________________
૪ ૨૬૮ :
પઉમચરિય-પદ્ધચરિત્ર
રહેલા બે મુનિવરેને કન્યાઓની સાથે બળતા દેખીને હનુમાનને તેમના પ્રત્યે વાત્સલ્ય પ્રગટયું. વિદ્યાના પ્રભાવથી મેઘની જેમ સમુદ્રમાંથી જળ ખેંચીને મુશલ–પ્રમાણ ધારાવાળી વૃષિ મુનિઓના ઉપર વરસાવી. તે જળપ્રવાહથી સમગ્ર દાવાનળ દૂર થયે, એટલે દેવોએ મુનિવરે ઉપર પુષ્પવૃષ્ટિ કરી. તે સમયે ઉપસર્ગને પાર પામેલી અને સિદ્ધ થએલી વિદ્યાઓવાળી તે કન્યાઓ મેરુને પ્રદક્ષિણા આપીને ફરી સાધુઓ પાસે આવી. ધ્યાનમાં રહેલા મુનિઓને વન્દન કરીને તે કન્યાઓએ હનુમાનની પ્રશંસા કરી કે, હે સાધુ સુપુરુષ! જિનેશ્વરના શાસન વિષે તમારી દૃઢ ભક્તિ છે. તમે જલદી સાધુઓના ઘર ઉપસર્ગ દૂર કર્યા અને અરણ્યમાં બળી જતી અમને પણ તમે બચાવી અને જીવિતદાન આપ્યું. - ત્યાર પછી હનુમાને પૂછયું કે, “અહિં આ વનમાં કેમ રહેલી છે? તમે કયા નગરમાં રહેનાર છે અને કોની પુત્રીઓ છે? તે મને કહે. ત્યારે તેમાંથી એક કન્યાએ ઉત્તર આપ્યો કે –
“હે મહાશય! અમે દધિમુખ નગરના રાજા ગન્ધર્વની ત્રણ પુત્રીએ છીએ. મારું નામ ચંદ્રલેખા, બીજી વિદ્યભા અને ત્રીજી તરંગમાલા નામની કન્યાઓ છીએ અને અમે અમારા ગોત્રને વલ્લભ છીએ. હે સુપુરુષ ! આ ભુવનમાં જેટલા વિદ્યાધરકુમારે છે, તે સર્વે અમારા ખાતર અતિદુઃખિત થયા છે. અંગારક નામને કુમાર અમારી ઘણી જ માગણી કરતા હતા, પરન્તુ ન મળવાના કારણે હંમેશ માટે વિરોધ કરવાની બુદ્ધિવાળ થયે. અમારા પિતાજીએ અષ્ટાંગનિમિત્ત જાણકારને પૂછયું કે, “અમારી પુત્રીએને વર કયા સ્થાનને થશે?” ત્યારે તેણે કહ્યું કે, “જે પુરુષસિંહ સાહસગતિને રણમુખમાં હણશે, તે તમારી પુત્રીઓને ભર્તાર થશે. ત્યારથી માંડીને અમારા પિતાજી ચિન્તા કર્યા કરે છે કે, “આ ભુવનમાં વાયુધ-ઈન્દ્રસમાન કયે પુરુષ સાહસગતિને મારશે? ખેળ કરવા છતાં સાહસગતિને મારનાર અમને કોઈ ન મળે, ત્યારે અમે આ અરણ્યમાં મનગામિની વિદ્યાની સાધના શરુ કરી. ત્યારે અમારા વિરોધી તે પાપી અંગારકે અગ્નિની વર્ષા કરી, જેમાં વન સળગી ઉઠયું. હે પ્રભો ! જે મને ગામિની વિદ્યા છ મહિને સિદ્ધ થાય, તે ઉપસર્ગ સહન કરવાના કારણે અમને જલદી સિદ્ધ થઈ. હે મહાપુરુષ! તમે ખરેખર ધન્યવાદને પાત્ર છે, મુનિવરેનું વૈયાવચ્ચ અને વાત્સલ્ય કરવાથી અમે પણ આ અગ્નિના ઉપસર્ગથી મુક્ત બની શકી.
ત્યારપછી હનુમાને રામનું આગમન વગેરે, સાહસગતિનું મરણ, તથા પિતાને લંકા તરફ ગમન કરવાનું પ્રયોજન વગેરે વૃત્તાન્ત જણાવ્યું. કાર્યનું મહત્ત્વ જાણીને ગધવે તે પ્રદેશમાં આવ્યું, તેણે દેવના આગમન સમાન માટે ભારી ઉત્સવ કર્યો, કન્યાઓને લઈને રામની પાસે ગયા અને પ્રણામ કરીને આગમનનું સર્વ કારણ નિવેદન કર્યું. આ અને બીજી વિભૂતિઓનું સેવન કરતા હોવા છતાં રામ ત્રણે લોકને સીતા વગર શૂન્ય સરખું માનતા હતા. અહે! સુકૃતના ફલથી લોકે સદા સુન્દર પ્રીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org