________________
: ૨૬૬ :
પઉમચરિય-પદ્મચરિત્ર
તું મરણ પામીશ, એમાં સÈહ નથી, તે પણ સમાધિમરણ માટે હાલ તું પ્રાણ ધારણ કરી રાખજે. હે સુન્દરિ! જે કે લેકમાં ઈષ્ટને સમાગમ દુર્લભ છે, તે પણ તેમાં દુર્લભ ધર્મ એ વધારે દુર્લભ છે અને તેમાં પણ જિનમતમાં સમાધિમરણ અધિકતર દુર્લભ છે. માટે હે સુન્દરિ! અનાર્ય–રાક્ષસદ્વીપમાં મરણ ન પામીશ, એટલામાં તે હું વાનર સહિત તારી પાસે આવી જઈશ. વિશ્વાસ ઉત્પન્ન કરનાર આ મારી મુદ્રિકા લઈ જા અને તેને બતાવજે, તેમજ તેની પાસે રહેલ ચૂડામણિ મારા માટે લાવજે.” જેવી આપની આજ્ઞા-એમ કહીને હનુમાને રામને પ્રણામ કર્યા એટલે લક્ષ્મણે અને એ જ પ્રમાણે બાકીના સુભટોએ પ્રણામ કર્યા અને બોલાવ્યા. હનુમાને સુગ્રીવને કહ્યું કે, “જ્યાં સુધી હું અહિં પાછો ન આવું, ત્યાં સુધી તમારે રોકાવું.' એમ કહીને તે હનુમાન ઉત્તમ વિમાનમાં આરૂઢ થયા અને પિતાના સિન્ય સાથે આકાશતલમાં ઉડ્યો. “બીજાએ કરેલા ઉપકારના બદલામાં જેઓ પ્રત્યુપકારને ગ ઝડપી લે છે, તેઓની તુલનામાં વિમલ ચન્દ્ર પણ નથી કે સૂર્ય પણ નથી કે દેવરાજા-ઈન્દ્ર પણ નથી. (૩૯)
પઘચરિત વિષે “હનુમાન-પ્રયાણ નામના એગણપચાસમા પર્વને
ગૂર્જરનુવાદ પૂર્ણ થયા [૪૯]
[૫૦] મહેન્દ્રને પુત્રીને સમાગમ
આકાશમાર્ગે જતા તે પરોપકારી પવનપુત્ર-હનુમાને પર્વતના ઉપર અમરાપુરસમાન મહેન્દ્રનગરી દેખી. તે દેખીને યાદ આવ્યું કે, “મારી માતાએ મને કહ્યું હતું કે, “અહીં મારી માતાના પિતા–મહેન્દ્ર આર્ય વિદ્યાધર સામન્ત રહે છે. હું જ્યારે માતાના ગર્ભમાં હતા, ત્યારે મારી માતાને તિરસ્કાર કરીને મહાઅરણ્યમાં કાઢી મૂકી હતી અને સિંહ વગેરે જાનવના ભયથી ઉદ્વેગ પામેલી એકલી પર્યક ગુફામાં પહોંચી, જયાં મુનિવડે આશ્વાસન પામેલી માતાએ મને વનમાં જન્મ આપ્યો. પુણ્યયોગે કોઈ પ્રકારે ફરી પતિ સાથે સમાગમ થયે. તે અપરાધને બદલ હું આજે જરૂર લઈશ. અને વિદ્યાધર મહેન્દ્રરાજાના આ ગર્વને દૂર કરીશ. તે સમયે મોટાં ઢોલ વાજાં વાગવા લાગ્યાં. યુદ્ધભેરીના ગંભીર શબ્દ સંભળાવા લાગ્યા. હનુમાન અને તેના સુભટો તે મહાનગરમાં નીચે ઉતરવા લાગ્યા. શત્રુનું સૈન્ય ઉતરી આવ્યું છે-એમ સાંભળીને પોતાના સમગ્ર બલ સાથે રેષથી પ્રજ્વલિત થએલા મહેન્દ્ર રાજા પણ બહાર નીકળ્યા. હાથી અને, ઘેડાની પ્રચુરતાવાળી બંને સેનાઓ વચ્ચે યુદ્ધ જામ્યું અને તલવાર, કનક, ચક્ર અને તોમરના અથડાવાના કારણે ઉત્પન્ન થતા શબ્દોથી આકાશ વ્યાપી ગયું. પિતાના સૈન્યને ભગ્ન થતું દેખીને મહેન્દ્રરાજાને પુત્ર મજબૂત ધનુષ હાથમાં ગ્રહણ કરીને એકદમ હનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org