________________
કે ૨૪૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર
ગ્રહની માફક નીચે પડ્યો. લક્ષ્મણ તલવાર ખેંચીને તેની પાસે ગયા, ત્યારે ખરદૂષણ પણ તલવાર ગ્રહણ કરીને તેની સન્મુખ ઉભો રહ્યો. ધમાં આવેલા લક્ષમણે સૂર્ય હાસ તરવારથી ખરદૂષણનું મસ્તક છેદી નાખ્યું, એટલે લેહીથી ખરડાએલ લાલ વર્ણવાળું તે ભૂમિ પર રગદોળાવા લાગ્યું. ત્યાર પછી ખરદૂષણને ક્ષારદૂષણ નામને મંત્રી આ અને મૂચ્છ પામ્યું. ભાન આવ્યું, એટલે લક્ષમણે તેને પણ બાણથી વિંધી નાખે.
વિરાધિતે પણ ખરદૂષણના સર્વ સિન્યને શસ્ત્રોના નિર્દય પ્રહારના ઘાથી ક્ષણવારમાં ભગાડી મુકયું અને તે આનંદ વગરનું નિરાશ બની ગયું. શત્રુને મારીને વિરાધિત સાથે લક્ષમણ રામ પાસે આવ્યા, ત્યારે વડિલબબ્ધ રામને આરામથી ઉંઘતા દેખ્યા. જગાડીને પૂછયું કે-“હે સ્વામી! સીતાજી કયાં છે ? તે આપ કહો.” ત્યારે રામે ઉત્તર આપ્યો કે, “કેઈએ મારી કાન્તાનું અપહરણ કર્યું જણાય છે. તે સમયે વિરાધિત પ્રણામ કરીને વિનય પૂર્વક વિનંતિ કરી કે, “હે સ્વામી! હે મહાયશ ! હું આપને સેવક છું. કોઈપણ કાર્ય માટે મને આજ્ઞા આપો.” આ પ્રમાણે કહ્યું, ત્યારે રામે લમણને પૂછ્યું કે, “હે વત્સ! આ કેને પુત્ર છે? અને નામ શું છે? તે તું મને કહે. ત્યારે લમણે કહ્યું કે, “આ ચન્દાદરને વિરાધિત નામને પુત્ર છે અને યુદ્ધના મોખરે હું લડતા હતા, ત્યારે તે મારા સહાયક તરીકે મારી પાસે આવ્યો. તેણે પોતાના સિન્યથી શત્રુસૈન્યને યુદ્ધમાંથી દૂર હઠાવ્યું અને મેં પણ ચન્દ્રહાસ તલવારથી ખરષણને માર્યો. ત્યાર પછી લક્ષમણે કહ્યું કે, “હે વિદ્યાધર ! તું હવે કારણ સાંભળ, આ મહાઅરણ્યમાં કેઈએ મારા બધુની પત્નીનું અપહરણ કરેલું છે. તેના વિરહમાં જે મારા બધુ પિતાના પ્રાણ–ત્યાગ કરશે, તો હે વત્સ ! હું અવશ્ય અગ્નિ-પ્રવેશ કરીશ-આ નિઃસન્ડે વાત છે. બધુના પ્રાણ ટકાવવા માટે ઉપાય, જે કોઈ હોય તે વિચારીને કહે, હે વત્સ ! સીતાને ખાળવામાં તત્પર બનેલા એવા મને તું સહાયક બન. આ પ્રમાણે કહેતાં જ ચન્દ્રોદરના પુત્ર વિરાધિને પિતાના સેવકેને આજ્ઞા આપી કે, “જલ, સ્થલ કે આકાશ ગમે ત્યાં તમે જલ્દી સીતાની શોધ કરો.” આ પ્રમાણે આજ્ઞા પામેલા કવચ પહેરીને અને બાણનાં ભાથાં બાંધીને સુભટ સીતાની ગવેષણું કરવા માટે પવનવેગથી દશે દિશામાં નીકળી પડ્યા.
- હવે અર્ક જટીને-પુત્ર રત્નજી નામને હતો, તે વિદ્યારે સમુદ્રના ઉપર આકાશમાં સ્ત્રીના રુદનને પ્રલાપ સાંભળે-“હા રામદેવ ! હા લક્ષમણ ! આ બન્દી મારું અપહરણ કરે છે, તેનાથી મારું રક્ષણ કરે” આ સ્પષ્ટ શબ્દ સાંભળીને રત્નકેશી વિદ્યાધર રેષાયમાન થયા. પુષ્પક વિમાનમાં રાવણથી વૈદેહી-સીતાનું હરણ થતું દેખી તે રાવણને કહેવા લાગ્યું કે-“હે દુષ્ટ ! મારી આગળ તું રામની પ્રિયાને કેવી રીતે લઈ જઈ શકવાને છે?” એમ કહેવા માત્રથી રાવણે અવલોકિની વિદ્યાથી તેની પિતાની વિદ્યાઓ જાણુને મંત્રપ્રભાવથી તેને વિદ્યારહિત કર્યો. વિદ્યારહિત થએલે તે તે જ ક્ષણે કબુદ્વીપમાં પડ્યો, સમુદ્રના વાયરાથી સ્વસ્થ થએલે તે કબુપર્વત ઉપર ચડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org