________________
: ૨૫૬ :
પઉમચરિય-પદ્મચરિત્ર
રનાં જે લક્ષણે હતાં, તે આ બનાવટી સુગ્રીવમાં ન દેખવાથી ઉદ્વેગ પામેલી તે સુતારા ત્યાંથી જલદી છટકીને મંત્રીવર્ગ પાસે પહોંચી ગઈ. પેલો માયાવી સુગ્રીવ પણ ખરા સુગ્રીવ માફક ડેળ અને લીલા કરતા કરત સુગ્રીવના સિંહાસન પર ચડી બેઠે, તેટલામાં વાલિનો નાનો ભાઈ સાચે સુગ્રીવ પોતાના ભવનમાં આવી પહોંચ્યા. પિતાના ભવનના મધ્યભાગમાં પિતાના સરખા રૂપવાળાને જોઈને વાનરનાથ સુગ્રીવે ભારે ધે ભરાઈને મોટા ગંભીર શબ્દથી ગર્જના કરી. માયાવી સુગ્રીવે પણ સિંહનાદ કર્યો. અને ત્યાંથી નીચે ઉતરીને સાચા સુગ્રીવ રાજા સાથે યુદ્ધ કરવા લાગ્યું. તે સમયે સુતારા પટ્ટરાણીએ શ્રીચન્દ્ર વગેરે મંત્રીઓની સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, “લક્ષણ–રહિત આ કઈ દુષ્ટ ખેચર છે.” રાણીનું આ વચન સાંભળીને મંત્રીઓએ એકાન્તમાં મંત્રણ કરીને રાજાઓને કહ્યું કે-“આ અન્તઃપુરનું રક્ષણ કરે.” સાત અક્ષૌહિણી સેના–સહિત અંગદે સુગ્રીવને અંગીકાર કર્યો, તે સુગ્રીવના પુત્ર અંગદને તેટલી સેના સહિત માયાવી સુગ્રીવે પિતાના પક્ષમાં લીધે.
હવે મંત્રીઓએ જલદી માયાવી સુગ્રીવને નગરના દક્ષિણભાગમાં અને સાચા સુગ્રીવને ઉત્તરભાગમાં સ્થાપન કર્યા. વાલિન ચન્દ્રશમિ નામનો પુત્ર તલવાર લઈ સેના સહિત સુતારાના ભવનનું રક્ષણ કરવા લાગ્યા. ત્યાર પછી મદનાગ્નિથી તપેલા શરીરવાળા બંને કપિવરે સુતારાનાં દર્શન ન પ્રાપ્ત થવાથી અત્યંત અધીરા બની ગયા અને સુતારાને મળવાની અત્યંત ઉત્કંઠા કરી. પત્નીના વિયેગથી દુઃખી થએલે સત્યસુગ્રીવ વિચાર કરીને હનુમાનની પાસે ગયો અને પોતાની વીતક સર્વ હકીકત જણાવી. તેની વાત સાંભળીને હનુમાન અપ્રતિઘાત નામના વિમાનમાં બેસીને જલ્દી પોતાના સૈન્ય સાથે કિષ્કિન્ધિપુરે ગયે. પવનપુત્ર હનુમાનને આવેલ જાણીને માયાવી સુગ્રીવ હાથી ઉપર આરૂઢ થઈને મોટા સૈન્યસહિત બહાર આવ્યું. અંજનાપુત્ર હનુમાન બંનેનું સમાન રૂપ જોઈને વિશેષ કરી ન કરી શકવાથી જલ્દી પિતાની નગરીમાં પાછો આવ્યો. હનુમાન પણ પોતાના નગરમાં પાછો ચાલ્યો ગયે, એટલે સુગ્રીવ વધારે વ્યાકુલ થયે. હે રાઘવ! હવે એ આપના શરણમાં આવેલ છે, માટે આપ વિચાર કરીને તેના સહાયક બને.”
રામે કહ્યું કે, “હે સુગ્રીવ ! તમને સહાય કરીશ, તેમ તમે પણ મને ગમે ત્યાંથી સીતાના સમાચાર મેળવી આપ.” સુગ્રીવે કહ્યું કે, હે પ્રભુ! જે સાત દિવસમાં સીતાના સમાચાર હું ન મેળવું, તે મારે આગ્ન-પ્રવેશ કરવો. આવાં અનુકૂળ વચન સાંભળવાથી રામ અધિક આશ્વાસન પામ્યા અને નેત્રકમલ વિકસિત થયાં અને માંચિત ગાત્રવાળા થયા. હવે તે જિનભવનમાં રહેલા, કેઈને દ્રોહ ન કરનારા રામ અને લક્ષમણને સુગ્રીવ કિષ્કિધિ નગરીએ લઈ ગયે. સાચા સુગ્રીવને આવેલો જાણીને ફરી પણ તે માયાવી સુગ્રીવ પોતાના સિન્યથી પરિવરેલે રથમાં બેસીને સામે લડવા આવ્યું. બંને પક્ષના સુભટને આપયુક્ત ઉગ્ર ત્રાસ પમાડનાર સંગ્રામ જા અને એક સુગ્રીવ બીજા સુગ્રીવને ગાઢ પ્રહાર કરીને હણવા લાગ્યા. તલવાર, કનક, ચક્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org