________________
[૫૧] રાઘવને ગધવ–કન્યાઓને લાભ
: ૨૬૯ * વાળા અને વિયેગરહિત થાય છે, માટે જિનેશ્વરના શાસનમાં કહેલા ધર્મની આરાધના કરો અને હંમેશાં વિમલ સુખને અતિશય આનંદ સે. (૨૭) પદ્મચરિત વિષે ગન્ધર્વ–કન્યાઓને લાભ નામના એકાવનમાં
પવને ગુર્જરનુવાદ પૂર્ણ થયો. [૫૧]
[ પર] હનુમાનને લંકાસુન્દરીને લાભ આકાશમાર્ગે ચિત્રકૂટ તરફ જતા હનુમાને ધનુષના આકારવાળા ઉંચા કિલ્લાથી તેને ગમનમાર્ગ રેકાઈ ગયો. પૂછયું કે, મારા સૈન્યના ગતિમાર્ગને રોકનાર કેણ છે? તેની તમે જલ્દી તપાસ કરે, જેથી તેને હું વિનાશ કરું. મહામતિ નામના હનુમાનના મંત્રીએ કહ્યું કે, રાક્ષસોએ માયાથી આ વિશાલ કિલ્લા બનાવ્યા છે. ત્યારે તેણે તેના પર દષ્ટિ નાખી, ઘણું કૂટયંત્રના સમૂહથી વ્યાપ્ત, દાઢેથી દબાવેલા ઓષ્ટવાળા, આશાલિકા વિદ્યાથી યુક્ત વિશાલ મુખવાળા ભયંકર સર્પની ફણાથી બિહામણા છોડેલા કૂકારના ઝેરથી સમુજજવલિત, પ્રલયકાળના શ્યામ મેઘ-સમાન ભગળવાળા એવા ભયંકર કિલ્લામાં ચારે તરફ દેખાયા.
વાકવચના દેહવાળા હનુમાન કિલ્લામાં રહેલા યંત્રને તોડીને તેમ જ હાથમાં ગદા લઈને સર્પિણીના મુખમાં પ્રવેશ કર્યો. નખથી તેની કુક્ષિ ફાડી નાખીને જલ્દી તેમાંથી નીકળી ગયો. ફરી ફરીને ગદા ઠેકી ઠોકીને કિલ્લાના ચૂરેચૂરા કરી નાખ્યા. આશાલિકા વિદ્યાને માટે શબ્દને અવાજ સાંભળીને કિલ્લાની રક્ષા કરનાર વજમુખ પિતે કેધે ભરાઈને ઉભે થયે. આયુધથી સજજ હનુમાનના સુભટોને દેખીને તે પ્રતિપક્ષના સૈન્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા. આનું વધારે વર્ણન કેટલું કરવું? તે યુદ્ધ એવું થયું કે, તત્કાલ જાણે નૃત્ય કરતાં ધડેનું નાટ્ય ચાલતું ન હોય? અર્થાત્ ઘણાનાં મસ્તકે ધડથી જુદાં પડી ગયાં.
આવા ભયંકર યુદ્ધમાં તે સમયે મારુતિ-હનુમાને અતિશય તીર્ણ ચકથી એકદમ વજકર્ણનું મસ્તક છેદી નાખ્યું. પિતાને વધ દેખીને શેકાગ્ર મનવાળી કેપ વહન કરતી લંકાસુન્દરી નામની પુત્રી રથમાં આરૂઢ થઈને આગળ આવી અને કહેવા લાગી કે, “હે હનુમાન ! ઉભું રહે, ઉ રહે, મારી સામે આવ, તેં મારા પિતાને મારી નાખ્યા છે, તે હું પણ બાપુના ઘાથી તને ભેદીને જલદી યમરાજાના સ્થાનમાં એકલું છું. એટલામાં તે બાલા બાણ ફેંકે છે, તે પહેલાં તો હનુમાને તેનું ધનુષ છેદી નાખ્યું, પછી શક્તિ મોકલી તે પણ બાણોથી રોકી રાખી, વિદ્યાબલવાળી અને વિજળી સરખા ચપળ હસ્તવાળી ધમાં આવી તેણે હનુમાન ઉપર મગર, બાણ, ઝસર, લિંડિમાલ વગેરે શો ફેંક્યા. તે સમગ્ર આયુધોને પિતાના બાણથી છેદીને યુદ્ધમાં શ્રીદેવીના રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org