________________
[૫૫] બિભીષણને સમાગમ
: ૨૮૧ :
સુભટોથી ઘેરાએલા લક્ષમણ–સહિત રામ જાણે લોકપાલેથી પરિવરેલા ઇન્દ્ર હોય તેમ શોભવા લાગ્યા. થોડા સમયમાં તે જ્યાં વેલ ધરપુરના સ્વામી સમુદ્રરાજા નિવાસ કરતા હતા, તે મનહર વેલંધર પર્વતની પાસે આવી પહોંચ્યા. ત્યાં વાનરસૈન્યને દેખીને સમુદ્રરાજા એકદમ બહાર નીકળી પડ્યો અને પોતાના સમગ્ર બલ સાથે નલની સામે સંગ્રામ કરવા લાગે.
યુદ્ધમાં નલરાજાએ સમુદ્રને જિતી લીધું અને બાંધીને રામ પાસે લઈ ગયા. રામને પ્રણામ કર્યા, એટલે ફરી પોતાના નગરમાં છોડી દીધું અને રાજ્ય કરવા લાગ્યા. રત્નશ્રી, કમલશ્રી, રત્નશલાકા અને ગુણમાલા નામની ચાર કન્યાઓ સમુદ્રરાજાએ લક્ષમણને આપી. ત્યાં નજીકમાં સુલપુરમાં રાત પસાર કરીને સૂર્યોદય-સમયે જય શબ્દની ઉદઘોષણા મિશ્રિત વાજિંત્રેના મંગલશબ્દો સાથે લંકા તરફ પ્રયાણ ચાલુ કર્યું. ઉત્તમ ભવન અને ઉંચા કિલ્લાવાળી, બાગ-બગીચા-આરામથી અતિશય સમૃદ્ધ એવા પ્રકારની નગરીને વાનરસેનાએ સમુદ્રના મધ્યમાં દેખી. લંકાનગરીની નજીકમાં રહેલ હંસદ્વીપમાં પહોંચ્યા. ત્યાં રહેલ હંસરથ રાજાને જિતને ત્યાં જ તેઓએ પડાવ નાખે. પવન સરખા વેગવાળા એક સેવક પુરુષને રામે ભામંડલ પાસે મોકલ્યો. પહોંચીને તેણે યુદ્ધ વગેરેને સર્વ વૃત્તાન્ત જણાવ્યું. વિવિધ પ્રકારનાં સુકૃત આચરનારા પુરુષે જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં શત્રુઓ ઉપર જય મેળવીને ભેગ-સામગ્રી પ્રાપ્ત કરે છે. તેઓ માટે લોકમાં કઈ પણ કાર્ય અસાધ્ય હોતાં નથી. માટે લોકના નાથ જિનેશ્વર ભગવંતે સેવેલ એવા વિમલ ધર્મનું તમે સેવન કરે. (૪૭) પદ્યચરિત વિષે “લંકા તરફ પ્રયાણુ” નામના ચેપન્નમાં પવને
ગૂજરાનુવાદ સમાપ્ત થયો. [૪]
[૫૫] બિભીષણને સમા.. વાનરસેનાને નજીકમાં આવી પહોંચેલી જાણીને લવણસમુદ્રની વેળાની જેમ આખી લંકાનગરી ખળભળી ઉઠી. ક્રોધાયમાન થએલો રાવણ પોતાનું સમગ્ર સિન્ય એકઠું કરવા લાગ્યા અને દેશના દરેક ઘરમાં સંગ્રામની વાતો ચાલવા લાગી. મોટા મોટા ઢાલ અને વાજિંત્ર સહિત યુદ્ધની મહાભેરી પણ વગડાવી, જે સાંભળીને સુભટે બખ્તર, હથિયાર આદિથી સજજ થઈ સ્વામી પાસે હાજર થયા.
આ બાજુ યુદ્ધ માટે તૈયાર થએલા લંકાના અધિપતિ રાવણને પ્રણામ કરીને નીતિશાસ્ત્રમાં કુશલ બુદ્ધિવાળા બિભીષણે વિનંતિ કરતાં કહ્યું કે હે પ્રભુ ! ઈન્દ્ર સરખી મહાવિપુલ સંપત્તિએ આપને આશ્રય કરેલ છે. ચન્દ્ર, શંખ અને મેગરાનાં પુષ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org