________________
: ૨૮૪ :
પઉમચરિય-પદ્મચરિત્ર
મંત્રીઓએ કહેલાં આ ઉપાખ્યાન સાંભળ્યા પછી રામે પ્રતિહારને કહ્યું કે, બિભીષણને જલદી બોલાવી લાવ.” પ્રતિહારથી કહેવાએલ બિભીષણ તરત રામ પાસે આવ્યા અને હર્ષિત મનવાળા તેણે નમસ્કાર કરી અતિનેહથી ખૂબ આલિંગન કર્યું. બિભીષણના ભટને મેળાપ થવાના કારણે વાનરેને આનન્દ થયો. એટલામાં પૂર્ણ થએલ વિદ્યાવાળે ભામંડલ પણ જલ્દી આવી ગયે. એટલે રામ અને લક્ષમણે ભામંડલને વિશેષપણે સન્માન કરી બોલાવ્યો. તેમ જ સુગ્રીવ અને બીજા વાનર સુભટેએ ભામંડલનું વિશેષ સન્માન કર્યું. સેના-સહિત સર્વેએ હંસદ્ધીપમાં આઠ દિવસ પસાર કર્યા. ત્યાર પછી બરાબર સજજ થએલા રામ-લક્ષમણ લંકા તરફ ચાલ્યા. તે યુદ્ધભૂમિના વીશ જન તે રામ તરફની સેનાએ રોક્યા. યુદ્ધભૂમિનું અતિ લાંબું પરિમાણ કેટલું છે, તે જાણવું પણ મુશ્કેલ થઈ પડયું. વિવિધ પ્રકારનાં કરેલાં ચિહ્નો, વિવિધ પ્રકારના હાથી, ઘોડા અને પાયદલ સેના અને વાનરસેના આવતી રાક્ષસોએ દેખી.
સૂર્ય–સમાન વર્ણવાળા મેઘનિભ, ગગનવલ્લભ, કનક, ગન્ધર્વ, ગીતનગર, સૂર્ય, કલ્પવાસી, સિંહપુર, શુભ, ગીતપુર, મન્દિર, બહુનાદ, લક્ષ્મીપુર, કિન્નરગીત, મહાશેલ, સુરનૂ પુર, મલય, શ્રીમાન્, શ્રીપ્રભ, શ્રીનિલય, શશિનાદ, રિપુજય, માર્તડ, ભાવિશાલ, આનન્દ, પરિખેદ, જાતિદડ, જય, અશ્વરત્નપુર વગેરે નગરના અધિપતિ અને બીજા સુભટો પણ આવ્યા. પુત્ર જેમ પિતાની સ્નેહપૂર્વક પૂજા કરે, તેમ આ અને બીજા સુભટ રાજાઓ અને ભટેએ કવચ અને આયુધોથી રાવણની પૂજા કરી. હે મગધપતિ ! બુધજનોના કહેવા પ્રમાણે ચાર હજાર અક્ષૌહિણી સેના રાવણ પાસે હતી. ભામંડલ-સહિત સર્વ વાનરેની ચતુરંગ સેના એક હજાર અક્ષૌહિણી સેના હતી–તેમ કહેવાયું છે. ભામંડલ સહિત વાનરધ્વજવાળા સતત ઉદ્યમી રાજા સુગ્રીવ તેમ જ લક્ષમણ વગેરેથી પરિવરેલ રામ ત્યાં આગળ બેઠા. જ્યારે પુરુષને પ્રબલ પુણ્યોદય પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રબલ શત્રુ પણ મિત્રપણે કે સેવક પણે હાજર થાય છે અને પુણ્યના અસ્તસમયે વિમલ બધુ હોય, તો તે પણ છિદ્રાન્વેષી શત્રુ બની જાય છે. (૬૦)
પદ્મચરિત વિષે “બિભીષણ-સમાગમ' નામના પંચાવનમાં પવન
ગૂજરાનુવાદ સમાપ્ત થયો. [૫૫]
[ ૫૬ ] રાવણની સેનાનું નિર્ગમન મગધપતિ શ્રેણિક રાજાએ ગૌતમ ગણધર ભગવાનને પ્રણામ કરીને ભાવપૂર્વક પ્રશ્ન કર્યો કે, “હે ભગવન્ત! એક અક્ષૌહિણી સેનાનું પ્રમાણ કેટલું છે, તે આપ કહે.” ત્યારે ઇન્દ્રભૂતિ-ગૌતમસ્વામી કહેવા લાગ્યા કે-“આઠ પ્રકારની ગણના, તથા ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org