________________
પઉમચરિય–પદ્મચરિત્ર
તેના પ્રત્યુત્તરમાં લમણે કહ્યું કે-“હે જાબૂદ ! તમે મારું આખ્યાન સાંભળો–
પ્રાચીન કાળમાં પ્રભવ નામને એક ગૃહસ્થ હતા, તેને યમુના નામની પત્ની હતી, તેને ત્રણ પુત્રો હતા. એક આત્મશ્રેય, બીજો તથાવિધિ અને સર્વ કાર્યોમાં ઉદ્યત, ત્રીજે શિલાધર. ઘર, પશુ, ખેતી વગેરેનું કાર્ય બીજો તથાવિધ કરતા હતા. પરંતુ પૂર્વના પુણ્યવાળો આત્મશ્રેય માત્ર ભાગ ભોગવી લહેર કરતું હતું. કાર્ય ન કરનાર તે આત્મય પાસે પિતાની સાથે એકભાઈ આવ્યું. તેનાથી ઠપક અને તિરસ્કાર પામેલે તે અભિમાની ઘરમાંથી બહાર નીકળી ગયું. કાર્ય કરવા માટે અસમર્થ સુકુમાર દેહવાળે તે સંસારથી ઉદાસીન બની મરવા માટે ઉત્સાહિત થયા. પૂર્વભવના પુણ્યગે તે સમયે ત્યાં એક યુવાન પથિક આવી પહોંચ્યા અને તેણે તેને કહ્યું કે,
મારું એક વચન સાંભળ-“હું ભાનુ નામને રાજકુમાર છું. સ્વજનોએ દેશ ઉપર આક્રમણ કર્યું, તેથી હું નીકળી ગયો અને કેમે કરીને કુસુમપુરમાં જઈ પહોંચ્યા. ત્યાં એક આચાર્ય સાથે મને સંસર્ગ થયે. આતશય પ્રસન્ન થએલા તેમણે મને એક વૈદ્યક કડું આપ્યું. ગુરુએ મને કહ્યું કે, “આ ઔષધિ-વલયને માત્ર સ્પર્શ કરવાથી ગ્રહ, ભૂત, સર્પ, પિશાચ કે કઈ વ્યાધિઓ આદિ ઉપદ્રવ થયા હોય તો અવશ્ય નાશ પામે છે. તે સંદેહ વગરની વાત છે. “હે ભદ્ર! નિમિત્તિકે કહેલ સમય મારે પૂર્ણ થયા છે. હવે મારા નગર તરફ જાઉં છું, ત્યાં જઈને હું મારું રાજ્ય કરીશ.
રાજ્યાસક્ત અને ચંચળ મનવાળા મને આ ઔષધિ-વલય છૂટી જશે, માટે સર્વ રોગોનો નાશ કરનાર આ ઉત્તમ ઔષધિ-વલય તું ગ્રહણ કર. તે વલયને ગ્રહણ કરીને આત્મશ્રેય પોતાના ઘર તરફ ગયે અને સુભાનુ પોતાના નગર તરફ ગયે અને ત્યાં ઉત્તમ રાજ્ય પામ્યો. તે સમયે નરેન્દ્રની ભાર્યાને સાપે ડંખ માર્યો અને ચેષ્ટા વગરની થઈ ગઈ, ઢેલ વગડાવી લેકમાં ખબર આપી એટલે આત્મશ્રેયે તેને દેખી. વલય-કડાના પ્રભાવથી તેને જીવાડી એટલે સંતુષ્ટ રાજાએ તેને ઘણો વૈભવ આપે. વસ્ત્રના એક છેડે વલય બાંધીને જ્યારે તે સરેવરમાં ઉતર્યો, ત્યારે એક ઘે શુભલક્ષણવાળા આ કડાને હરણ કરીને લઈ ગઈ. વૃક્ષની નીચે એક બિલમાં પ્રવેશ કરીને વિશાલ શિલાની નીચે રહીને તે ઘો પ્રલયકાલ સરખા મહામેઘ જેવો અવાજ કરવા લાગી. તે અવાજથી નગરજને તથા સુભટ સહિત રાજા ભયભીત બની ગયે. એટલે આત્મશ્રેયે આભમાનથી તે વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખ્યું. તે ઘોને મારીને ત્યાં પૂર્વ સ્થાપન કરેલ નિધાન-સહિત વલય ગ્રહણ કર્યું. ઉત્સાહી નિશ્ચિત બુદ્ધિવાળા આત્મશ્રેયે ઘુતિ અને લક્ષમી પ્રાપ્ત કરી. આત્મશ્રેય સમાન રામ છે. વલયની સરખી સીતા છે. વિશાલ મહાનિધિયુક્ત ઘો સરખો રાવણ છે. નિશ્ચિત હૃદયવાળા પુરુષે ધન, યશ અને સુખ પ્રાપ્ત કરે છે, માટે તમે પણ નિર્ભય બને અને નિશ્ચય કરે કે, સીતાને તે કઈ પ્રકારે અમારે મેળવવી જ છે.”
જાબૂનદની કથાને ઉલ્લા૫ અને આખ્યાન સાંભળીને ઘણા વિદ્યાધર રાજાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org