________________
[૫૩] હનુમાનનું લંકા-ગમન
૨૭૩ :
કરનારાઓએ દૂત તરીકે–સંદેશવાહક તરીકે નીમેલા છે. ત્યારે હનુમાને “પ્રત્યુપકાર હંમેશા કરવો જોઈએ” એમ કહેતાંક માદરીને કહ્યું કે, “હે મુગ્ધા! આ વાત તું કેમ ભૂલી ગઈ? હે મોદરી! તમે તમારા સૌભાગ્યને ફોગટ ગર્વ કરે છે, તમે મુખ્ય પટ્ટરાણી બની પતિનું તીકમ કરે છે. ત્યારે મોદીએ હનુમાનને કહ્યું કે, “તમે દૂત તરીકે સીતાની પાસે આવ્યા છે–એમ રાવણ જાણશે, તો તે તમારા પ્રાણનું અપહરણ કરશે. જેઓએ રાવણને છોડીને રામનું સેવકપણું સ્વીકાર્યું છે, તે સર્વે વાનરે યમરાજાના મન્દિરે પહોંચવાના માર્ગે ચડેલા સમજવા.”
મÈદરીનાં વચન સાંભળીને વૈદેહી કહેવા લાગી કે-“હે ખેચરી ! જગક્રિખ્યાત મારા પતિની તું નિન્દા કરે છે? યુદ્ધમાં જેના વજાવ ધનુષના ટંકારવ સાંભળીને સમગ્ર સુભટ અભિમાન વગરના થઈ ભયરૂપી વરના રેગથી ગ્રહિત થઈને કંપવા લાગે છે. વળી મેરુ સરખા ધીર ગંભીર લક્ષમણ જેના બધુ છે, જે શત્રુને ક્ષય કરવામાં એકલા જ તેવા સમર્થ છે. વધારે કહેવાથી શું ? હમણાં જ મારા ભર્તાર સમુદ્રને ઓળંગીને વાનરસેના સહિત આવી પહોંચશે. નિરતરાય ધર્મ કરનાર મારા નાથ થોડા દિવસોમાં અહિં આવી પહોંચશે અને સંગ્રામમાં તારા નાથનો વધ મારા નાથ વડે થએલે હું જોઈશ.” કાનથી ન સાંભળી શકાય તેવું વચન સાંભળીને રેષાયમાન થએલી, હજાર યુવતીઓથી પરિવરેલી મન્દોદરી સીતાને મારવા ઉદ્યત થઈ. દુર્વચન અને હશે. લીથી મારવા માટે જેટલામાં તૈયાર થઈ, તેટલામાં જેમ નદી વચ્ચે ઉંચો પર્વત ઉભે હોય, તેની જેમ તે બંને વચ્ચે હનુમાન ઉ રહ્યો. મન્દોદરી સહિત તે સર્વેને આકરો ઠપકો આપી તિરસ્કારી એટલે મન્દાદરીએ રાવણ પાસે પહોંચી હનુમાન આવ્યાના સ્પષ્ટ સમાચાર આપ્યા. હનુમાને સીતાને વિનંતિ કરી કે, તમે જે પ્રતિજ્ઞા કરી હતી, તે હવે પૂર્ણ થઈ છે, માટે તમે પારણું કરી ભોજન ગ્રહણ કરો.”
સીતાએ પારણનો નિશ્ચય કર્યો, એટલે હનુમાન પડાવમાંથી હનુમાનના કુલની બાલિકાઓ ઉત્તમ પ્રકારની રસવતી બનાવીને લાવી. એ સમયે સૂર્યોદય થઈ ગયે. સીતાએ આપેલ અનુમતિપૂર્વક હનુમાન વગેરે સુભટોએ પણ ઉત્તમ પ્રકારને આહાર કર્યો. તેટલામાં ત્રણ પહોર પસાર થયા. સ્થાન પર કચરો દૂર કરી, લિંપીને હૃદયમાં રામનું
સ્મરણ કરીને વિવિધ પ્રકારના રસ-મિશ્રિત તૈયાર કરેલા ઉત્તમ આહારનું સીતાએ ભોજન કર્યું. જનવિધિ પૂર્ણ થયા પછી હનુમાને સીતાને વિનંતિ કરી કે- મારી ખાંધ પર બેસી જાવ, તે તમારા પતિ છે, ત્યાં તમને લઈ જાઉં.” રુદન કરતી સીતા કહેવા લાગી કે, આમ વ્યવહાર કરે, તે મને યુક્ત નથી લાગતું. કારણ કે, “પરપુરુષને સ્પર્શ કરે તે જ અનુચિત છે, તે પછી ખાંધ પર આરોહણ કરવું, તે તે બની શકે છે ક્યાંથી ? પરપુરુષને વળગીને જવા માટે મનથી પણ ત્યાં જવા વિચારતી નથી જ. કાં તે અહીં ભલે મરણ થાય, અગર રામ જાતે આવીને મને લઈ જાય. હે હનુમાન! રાવણ જ્યાં સુધીમાં તમને કંઈ ઉપદ્રવ ન કરે, ત્યાં સુધીમાં નિર્વિદને જદી કિષ્કિબ્ધિ
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org