________________
[૪૬] માયા-પ્રાકારનું નિર્માણ
: ૨૫૩ : અગ્નિ સરખી પારકી નારી શા માટે લઈ આવ્યા? બીજી વાત એ છે કે–તમારે યશ ત્રણ જગતમાં સર્વત્ર ભ્રમણ કરે છે. આ પરનારીને પ્રસંગ પામીને અપયશથી કલંકિત ન થાવ. હે પ્રભુ! ઘણા લોકોને દુર્ગુ૨છનીય અને પરલોકમાં દુર્ગતિએ ગમન કરાવનાર કર્મ ઉત્તમ પુરુષોએ કરવું એગ્ય ન ગણાય.” ત્યારે ખેચરેન્દ્ર રાવણે તેને પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, “આ પૃથ્વીમાં બે પગવાળા, ચાર પગવાળા પદાર્થો મારા માટે ક્યાં પારકાં દ્રવ્ય છે? કે જેને હું સ્વામી નથી થયો ?” આ સમયે ભુવનાલંકાર નામના એક મન્મત્ત હાથી ઉપર રાવણ આરૂઢ થયો. પુષ્પક વિમાનમાં રાવણે સીતાને આરેહણ કરાવી. અનેક હાથી, ઘેડા, દ્ધા, રોના સમૂહથી ઉત્પન્ન થનારા મંગલશબ્દોથી અભિનદિત રાવણ જઈ રહેલો હતો, છતાં તેને સીતા તણખલા તોલે માનતી હતી. વિવિધ વૃક્ષેથી સમૃદ્ધ પુષ્પગિરિના ઉપર રહેલા ચારે બાજુ વિસ્તાર પામેલા મનહર સમન્તકુસુમ નામના ઉદ્યાનમાં આવી પહોંચે.
હે શ્રેણિક! આ ઉદ્યાનના સાત પ્રદેશો સંબન્ધી જે હકીકત કહું, તે તમે સાંભળો. ૧ લે પ્રદેશ પ્રકીર્ણ, રજો આનન્દ, ૩ જો સુખસેવ્ય, ૪ થો સમુચ્ચય, પ મ ચારણ, ૬ ઠ્ઠો પ્રિયદર્શન, અને ૭ મે પ્રદેશ પોઘાન નામનો છે. ધરાતલમાં પ્રથમ પ્રકીર્ણક છે, તેની આગળ જનાનન્દ છે. વિવિધ વૃક્ષોથી આચ્છાદિત તે પ્રદેશમાં નગરલોક કીડા કરે છે. ત્રીજા સુખસેવ્ય અને ચોથા મનહર સમુચ્ચય નામના ઉદ્યાન-પ્રદેશમાં સુગન્ધિત પુષ્પના સમૂહથી બલિકર્મ કરનાર સ્ત્રીઓ વિલાસથી કીડા કરે છે. પાંચમા મનોહર ચારણ નામના ઉદ્યાન-પ્રદેશમાં હંમેશાં દઢ તિવાળા સઝાય અને ધ્યાનમાં તલ્લીન એવા જંઘાચારણ–વિદ્યાચારણ શ્રમણસિંહો વાસ કરે છે. જેમાં અનેક તાબૂલ પત્રની લતાઓ છે, કેતકી–પુષ્પના પરાગની સુગન્ધિ રજથી ધૂસરવર્ણ–યુક્ત, મનને આકર્ષણ કરનાર પ્રિયદર્શન નામનો છો ઉદ્યાન-પ્રદેશ છે. જેમાં વિવિધ પ્રકારનાં પગથિયાં બનાવેલાં છે. પુષ્પગિરિવરના શિખર ઉપર પાંડુકવનની જેમ અધિષ્ઠિત એવું સાતમું પોદ્યાન નામનું સ્થાન છે. આ ઉદ્યાને નારંગી, ફણસ, ચમ્પક, અશેક, સોપારીના વૃક્ષો, તિલક ઇત્યાદિક વૃક્ષોથી તેમજ કોયલ વગેરે પક્ષીઓના મધુર કલરવથી શોભતા હતા. વળી તે ઉદ્યાનો લોકોને સ્નાન કરવા ગ્ય જળપૂર્ણ, કમલ અને ઉત્પલ આદિ પુષ્પોથી આચ્છાદિત એવી વાવડી અને સરોવર આદિ જળાશયેથી તે ઉદ્યાને અધિક શેભતાં હતાં. ત્યાં પોદ્યાનમાં ક્રીડાગૃહેથી મનહર, નિર્મળ જળથી યુક્ત અને વૃક્ષેથી ઘેરાએલ અશકમાલિની નામની વાવડી હતી. ત્યાં અશેકવૃક્ષથી આચ્છાદિત એવા સ્થાનમાં સીતાને બેસાડી, તે વખતે જાણે પાંડુકવનમાં દેવકન્યા ઉતરી આવી હોય, તેવી તે જણાવા લાગી. રાવણે મેકલેલી અનેક ખુશામત કરનારી, વીણા બજાવનારી, નૃત્ય કરનારી, સંગીત ગાનારી યુવતીઓ સતતપણે સીતાને સમજાવવા પ્રયત્ન કરવા લાગી; પરતુ સીતા ન તો સ્નાન કરતી, ન ભેજન ખાતી કે ન જવાબ આપતી હતી, માત્ર એકાગ્ર મનથી રામનું ચિતવન કરતી ત્યાં રહેલી હતી. ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org