________________
[૫૩] હનુમાનનું લંકા-ગમન
* ૨૭૧ :
કે, “પારકી સ્ત્રીને સમાગમ બંને લેક માટે દુઃખદાયક છે અને વિરુદ્ધ કહે છે. જેમ પર્વત નદીઓનું મૂળ ગણાય છે, તેમ મર્યાદાઓનું મૂળ રાજા ગણાય છે. જે તે જ અનાચારી બને છે, પછી લોકમાં વિશેષ અનાચાર ફોલે-ફૂલે છે. ચંદ્ર, શંખ અને માગરાના પુષ્પ સરખે ઉજજવલ તમારે યશ સમગ્રપણે ભુવનમાં ભ્રમણ કરે છે, એ જ યશ પરનારીના સંગથી કાજળ જે શ્યામ હવે રખે ન થાય. પુત્ર, પત્નીઓ અને સ્વજન-સહિત ઈન્દ્ર સરખો વૈભવ અને રાજ્ય તમો ભોગ–એમ કહીને રાવણને સમજાવો કે, “સીતા રામને અર્પણ કરી દે.” હનુમાને કહેલાં આ વચને સાંભવળીને બિભીષણે કહ્યું કે, મેં તે પ્રથમથી જ આ વાત તેને કહેલી જ છે, પણ ત્યારથી મારી સાથે પણ બોલતા નથી. અને સીતાને આપવા ઈચ્છતા નથી. હે હનુમાન ! ફરી પણ તમારા કહેવાથી રાવણની પાસે જઈને કહું છું, પરંતુ માનથી ગર્વિત મતિવાળો પિતાને કદાગ્રહ છોડશે નહિં.
આ વચન સાંભળીને હનુમાન વિવિધ પ્રકારના વૃક્ષોથી આચ્છાદિત નંદનવન સરખા મનહર પદ્ધ નામના ઉદ્યાનમાં ગયો. ત્યાં પ્રવેશ કરતાં જ નિર્ધમ અગ્નિ સરખી ચિન્તાગ્નિમાં બળતી, ડાબા હાથમાં મસ્તક સ્થાપીને બેઠેલી, વિખરાએલા કેશવાળી, ગળતા અશ્રવાળી સીતા જોવામાં આવી. ધીમા પગલે ચાલતા આદર પૂર્વક પ્રણામ કરીને હનુમાને તરત સીતાના ખોળામાં મુદ્રિકા મૂકી. તેને ગ્રહણ કરીને હર્ષવશ ખડાં થએલાં દેહના રોંમાચવાળી સીતાએ હનુમાનને યાદગિરી માટે ઉત્તરીય વસ્ત્ર આપ્યું.
સીતા અત્યારે ખુશ ખુશાલમાં આવી ગઈ છે –એમ સાંભળીને તરત સખીઓથી પરિવરેલી મર્દોદરી તે સુન્દર ઉદ્યાનમાં આવી પહોંચી. ત્યારપછી અગ્રરાણી–મદરીએ સીતાને કહ્યું કે, “હે બાલા ! તે અમારા ઉપર મેટ અનુગ્રહ કર્યો, હવે શેક છેડીને લાંબા કાળ સુધી દેશમુખ પતિ સાથે ભેગ ભેગવ. ત્યારે કપ પામેલી સીતાએ તેને કહ્યું કે-“હે ખેચરી ! પતિના સમાચાર આવવાથી અત્યારે તુષ્ટ મનવાળી અને રોમાંચિત દેહવાળી હું થઈ છું.” આ સાંભળીને મંદદરી અતિવિસ્મય પામી. શંકાને ત્યાગ કરીને સીતાએ હનુમાનને પૂછયું, પૂછતાં જ ઉત્તમ કડાં, કુંડલ અને આભૂષણ પહેરેલા હનુમાને પિતાનું કુલ, પિતા અને માતાનાં નામે જણાવ્યાં કે, “હું પવનંજયને પુત્ર, અંજનાની કુક્ષિથી જન્મેલે, સુગ્રીવ રાજાને સેવક છું અને મારું નામ હનુમાન છે. ત્યાર પછી પવનપુત્ર હનુમાને સીતાને કહ્યું કે, “રામ તમારા વિરહથી વિભાવવાળા શયન અને આસનમાં એક ક્ષણ પણ ધીરજ ધારણ કરી શકતા નથી, ગન્ધર્વની કથા કે ગીત સાંભળતા નથી. બીજા કેઈને જવાબ આપતા નથી, માત્ર એગમાં બેઠેલા મુનિ જેમ સિદ્ધિનું ધ્યાન ધરે, તેમ માત્ર એકલું તમારું ચિન્તવન કરે છે.”
આ વચન સાંભળીને અશ્રુજળ વહેતા નેત્રયુગલવાળી સીતા શેક પામી અને ફરી પણ રામના સમાચાર પૂછવા લાગી. લક્ષમણ-સહિત રામને કયા પ્રદેશમાં દેખ્યા?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org