________________
૬ ૨૭૪ :
પઉમચરિય–પદ્મચરિત્ર
પહોંચી જાઓ. હે હનુમાન ! મારા વચનથી પ્રણામ પૂર્વક તમે આ અભિજ્ઞાનરૂપ વચને કહીને વિશ્વાસ ઉત્પન્ન કરીને જણાવજે કે, “તે પ્રદેશમાં મહાન ગુણોવાળા ચારણશ્રમણને મેં તથા તમે ઉત્કૃષ્ટ ભક્તિ–રાગથી વન્દના કરી હતી.
હે મહાયશ ! જેમ ગાડિક સર્ષને વશ કરે, તેમ નિર્મલ જળવાળા પદ્મસરવરમાં મદ ઝરતા ગંડસ્થલવાળા વનના હાથીને વશ કર્યો હતો, તે સ્વામી ! પુપના ભારથી નમી ગએલી, મીઠી સુગન્ધવાળી, ભમરાના ગુંજારવના સંગીતથી શબ્દાયમાન એવી ચન્દનલતાનું આપે ભુજાથી આલિંગન કર્યું હતું. પદ્મસરેવરના કિનારા ઉપર ઉભા રહેલા આપે તે વખતે ઈષ્યવશ અત્યન્ત કમલ હાથેથી પાસે રહેલ કમલનાલથી મને હણી હતી. હે નાથ ! પર્વતની ઉપર મેં પૂછેલ, ત્યારે આપે કહેલ કે, “હે ભદ્ર! જે આ નીલ અને ઘન પાંદડાવાળું વૃક્ષ છે, તે નક્ટિવૃક્ષ છે. કર્ણરવા નામની નદીના કિનારા ઉપર મધ્યાહ્ન સમયે આપણે બંનેએ મુનિઓને દાન આપ્યું હતું. તે સમયે
અહે ! દાનમ” એવી ઉદષણા થઈ હતી, સુવર્ણ સહિત રત્નવૃષ્ટિ થઈ હતી, મીઠી ગન્ધથી સુગન્ધિત પવન વાતો હતો. આકાશમાં દેવોએ દુંદુભિ વગાડી હતી. તે સમયે તેજથી ઝળહળતું આ ચૂડામણિરત્ન પ્રાપ્ત થયું હતું, તે રૂ૫ અભિજ્ઞાન હે કપિધ્વજ ! મારા પતિ માટે લઈ જાઓ.” આ પ્રકારે સર્વ પરિચય અને ઓળખાણ વિશ્વાસ માટે આપ્યો. ત્યારે હનુમાન ચૂડામણિ ગ્રહણ કર્યું અને રુદન કરતી સીતાને મધુર વચને કહીને શાન્તિ પમાડી. “હે સ્વામિની! તમે ઉદ્વેગ ન પામો, હું થોડા દિવસમાં વાનરસેન્ય સાથે રામને અહિં લાવીશ.” સીતાને પ્રણામ કરીને જલ્દી તે પ્રદેશમાંથી નીકળ્યો, ત્યારે ઉદ્યાનમાં રહેલી સ્ત્રીઓએ હનુમાનને છે. તેઓ પરસ્પર વાત કરવા લાગી કે, શું નન્દનવનની શંકાથી કઈ ઉત્તમદેવ તે વિમાનમાંથી નથી ઉતરી પડ્યો?
હનુમાન–સંબન્ધી સમગ્ર વૃત્તાન્ત રાવણે સાંભળ્યા પછી પોતાના સેવકનું સૈન્ય મોકલાવી જણાવ્યું કે, “તે દુષ્ટને મારી હાંકી કાઢે.” રાવણની આજ્ઞાથી શસ્ત્રો ગ્રહણ કરીને ઘણું સેવકે ત્યાં આવી પહોંચ્યા. તેઓને દેખીને હનુમાન વૃક્ષોને મૂળમાંથી ઉખેડવા લાગે. પુષ્પ અને ફલેને ભારથી નમી પડેલા અશોક, પુન્નાગ, નાગ, અર્જુન, કુન્દ, મન્દાર, આંબે, ચૂત, દ્રાક્ષ, રુદ્રાક્ષ, કરંટક, કુંજક, સપ્તપર્ણ, તાડ, દેવદારુ વગેરે મોટા મોટા વૃક્ષે, માલતી, જુઈ, નવમાલિકા, કન્દલી, મલિકા, સિન્દુવાર, કુટંકા તથા પ્રિયંગુ વૃક્ષ, બકુલ, તિલક, ચમ્પક, લાલ કોરંટક, નાલિયેરી, કટાહ, ધાતકી, માતકી, કેતકી, ઉત્તમ સોપારી, ખિરની, પાટલી, બિલ્વ, અંકેડ, કોઠા, વડ, ખાખરે, કચનાર, સહકાર આવા અનેક વૃક્ષોને બગીચામાંથી મૂળમાંથી તેડી ફોડીને ઉખેડી નાખ્યા. ચંચળ હાથને પહોળા કરી વૃક્ષને ખેંચીને જડમૂળથી ઉખેડી નાખ્યા. પાદપ્રહારથી ટુકડે-ટુકડા કરી નાખ્યા. જલ્દી તેને બ્રમણ કર્યા, અવ્યવસ્થિત છિન્ન-ભિન્ન કરી નાખ્યા, તેડી-ફાડી નાખ્યા, ગુડી નાખ્યા; જેથી ડાળીઓમાંથી ઘણાં પત્રો અને ફળ તૂટી ગયાં અને ભૂમિ પર તેના ઢગલા થયા. અત્યન્ત સુગન્ધિ પુષ્પોની વૃષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org