________________
: ૨૬૦ :
પઉમચરિય-પદ્મચરિત્ર
અને કહ્યું કે, ‘જલ્દી રાજાના પ્રત્યુપકાર કરો. પાતાલમાં, જળમાં, જમીન પર, આકાશમાં, લવણુસમુદ્રમાં, ધાતકીખડમાં કે અઢીદ્વીપમાં જ્યાં સીતા હોય, ત્યાં તેની તપાસ કરો. આજ્ઞાના સ્વીકાર કરીને વાનરસુભટો આકાશમાં ચારે દિશામાં ઉડ્યા અને મનના વેગથી એકદમ ચાલવા લાગ્યા. રામની આજ્ઞાથી એક યુવાન વાનરસુભટ પત્ર લઈને જલ્દી ભામંડલની પાસે ગયા અને મસ્તકે અજલી જોડીને પત્ર આપ્યા. તે લેખ વાંચીને સમગ્ર વૃત્તાન્તના પરમાથ સમજેલા મહેનના ચેકપૂર્ણ હૃદયવાળા રામના હિત માટે તૈયાર થયા. અનેક ખેચર-વિદ્યાધરાથી પરિવરેલ વિમાનમાં બેઠેલા સુગ્રીવ સીતાની શેાધ કરતા કરતા કમ્બુદ્વીપમાં આવી પહેાંચ્યા. એકદમ તે દ્વીપમાં નીચે ઉતર્યાં, ત્યાં તેણે ભયથી ઉદ્વેગ પામેલા રત્નકેશીને જોયા અને પૂછ્યું કે, ‘તું આટલેા દુ:ખી કેમ જણાય છે ? ' ત્યારે રત્નજટી(રત્નકેશી)એ કહ્યું કે, સીતાનું અપહરણ કરવા આકુલ મનવાળા રાક્ષસપતિ રાવણે મને વિદ્યારહિત બનાબ્યા, તેથી હું નીચે પટકાયા છું. સીતાના સમગ્ર સમાચાર રત્નકેશી પાસેથી મેળવીને સુગ્રીવ પેાતાના વિમાનમાં રત્નકેશીને બેસાડીને રામ પાસે તેને લઇ આવ્યા. વિમાનમાંથી નીચે ઉતરીને રામને નમન કરીને તે ત્યાં ખેડા અને સીતાના અપહરણ સંબધી જે પ્રમાણે વૃત્તાન્ત બન્યા, તે સમગ્ર કહી સંભળાવ્યેા.
હું સ્વામી ! લંકાધિપતિ રાવણે તમારી પત્નીનું ખલાત્કારે અપહરણ કર્યું. સીતાને છેડાવવા માટે તેની સાથે યુદ્ધ કરતાં તેણે મારી સર્વ વિદ્યાએ પેાતાના વિદ્યાખલે છેદી નાખી અર્થાત્ મને વિદ્યાહિત કર્યા.’ તે સાંભળીને રેશમાંચિત ગાત્ર વાળા રામે હર્ષોંમાં આવી અંગ પર રહેલાં સર્વાં આભૂષા રત્નકેશીને આપી દીધાં. તેણે કહ્યું કે, કુલપર’પરાથી ચાલ્યા આવેલા સુરસંગીત નામના નગરમાં હું રહું છું. મારું નામ રત્નજડી (કેશી) છે અને આપના ચરણના શરણે આવ્યા છું. અતિ ઉત્કંઠિત મનવાળા રામે ખેચરાને પૂછ્યું કે, મને સ્પષ્ટ કહા કે, ‘અહીંથી લંકાપુરી નગરી કેટલી દૂર છે? આમ કહ્યુ, એટલે તે નીચાં મુખ કરીને રહેલા શરમ પામેલા મૂઝવણમાં પડ્યા અને કાર્ય કરવામાં અનાદરવાળા તેમને રામે જોયા. હું મહાયશ ! લકાધિપને જિતવાની અમારી કઈ તાકાત છે ? જો આપને તેને આગ્રહ હોય, તા એમાં શે દોષ ? પરન્તુ સાંભળવા લાયક હકીકત આપ સાંભળેા—
આ લવસમુદ્રમાં સાતસા યાજન વિસ્તી અને તેનાથી ત્રણગુણા-અથવા ૨૧૦૦ એકવીશ સેા ચેાજન તેના ગેાળાકાર ઘેરાવે છે. તેના મધ્યભાગમાં મેરુપર્વ – તની જેમ મનેાહર ત્રિકૂટપત રહેલા છે. તે નવ ચેાજન ઉંચા અને પચાસ ચાર્જન વિસ્તી છે. તેના ઉપર રત્નના કિલ્લાવાળી અને ચારદિશામાં ૩૦ ચેાજન વિસ્તી લંકા નામની નગરી છે. હે સ્વામી ! લંકાપુરીની પાસે સ્વગ સરખા બીજા પણુ મહાદ્વીપા આવેલા છે, જેમાં વિદ્યાધર વસે છે. સન્ધ્યાકાર દ્વીપ, તેમ જ સુવેલ, કચન, પ્રદ્લાદ, અયાધ, હંસરવ, ઉદધિનિર્દોષ તથા બીજા પણ તેના ફરતા અ સ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org