________________
: ૨૫૪ :
પઉમચરિય-પદ્મચરિત્ર
હતીઓએ રાવણની પાસે જઈને આ સર્વ હકીકત જણાવી કે, “જે આહાર પણ કરતી નથી, તે તમને કેવી રીતે ઈચ્છશે?”
તે સાંભળીને મદનાનિથી પ્રજવલિત થએલ સર્વાગવાળે રાવણ સંકટ-સમુદ્રમાં પડ્યો અને અધિક ચિન્તાતુર થયે. ભવનમાં ભૂમિતલ પર બેઠેલે તે કઈ વખત શેક કરતો હતે, વળી ગાયન કરતો હતે, વળી વિલાપ કરતે હતે, વળી ત્યાં લાંબા નસાસા મૂકતો હતે. તેમ જ જમણે હાથ જમીન પર અફાળતા હતા. વળી એકદમ ઉભે થઈને ભવનમાંથી બહાર નીકળી પાછો જલદી “સીતા સીતા” એમ બેલત ભવનમાં પેસી જાતે હતો. ચન્દનના ઘણા રસથી સિંચાલ, કમલપુના બનાવેલા બિછાના પર આળોટતે હતે, મદનાનિ-તાપથી પીડાએલે ઉઠીને ચાલવા લાગતે, વળી બગાસાં ખાતે હતે. વળી મનમાં મનમાં બબડવા લાગ્યું કે, “મેં ભુજાઓથી કેલાસપર્વતને ઉપાડ્યો છે, સર્વે વિદ્યાધરે અને ખેચને જિત્યા છે, એ હું મહાધીન બની મેશના ઢગલા સરખાં કાળાં કામ કરવા કેમ તૈયાર થયે છું.?
રાવણની વાત બાજુ પર રાખો–એમ વિચારીને ભાઈના નેહથી ઉદ્યત બુદ્ધિવાળે બિભીષણ મંત્રીઓ સાથે મંત્રણા કરવા લાગ્યો. બધા મંત્રીઓ સાથે મળ્યા, ત્યારે સંભિન્ન મંત્રી કહેવા લાગ્યું કે, “દેવની અત્યારે કેટલી પ્રતિકૂળતા થઈ છે, તે વિચારે કે, આપણા સ્વામીના જમણા હાથ સરખા ખરદૂષણ રાજા સંગ્રામમાં હણાયા. વિરેધીના શુભકર્મના પ્રભાવથી બધુઓનો સ્નેહ વહન કરતો વિરાધિત જલ્દી લક્ષ્મણના પ સંગ્રામમાં પહોંચ્યું. સુગ્રીવની પાસે રહેનારા કપિધ્વજવાળા પવનના પુત્ર હનુમાન વગેરે આ સર્વે તેઓને પક્ષપાત કરશે. ત્યારે પંચવદન મંત્રી કહેવા લાગ્યો કે-“દૂષણને વધ થયો છે, એમ ન બેલો, કારણ કે, સંગ્રામમાં શ્રી સરદારને વધ થાય, તે તે તેમની ગતિ નિર્માણ થએલી હોય છે. ભલે વિરાધિત અને સૂર્યહાસ તલવાર તેને સ્વાધીન હોય, પરંતુ સંગ્રામમાં લક્ષ્મણ રાવણને શું કરી શકવાને છે? ત્યારે સહસંમતિએ પંચમુખને કહ્યું કે, “સ્વામીના હિતની વિચારણા કર્યા વગર અર્થશૂન્ય તું બેલી રહે છે. શત્રુને અલ્પ માની કદાપિ તેને પરાભવ ન કરવો. કારણ કે, દેશ અને કાલને આશ્રીને કેટલીક વખત અલ્પ અગ્નિ શું ત્રણે ભુવનને જલાવી નથી મૂકતો? પૂર્વકાળમાં મોટી ભારી સેનાવાળા વિદ્યારે અધિપતિ અશ્વગ્રીવ નામને રાજા હતું, તે યુદ્ધમાં થોડા સિન્યવાળા ત્રિપૃષ્ઠથી હારી ન ગમે? માટે વિલમ્બ કર્યા વગર લંકાનગરીને કિલ્લો કદાપિ નાશ ન પામે તે મજબૂત કરાવે અને લોકોને અને સેવકને ઘણું દાન આપીને સન્માનીને આપણું બનાવ.” એટલે બિભીષણે વિદ્યાબળ અને માયાથી એકદમ કોઈ ઓળંગી ન શકે તેવો દુર્ગમ, અતિવિષમ તેમજ ખબર ન પડે, તેવાં ગુપ્ત યંત્રોથી બિલકુલ આંતરા વગરનો કિલે તયાર કર્યો. તેમ જ નગરની ચારે બાજુ યુદ્ધમાં પીઠ ન ફેરવે, તેવા આયુધધારી સર્વ પ્રહરણે અને કવચ ધારણ કરેલા વિદ્યાધરોના સૈન્ય સાથે રક્ષપાલ શેઠવ્યા. આ પ્રમાણે રાવણને કામજન્ય ઉત્પન્ન થએલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org