________________
: ૨૬૪ :
પઉમચરિય–પદ્મચરિત્ર
રાવણ નહિં ઉલ્લંઘે અને તેનું વચન સ્વીકારશે, ગાઢ પ્રીતિપૂર્વક તે તેને સમજાવશે, તે જરૂર સતા પાછી આપશે–એમાં સદેહ નથી. માટે તેવા કોઈ વાનરને શે કે, જે નીતિકુશલ અને સામર્થ્યવાળ હોય, ત્યાં જઈને બિભીષણ સાથે મંત્રણા કરીને રાવણને સમજાવી શકે.
આ સમયે મહોદધિ નામના વિદ્યારે કહ્યું કે, વિષમ પ્રાકારયુક્ત તે લંકાને યંત્રથી અત્યન્ત દુર્ગમ બનાવરાવી છે. આ અહીં બેઠેલા પૈકી એક પણ લંકામાં પ્રવેશ કર્યા પછી ફરી જલ્દી પાછો આવે એવો એક પણ ખેચર દેખાતો નથી. પરંતુ એક માત્ર પવનંજયને પુત્ર હનુમાન, જેને પ્રતાપ ચારે દિશામાં ફેલાય છે, તેમ જ બલ, કાતિ અને શક્તિસંપન્ન છે. એક જ માત્ર તે તેને પ્રસન્ન કરશે. સર્વેએ તે વાતમાં સમ્મતિ આપી. હનુમાનની પાસે શ્રીભૂતિ નામના દૂતને મોકલ્યા. બલથી અત્યન્ત ગર્વિત પોતાના સામર્થ્યયુક્ત, હંમેશાં પોતાની બુદ્ધિમાં ભરસો રાખનાર પુરુષે વિમલ કારણની અવશ્ય ગણતરી કરવી જોઈએ. (૧૨૫) પદ્મચરિત વિષે “કેટિશિલા-ઉદ્ધરણ નામના અડતાલીશમાં
પર્વને ગૂર્જરનુવાદ પૂર્ણ થયે. [૪૮]
[૪૯] હનુમાનનું લંકા તરફ પ્રયાણ ત્યાર પછી રત્નોથી આશ્ચર્યકારી શ્રીપુરમાં શ્રીભૂતિ દૂત પહોંચે અને હનુમાનની સભામાં પ્રવેશ કર્યો. ચન્દ્રનખાની પુત્રી ગુણ અને રૂપશાલી અનંગકુસુમાની સાથે રાજસભામાં બેઠેલા હનુમાનને જોયા. દૂતે મસ્તકથી પ્રણામ કરીને ચન્દ્રનખાથી આરંભી દંડકારણ્યમાં બનેલ સર્વ વૃત્તાન્ત સ્પષ્ટતાથી હનુમાનને જણાવ્યું. હે સ્વામી! લક્ષમણે ખરદૂષણ અને તેના શબૂક નામના પુત્ર એમ બેને વધ કર્યો છે અને સીતાના અપહરણ–નિમિત્તે મહાવિગ્રહ ઉત્પન્ન થયેલ છે. આ વૃત્તાન્ત સાંભળીને અનંગકુસુમાં ક્ષણવાર મૂચ્છ પામી. સ્વસ્થ થઈ, એટલે સહેદર અને પિતાના કારણે રડવા લાગી. તેને દેખીને સમગ્ર અન્તઃપુર #ભ પામી રડવા લાગ્યું. વીણું અને બંસીના તેમ જ સર્વે વાજિંત્રના સ્વર બંધ કરાવ્યા. હે પિતાજી! હા મારા બધુ! ચિરકાળ માટે છોડીને નિર્ભાગી મને એકલી મુકીને તમે ક્યાં ગયા? મને દર્શન કેમ નથી આપતા? આવા અને તેના સરખા બીજા વિલાપ કરતી અને રુદન કરતી ખરદૂષણની પુત્રીને સાત્વન કરાવવામાં કુશલ એવા મંત્રીઓએ શાન્ત પાડી.
હનુમાને મરણોત્તર કિયા-વિધિ પતાવીને પછી કૂતરૂપે આવેલા સુગ્રીવ રાજાના પુત્રને બોલાવ્યો. ત્યારે દૂતે કહ્યું કે, “આપ પત્નીના વિયેગથી દુઃખી થએલા સુગ્રીવન વૃત્તાન્તને જાણતા જ હશે. પત્નીના વિયેગના દુખથી પરેશાન થએલા તેણે રામની સહાય લીધી, પોતાના નગરે જઈને શત્રુ સાથે યુદ્ધ કર્યું. રામદેવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org