી દુર્જનના ઘરમાં પ્રવેશ નહીં કરીશ.”
તે સમયે વાદળાંની ગર્જનાથી ગડગડાટ કરતે, ચંચલ વિજળીની છટાવાળે, મુશળધાર વરસાદથી રસ્તા તેડી-ફોડી નાખ્યા છે–એ વર્ષો સમય આવી લાગે. તે સમયે સમગ્ર આકાશમાં અંધકાર ફેલાઈ ગયે, સૂર્યનાં કિરણોને પ્રકાશ અદશ્ય થયે, વરસાદના જળથી પૃથ્વી એવી તે છવાઈ ગઈ કે, કૂવાઓ અને સાવ ભરાઈ ગયાં. તે વખતે પાણીથી ભીંજાએલ, વિશાલ, ઘણું પત્રોથી છવાએલ ઘર સરખું મનોહર વડલાનું વૃક્ષ હતું, ત્યાં આગળ તેઓ આવી પહોંચ્યા. ત્યાં ઈભકર્ણ નામના વૃક્ષના સ્વામીએ પિતાના અધિપતિ ઉપરિ દેવને વિનંતિ કરી કે, “હે સ્વામી ! મારું રક્ષણ કરે, મને ઘરમાંથી કાઢી મૂકયો છે.” અવધિજ્ઞાનથી જાણ્યું કે, બલદેવ અને નારાયણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org