________________
: ૨૭૨ :
પઉમચરિય-પદ્મચરિત્ર
હે સુન્દર ! તેમનાં અંગેા અખડિત છે ને ? અથવા મહાશાકમાં ડૂબેલા છતાં શરીરે કુશળતા તા છે ને ? અથવા વિદ્યાધરાએ લક્ષ્મણને માર્યા છે, તે જાણીને શાકાત રામે મારી ચિન્તાના ત્યાગ કરીને દીક્ષા અંગીકાર તા નથી કરીને ? અથવા મારા વિરહમાં શિથિલ અનીને વનમાં ચાલ્યા ગયા છે કે શું? હે ભદ્ર! આ અ`ગુલિમુદ્રિકા તને કેવી રીતે પ્રાપ્ત થઈ છે ? તેમની સાથે તત્કાલ તમારા પરિચય કેવી રીતે થયા ? કારણ વગર આ સમુદ્રનુ` ઉલ્લઘન કરી કેવી રીતે આવી શકયા ? હે સુન્દર ! તમે સાચા શ્રાવક છે. હું આ સર્વાં વૃત્તાન્ત વિસ્તારથી સાંભળવાની ઇચ્છાવાળી છું. હવે તમે કહેવામાં વિલમ્બ ન કરે.'
હવે હનુમાન કહેવા લાગ્યા કે હે સ્વામિની ! સાંભળેા, ત્યાં જંગલમાં લક્ષ્મણે સૂર્યહાસ ઉત્તમ તલવાર ગ્રહણ કરી, ત્યાર પછી ચન્દ્રનખાએ પેાતાના પુત્રને વધ દેખ્યા, એટલે રાધે ભરાએલીએ પતિને વાત કરી, ક્રમે કરીને રાવણ પાસે સમાચાર પહેાંચ્યા. જેટલામાં રાવણ આવે, તે પહેલાં ખરદૂષણ આવીને લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેટલામાં લંકાધિપતિ ઉતાવળા ઉતાવળા તે સ્થળે આવ્યા, પરંતુ તમને દેખ્યાં કે, તે તમારા ઉપર અત્યંત સ્નેહવાળા થયા. રાવણે સિંહનાદ છેડ્યો, તે સાંભળી રામ ‘લક્ષ્મણ સ`કટમાં છે.' એમ સમજી રણમુખમાં ગયા. ત્યાં એકલાં પડેલાં તમને અપહરણ કરીને રાવણુ લઇ ગયા. લક્ષ્મણે રામને જોતાં જ તરત પાછા સીતા પાસે માકલી આપ્યા, પાછા રામ આવીને દેખે છે, તે તમાને ન જોયાં, એટલે રામને મૂર્છા આવી ગઇ. ભાન આવ્યું ત્યારે તમને શેાધવા જતાં માગમાં ઘવાએલા જટાયુ પક્ષીને જોચે!. મરતાં તે સાધર્મિકને પચનમસ્કાર-મ'ત્ર રામે સ'ભળાવ્યા. ખરદૂષણને મારીને પાછા આવતા લક્ષ્મણે તે સ્થાનમાં તમારા વગર રામને એકલા જોયા. સુગ્રીવ સાથે કિષ્કિંધિનગરીમાં આવ્યા, સાહસગતિ-માયાવી સુગ્રીવને મારી નાખ્યા. રત્નકેશીએ સ્પષ્ટ રૂપમાં કહેલ ઉપકારનેા બદલા વાળવા માટે વિડેલાએ મને મેાકલ્યા છે. હું રાવણુ પાસે પ્રીતિથી છેાડાવવા માટે આવેલા છું, પણ કલહ કરીને નહિ. ‘નીતિપૂર્વક શુભ નિષ્ઠાથી કાર્ય કરનારને કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે.' ધીર, દયાળુ, સત્યવાદી અને ધર્માંના વિવેકને સમજનાર તે વિદ્યાધરરાજા મારુ કથન જરૂર સાંભળીને તે પ્રમાણે કરશે. ઉત્તમ કુલમાં જન્મેલ, ઉત્તમચરત્રશાલી, લેાકમાં ઉત્તમ, અપકારથી ડરનાર નક્કી તમને સમર્પણ કરશે.
તે સાંભળી આનન્દમાં આવેલી સીતાએ પૂછ્યું કે, ‘ હે હનુમાન ! તમારા જેવા કેટલા સુભટો મારા પ્રિય પાસે છે ? ' ત્યારે વચમાં મન્દોદરી કહેવા લાગી કે, · હૈ ખાલા ! મારી વાત સાંભળ ! વાનરામાં આના સરખા મહાસુભટ કોઇ નહીંહશે. કારણ કે, તેણે રાવણના પક્ષ લઈને વરુણ સાથે મહાયુદ્ધ કર્યું હતું અને તે વખતે ચન્દ્રનખાની પુત્રી અનંગસુમા નામની કન્યા મેળવી હતી. સમગ્ર જીવલેાકમાં વાનરધ્વજ હનુમાન પ્રસિદ્ધિ પામેલા છે. આવા ગુણવાળા હોવાથી પૃથ્વી પર ભ્રમણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org