________________
: ૨૭૦ કે
પઉમચરિય-પદ્મચરિત્ર
સરખી લંકાસુન્દરીને દેખી. કાન સુધી પહોંચે તેવા દષ્ટિ–વિકારથી ઉત્પન્ન થએલા કટાક્ષરૂપી તીણ બાણથી હું એટલે ભેદાયે તેટલો બીજા બાણથી ન ભેદાયે. હજારો બાણોથી વિંધાઈને યુદ્ધમાં મરણ પામવું સારું છે, પરંતુ આના વગર દેવલોકમાં પણ જીવવું શક્ય નથી. જ્યારે હનુમાન મનમાં તેને વિચારતો હતો, ત્યારે કામથી પ્રેરાએલી અને હનુમાનને પણ સુન્દર આકારવાળો દેખી તે લંકાસુન્દરી પણ એકદમ તેના તરફ સ્નેહવાળી બની. તે વિચારવા લાગી કે, “અહીં આની સાથે ભેગ ન ભેગવું તે ખરેખર મારે આ લેક તદ્દન નિષ્ફલ થાય.”
| વિકસિત કમલ સરખા વદનવાળી લંકાસુન્દરીએ તેને કહ્યું કે, “આજ સુધી દે પણ મને જિતી શક્યા ન હતા, પરંતુ તે સ્વામી! તમે મને જિતી ગયા છે.” ત્યાર પછી તે નજીક આવી એટલે હનુમાને પિતાના ખોળામાં બેસાડી, કામદેવે જેમ રતિને તેમ તેણે બે બાહુથી તે બાલાને આલિંગન કર્યું. બંને ગાઢ પ્રીતિથી સ્નેહથી વાતચીત કરવા લાગ્યા, એમ કરતાં દિવસ આથમવા આવ્યા અને સૂર્ય અસ્ત થયા. ત્યાર પછી વિદ્યાબલથી આકાશમાં વાદળ વગેરેને ખંભિત કરીને દેવનગરી સમાન મનહર વિશાળ નગરની રચના કરી. ત્યાં રાત્રે વાસ કરીને પ્રભાત-સમયે સૈન્ય સહિત હનુમાને જવાની તૈયારી કરી અને લંકાસુન્દરીને કહ્યું-કે, “સુન્દરિ ! ટૂંકાણમાં તેને હકીકત કહું, તે સાંભળ. અરણ્યમાંથી સીતાનું અપહરણ થયું છે, તેથી મને રાવણની નગરીમાં જલદી મોકલ્યો છે. હે કૃશોદરિ! સુગ્રીવના ઉપર કરેલા ઉપકારનો પ્રત્યુપકાર કરવા માટે હું લંકાનગરી તરફ જઈ રહેલો છું, સર્વ વૃત્તાન્ત તેને કહીને પ્રચંડ પવન સરખા વેગવાળે તે તેની સાથે ત્રિકૂટ શિખર તરફ જલદી ચાલ્યો. આ પ્રમાણે કર્મની વિચિત્રતા તે દેખે કે, હનુમાન સાથે વિરોધ કરનારી લંકાસુન્દરીએ પ્રિય હનુમાનના સંગમની ભક્તિના કારણે ઉત્પન્ન થએલો સમગ્ર યશ પ્રાપ્ત કર્યો, તથા વિમલ સ્નેહ અને વિચિત્ર રતિને વ્યવહાર કર્યો. (૨૯)
પદ્મચરિત વિષે “કન્યા-લાભ અને લંકા તરફ પ્રયાણુ’ નામના
બાવનમા પર્વને ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૫૨].
[૫૩ ] હનુમાનનું લંકા-ગમન હે શ્રેણિક ! ત્યારપછી હનુમાન લંકાનગરીએ પહોંચી ગયું અને સાથેના સૈન્યપરિવારને નગર બહાર રાખીને એકલાએ બિભીષણના મહેલમાં પ્રવેશ કર્યો. બિભીષણે હનુમાનને દેખીને તેને સત્કાર કર્યો, બેસીને વાતચીત કરતાં પિતાને આવવાનું પ્રજન જણાવ્યું. “હે બિભીષણ! મારા વચનથી લંકાના સ્વામીને આ પ્રમાણે જણાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org