________________
J૪૯) હનુમાનનું લંકા તરફ પ્રયાણ
: ૨૬૫ ? જઈને વેતાલી મહાવિદ્યા નીકળી ગઈ, ત્યારે યુદ્ધમાં રામે બાણથી તે સાહસગતિને હ. આ વચન સાંભળીને પવનપુત્ર હનુમાને કહ્યું કે, “બહુ સારું, બહુ સારું કર્યું.” દુઃખમાં ડૂબેલા સુગ્રીવના સૈન્યને રામે ઉદ્ધાર કર્યો. પિતાના શોકનો નાશ થય જાણીને કમલા નામની હનુમાનની પત્નીએ સન્માન અને દાનવાળો એક ભારી મહોત્સવ મનાવ્યો.
દૂતના વચનના અનુસાર રથ, હાથી અને ઘોડા સહિત સમગ્ર સુભટના સમૂહવાળ ઉત્તમ વિમાનમાં આરૂઢ થએલો શ્રીશેલ-હનુમાન તૈયાર થઈને ચાલે. કમે કરીને તે કિષ્કિબ્ધિપુરમાં પહોંચ્યો અને ત્યાં નીચે ઉતર્યો. સુગ્રીવે હર્ષ સહિત અને અધિક સ્નેહપૂર્વક હનુમાનને બેલા. રામની સમગ્ર હકીકત તેને કહીને તે સુગ્રીવ હનુમાનને રામની પાસે લાવે.
હનુમાનને આવતે દેખી રામ ઉભા થયા અને સંતુષ્ટ થએલા રામે આલિંગન કર્યું અને સ્નેહપૂર્વક કુશલ વૃત્તાન્ત પૂછળ્યા. લક્ષમણ વગેરે સુભટોએ હનુમાનને સ્નેહ સહિત બેલાવ્યા, તે આપેલા આસન પર બેઠે અને બીજાઓ પણ યથાક્રમે બેઠા. ઉત્તમ સુર્વણકુંડલ અને આભૂષણ પહેરેલા રામ ભદ્રાસન ઉપર વિરાજમાન થયા અને પીતાંબર વસ્ત્ર પહેરેલા લક્ષમણ તેમની પડખે બેઠા. વિરાધિત સાથે સુગ્રીવ, અંગદ, જામ્બવન, નલ, નીલ અને કુમુદ વગેરે રામને વીંટળાઈને બેસી ગયા.
કેટલીક વાતચીત કર્યા પછી હનુમાને રામને કહ્યું કે, “હે સ્વામી ! આપની સમક્ષ આપના અપરિમિત ગુણ કેવી રીતે વર્ણવી શકાય ? સીતાના સ્વયંવરમાં એક હજાર દેવોથી રક્ષિત ઉત્તમ વજાવ ધનુષ આપે વશ કરી સ્થાપન કર્યું. તે વગેરે આપને પ્રભાવ અમે સાંભળ્યું છે. “હે મહાયશ ! સુગ્રીવના રૂપને ધારણ કરનાર સાહસગતિને આપે યુદ્ધમાં ઠાર કર્યો, તે આપે અમારા હૃદયમાં રહેલા મહાઈષ્ટ કાર્યને સાધી આપ્યું. “હે મહાયશ ! ઉપકારી મહાપુરુષને પ્રત્યુપકાર જે કરતો નથી, તેની પિતાની ભાવશુદ્ધિ કેવી રીતે થઈ શકે? આ જગતમાં કરેલા ગુણને ભૂલી જનાર કે નાશ કરનાર પુરુષ શિકારી, જાળથી પક્ષી પકડનાર અને મત્સ્ય પકડનાર જે પાપીઓ ધૃણા વગરના છે, તેના કરતાં પણ આ વધારે પાપી અને ધીઠ પુરુષ સમજવો. હે સુપુરુષ! અત્યારે પ્રત્યુપકાર કરવાને અમને અનાયાસે સમય પ્રાપ્ત થયો છે, તે કરવા માટે અમો સર્વે ઉદ્યત થયા છીએ. હે સ્વામી! અમે લંકામાં જઈને રાક્ષસનાથરાવણને પ્રસન્ન કરીશું. હે સ્વામી ! જે આપ આજ્ઞા આપે, તે ત્યાં જઈને ભુજાબલથી આપનાં પત્નીને અહીં આણું આપું, જેથી ઉત્કંઠિત આપ એકદમ તેને દેખી શકે.
ત્યારે જાબૂનદે કહ્યું કે, “હે વત્સ! હનુમાન ! તે બહુ સુન્દર વાત કરી, સુંદર મનવાળા તારે હવે લંકા નગરીએ તરત પ્રયાણ કરવું જોઈએ.” હનુમાને કહ્યું કે, “ભલે એમ થાઓ, એમાં કઈ વાંધો નથી.” ત્યારે આનન્દમાં આવેલા રામે સીતાને સશે કહેવરાવ્યું કે-વિરહથી કાયર થએલી સીતાને મારા વચનથી કહેવું કે-“તારા વિયેગથી રામ ક્ષણવાર પણ શાતિ પામી શકતા નથી, હું જાણું છું કે, મારા વિયોગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org