________________
[૫૫] બિભીષણને સમાગમ
: ૨૮૩ :
લક્ષ્મણે સૂર્યહાસ તલવાર ગ્રહણ કરી. વાનરસેનાના બીજા સામતોએ પણ હાથમાં આયુધો ધારણ કર્યા. એટલામાં વાનરસેનાએ આયુધ અને કવચ ધારણ કર્યા, તેટલામાં બિભીષણે રામની પાસે એક દૂત મોકલ્યો. રામને નમન કરીને દૂતે બનેલી સર્વ હકીકત કહી અને સીતાના કારણે ભાઈની સાથે કેવી રીતે વિરોધ થયે, તે સર્વ યથાસ્થિત કહ્યું. “હવે મારા માટે આપ શરણરૂપ છો.” એમ બિભીષણે કહેવરાવ્યું છે, તેમાં સદેહ નથી. માટે હે પ્રભો ! આજ્ઞાદાન આપીને મારું સન્માન કરવા કૃપા કરવી. આ સમયે રામ મંત્રીઓની સાથે મસલત કરવા લાગ્યા, ત્યારે મતિસાગર નામના મંત્રીએ કહ્યું કે, “મારી એક વાત સાંભળે-કદાચ કપટથી રાવણે બિભીષણને મોકલ્યા હશે તો? અથવા મલિન જળ પણ ક્ષણવારમાં નિર્મલતા ધારણ કરે છે. તેનું સમાધાન કરતા શાસ્ત્ર અને આગમમાં કુશલ મતિ સમુદ્ર મંત્રી કહેવા લાગ્યા કે, લોકોમાં એવી વાત ચાલી છે કે, “બે ભાઈઓને વિરોધ થયો છે. બીજું હે પ્રભુ ! એમ પણ સંભળાય છે કે-બિભીષણ ધર્મ અને નીતિમાં બુદ્ધિ રાખવામાં કુશલ છે, તમારા સરખાના આવા ગુણે ઉપર તેને અભાવ થવાનું કોઈ પ્રયેાજન નથી. અથવા તે જગતમાં એક ઉદરથી જન્મેલા હોવા છતાં, લેભથી ક્યાં વિરોધ ઉત્પન્ન થતું નથી ? આ વિષયમાં એક આખ્યાન કહું છું, તે એકાગ્ર ચિત્તથી સાંભળે –
નિમિષ નામની અટવીમાં ગિરિભૂતિ અને ગભૂતિ નામના બે યુવાને રહેતા હતા. ત્યાં સૂરદેવ નામને રાજા અને તેને મતિ નામની પત્ની હતી. પુણ્યોપાર્જન કરવા માટે મતિરાણીએ આ બંને યુવાન બ્રાહ્મણ ભાઈઓને વિશુદ્ધ અને પુષ્કળ કોઈ ન જાણે તેવી રીતે ગુપ્ત સેનાનું દાન આપ્યું. સુવર્ણ દેખીને લેભ ગ્રહથી ગ્રસાએ ગિરિભૂતિ સગાભાઈ સાથે વિરોધ કરવા લાગ્યા અને શત્રુ સરખા પરિણામવાળે બળે. એક બીજુ પણ ઉપાખ્યાન સાંભળે. કૌશામ્બી નગરીમાં મહાધન નામને એક વણિક હતો, તેને કુરુવિન્દા નામની પત્ની હતી. તેઓને બે પુત્રો હતા. એકનું નામ અહિદેવ અને બીજાનું નામ મહાદેવ હતું. પિતા મૃત્યુ પામ્યા પછી વેચવાની વસ્તુઓ લઈને વહાણમાં બેસી બંને પરદેશ ગયા. વેપાર કરી ધન કમાઈને એક કિંમતી રત્ન ખરીદ્યું અને તે ગ્રહણ કરીને પાછા ફર્યા. સાચવતી વખતે જેની પાસે રત્ન હય, તે બીજાને મારી નાખવાના પરિણામ કરે–એમ બંનેને ભાઈ છતાં પરસ્પર લોભવશ હણવાની ઈચ્છા થતી હતી. પોતાના ઘરે આવ્યા પછી બંનેએ રત્ન માતાને અર્પણ કર્યું. તે માતા પણ રત્નના લાભથી પિતાના પુત્રોને ઝેર આપી મારી નાખવા ઇચ્છતી હતી. રેષાયમાન થએલા એવા તેઓએ તે રત્ન યમુના નદીના જળમાં ફેંકી દીધું. માછીમારના હાથમાં આવ્યું, ફરી પણ એ રત્ન તેઓના ઘરે આવ્યું. ફરી બેનના હાથમાં આવતાં તે પણ તેવા જ પરિણામવાળી થઈ. માતા સાથે મસલત કરીને ઉત્પન્ન થએલા વિરાયવાળા તે સર્વેએ રત્નને ચૂર કરીને દીક્ષા અંગીકાર કરી. માટે લાભના કારણે સગા સહોદર હોવા છતાં પણ વિરોધ થાય છે. તેમાં ગિરિભૂતિ અને ગભૂતિ ભાઈઓ તથા બીજા પણ અનેક દાખલાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org