________________
: ૨૮૨ ઃ
પઉમચરિય-પદ્મચરિત્ર
સરખે ઉજજવલ આપને યશ સમગ્ર ત્રિભુવનમાં ભ્રમણ કરી રહેલ છે, માટે તે સ્વામી ! એક સ્ત્રી ખાતર ક્ષણમાં વિનાશને ન તરે, સીતાને પાછી અર્પણ કરી દે, એનાથી વધારે શું સિદ્ધ થવાનું છે? પાછી અર્પણ કરવાથી તેમાં કેઈ નુકશાન થવાનું નથી, પરંતુ ત્રણે ભુવનમાં કેવલ ગુણની પ્રશંસા ફેલાશે. તમે સુખસાગરમાં અત્યન્ત મગ્ન અને અને વિદ્યાધરોની મહાઋદ્ધિનો ભોગવટો કરો.” બિભીષણનાં આ વચન સાંભળીને ગુસ્સામાં આવેલા રાવણપુત્ર ઈન્દ્રજિતે તેને પ્રત્યુત્તર આપ્યો કે-“અરે! તમને આ બલવાને અધિકાર કેણે આપ્યો છે, જેથી આવું નિર્માલ્ય બોલો છો? જે વરીની બીક લાગતી હોય, યુદ્ધ કરવામાં વધારે પડતા કાયર હો, તે શસ્ત્ર અને સેનાપતિનો દંડ છોડીને જલ્દી ઘરના ખૂણામાં ભરાઈ જાઓ. શસ્ત્રસમૂહ જેમાં ઉપરા ઉપરી આવીને પડતા હોય એવા યુદ્ધમાં શત્રુને મારીને પરાક્રમી પુરુષે નક્કી તલવારથી લક્ષમીને ખેંચી લાવે છે.
આ પૃથ્વીમાં આવું ઉત્તમ સ્ત્રીરત્ન પ્રાપ્ત કરીને શું રાવણ તેને હવે ત્યાગ કરશે? કે તમે આવું વચન બોલે છે ? ત્યારે તિરસ્કાર કરતા બિભીષણે તેને કહ્યું કે“પુત્રપણે ઉત્પન્ન થઈને તું પિતાને વેરી થયો છે. મકાનમાં અગ્નિ સળગ્યો હોય, તેમાં તું ઈન્ફણાં ઉમેરે છે, એવા પ્રકારનાં વચન બોલીને તું અહિતને હિત માનનારે છે. જ્યાં સુધીમાં સુવર્ણથી બનાવેલા મજબૂત કિલાવાળી લંકાને લક્ષમણ બાણથી ન તેડી નાખે, તે પહેલાં તું સીતા રામને સોંપી દો. વજાવ ધનુષને ધારણ કરનાર રેષાયમાન રામ અને લક્ષ્મણ સાથે તમે યુદ્ધભૂમિમાં યુદ્ધ કરવા સમર્થ બની શકશે નહિં. હે વડિલબધુ રાવણ! કપિદ્વીપવાસી ઘણું સુભટો મહેન્દ્ર, મલય, તીર, શ્રીપર્વત, હનુરુહ વગેરે તથા કેલિકિલ, રત્ન, વેલન્ચર, નભસ્તિલક, સબ્બારાગ, તથા દધિમુખ આદિ દ્વીપના અધિપતિ રાજાએ કાયમ તેમના શરણે અને પક્ષે ગયા છે.
આ પ્રમાણે બોલતા બિભીષણને હણવા માટે કેળના અતિશય આવેશમાં આવેલા રાવણે ખળું ખેંચ્યું અને મારવા ઉદ્યત થયે. ક્રોધાવેશમાં આવેલ તે રત્નનો સ્તંભ ઉખેડીને મહાભૂકુટી ચડાવીને મોટાભાઈની સન્મુખ તેમને હણવા માટે દોડ્યો. બંને પરસ્પર યુદ્ધ કરવા ઉદ્યત થયા, ત્યારે કોઈ પ્રકારે એ વચ્ચે પડી તેમને અટકાવ્યા અને ઈન્દ્રજિત્ તથા ભાનુકણે પિતપોતાના ભવનમાં પહોંચાડ્યા. રુછ રાવણે કહ્યું કે,
મારી નગરીમાંથી તે બિભીષણને કાઢી મૂકે, પ્રતિકૂલ માનસવાળા દુષ્ટ અહીં રહીને શું કરવાનું છે? આટલું કહેતાં જ બિભીષણ ત્રીશ અક્ષૌહિણી ઉત્તમ સેના સહિત નગરીની બહાર નીકળી પડ્યો. વજેન્દુ, ઘનભ, વિદ્યુત, પ્રચંડાશનિ, કાલ વગેરે બિભીષણને આધીન રહેનારા ભયંકર મહાસુભટો પિતાના સમગ્ર પરિવાર સહિત વિવિધ યાન, વાહન ઉપર સવાર થઈને આકાશમાગને ઢાંકી દેતા હંસકીપમાં ઉતર્યા.
બિભીષણના સૈન્યને દેખીને ઠંડીના હેમન્ત કાલમાં હિમના પવનથી ઠુંઠવાએલા દરિદ્રોને જેમ પૂજારી થાય છે, તેમ વાનરસેના ધ્રુજી ઉઠી. રામે વાવતે ધનુષ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org