________________
: ૨૭૮ :
૫૯મચરિય-પદ્મચરિત્ર સહિત રામ અને લક્ષમણ એકદમ અહિ આવશે, જેને પર્વત જેમ મેઘને રોકી શકો નથી, તેમ તેમને રોકવા તું સમર્થ થવાનું નથી. અતિશય સ્વાદિષ્ટ અમૃત સરખા આહારથી કઈ તૃપ્તિ પામતા નથી, તે પુરુષ ઝેરના એક બિન્દુથી નાશ પામે છે, જેમ અનેક ઈમ્પણથી અગ્નિ તૃપ્તિ પામતો નથી, તેમ હજારે યુવતીઓ સાથે હંમેશાં ભોગો ભોગવવા છતાં તું પરનારીના કરેલા પ્રસંગથી એ જ પ્રમાણે વિનાશ પામીશ. વિનાશ-કાળ આવવાને હેય, ત્યારે મનુષ્યોની બુદ્ધિ પણ નકકી વિપરીતા થાય છે. પૂર્વકર્મના યોગે તેમાં કંઈપણ પરિવર્તન કરી શકાતું નથી. જે કેઈ, પરસ્ત્રી સાથે સંસર્ગ કરવાની અભિલાષા કરે છે, કે સંસર્ગ કરે છે, તેનું મૃત્યુ નજીક આવે છે અને મર્યા પછી હજારો દુખપૂર્ણ નરકગતિ પ્રાપ્ત કરનાર થાય છે. હે રાવણ! રત્નશ્રવા વગેરે સુભટના ઉત્તમકુળમાં જન્મ પામવા છતાં અનીતિ કરનાર અધમપુત્ર થઈને તમે તેમના કુલનો વિનાશ કર્યો.” આટલું કહેતાં જ ગુસ્સામાં આવેલ રાવણ કહેવા લાગ્યો કે, “દુર્વચનથી ભરેલા આને નગરના મધ્યભાગમાં લોકેની નજર સમક્ષ માર મારે. મજબૂત જાડી સાંકળથી બાંધીને તેને નગરના દરેક પાસેથી ચલાવો, શ્રેષ્ઠ નાગરિકેથી તિરસ્કાર કરાએલો તે ભલે શોક પામે.”
આટલું રાવણે કહેતાં જ હનુમાન તરત રેષાયમાન થયે, ઉત્તમ સાધુ જેમ નેહપાશને એકદમ તોડી નાખે, તેમ હનુમાને સાંકળનાં સર્વ બન્ધને તોડી નાખ્યાં. ત્યાર પછી આકાશતલમાં ઉડીને રત્નથી આશ્ચર્યકારી હજાર સ્તંભેથી નિર્માણ કરેલ રાવણના ભવનને હનુમાને પાદપ્રહારથી ઉડાડી મૂકયું. મહેલનું પતન થયું, ત્યારે ઊંચા કિલ્લા સાથે અત્યન્ત નિયંત્રિત હોવા છતાં પણ સમુદ્ર સહિત સમગ્ર પૃથ્વી પણ ધ્રુજાવી નાખી. અનેક ભવને અને તોરણવાળી લંકાનગરીને કિલ્લા-સહિત તેડી ફેડીને ખંડિયેર જેવી બનાવીને શત્રુના પક્ષનો ભય રાખ્યા વગર હનુમાન આકાશમાં ઉડ્યો. ત્યારે સીતાને મજોદરીએ કહ્યું કે, “હે ભદ્ર! એ હનુમાન બન્ધન તોડીને કિષ્કિબ્ધિપુર તરફ ગયે. અહિંથી નીકળીને તે તરફ જતા હનુમાનને દેખી આનન્દ્રિત થએલી સીતાએ પુષ્પાંજલિ સમર્પણ કરી અને કહ્યું કે, “તને હંમેશાં ગ્રહો અનુકૂલ થાઓ તથા કાયમ તું વિજ્ઞ વગરનો થા.”—આ પ્રમાણે પુણ્યકર્મ કરનારની કીર્તિ સર્વત્ર વિસ્તાર પામે છે, શત્રુએ મજબૂતપણે બાંધ્યો હોય, તો પણ તે જલ્દી બન્ધનથી મુક્ત થાય છે. અહિં જેઓ વિમલ આચરણ કરનારા ભવ્ય જ હોય છે, તેઓ વિવિધ સુખનાં નિધાને પ્રાપ્ત કરે છે. (૧૪૯). પદ્મચરિત વિષે “ હનુમાનનું લંકાગમન' એ નામના ચેપનામા પવને આગમેદારક આ. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રીહેમ
સાગરસૂરિએ કરેલ ગૂર્જરાનુવાદ પૂર્ણ થયે. [૫૩] [સં. ૨૦૨૫ પ્ર. આષાઢ શુક્લ ૧ રવિવાર ભાયખાલા-જૈનમન્દિર...]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org