________________
[૪૬] માયા-પ્રાકારનું નિર્માણ
: ૨૫૧ :
પમાડીને જિનમન્દિરમાં પૂજાની આજ્ઞા આપીને મદનજવરથી પીડિત રાવણે પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. લાંબા નિઃશ્વાસ મૂકતા પતિને જોઈને પ્રવેશ કરેલી મદરીએ સાત્વન આપતાં પતિને કહ્યું કે-“હે સ્વામી ! દૂષણના વધમાં આટલે વિષાદ ન પામો, બીજા પણ તમારા ઘણા બધુઓ અહિં મૃત્યુ પામેલા છે, ત્યારે તે આટલો શેક કર્યો ન હતો અને દૂષણ માટે આટલો અપૂર્વ મહાશોક કરે છે ?” ત્યારે શરમાતે શરમાતે રાવણ કહેવા લાગ્યો કે-“ચન્દ્ર સરખા મુખવાળી ! હે સુન્દરી! તું સાંભળ! જે તું રેષાયમાન ન થાય તે આ વિષયમાં સાચે સદ્દભાવ કર્યો છે, તે હું તને જણાવું. જે શબૂકને હણનાર અને યુદ્ધમાં ખરદૂષણને મારનાર હતું, તેની પત્નીનું હરણ કરીને તેને હું અહિં લાવ્યું છું. મદનથી તપેલા મને રૂપવંતી તે પતિ તરીકે નહિ સ્વીકારે, તો મારું હવે જીવન નથી. હે પ્રિયે! આ વાત તને જણાવી.” આવા પ્રકારની પતિની અવસ્થા જોઈને મદરી કહેવા લાગી કે, “હે દેવ ! કઈ દુર્ભાગી હશે, તેથી જ તમને ઈચ્છતી નથી. અથવા તે હે સ્વામી! ત્રિભુવનમાં તે એકલી જ રૂપ યૌવન-ગુણોથી યુક્ત હશે કે, જેને તમે અતિશય માન અને ગૌરવથી દેખી હશે.
હે સ્વામી! કેયૂરભૂષિત અને હાથીની સૂંઢ સમાન આ તમારી ભુજાઓથી બળાત્કાર કરીને તમે સ્ત્રીનું આલિંગન કેમ ન કર્યું?” ત્યારે રાવણે પ્રત્યુત્તર આપ્યો કે,
આમાં મોટું કારણ છે. હું ગમે તેટલે બલગવિત હોવા છતાં પણ બલાત્કારથી. કેઈની સ્ત્રીને ગ્રહણ કરતો નથી. હે કૃશદરી ! પૂર્વે અનન્તવીર્ય મુનિવરની પાસે સાધુની પ્રેરણાથી કઈ પણ પ્રકારે મેં એક વ્રત ગ્રહણ કરેલું છે કે, રૂપ અને ગુણપૂર્ણ એવી પારકી સ્ત્રી અપ્રસન્ન હોય અને ઈચ્છા ન કરે તે સદાકાળ મારે બળાત્કારથી ગ્રહણ ન કરવી, તેમ જ તેની પ્રાર્થના ન કરવી. આ કારણથી પારકી ગૃહિણીને હું બલાત્કારથી ગ્રહણ કરતો નથી. કારણ કે એમ કરવાથી પહેલાં ગ્રહણ કરેલી નિવૃત્તિનો ભંગ થાય. આ નિવૃત્તિ જે અચલિત અને અખંડિત પકડી રાખીશ, તો નરકમાં પડેલો. છતાં પણ ઘડાના કાંઠામાં બાંધી રાખેલા દોરડાનો છેડો હાથમાં પકડીને ઘડો ખેંચે, તે ભરેલો પાછો મેળવે છે, તેમ હું પણ નિયમના પ્રભાવથી સંસારને પાર પામી શકીશ. મદનના બાણથી ભેદાએલા હૃદયવાળા મને જે તું જીવાડવા ઇચ્છતી હોય, તે હે સુંદરી ! જલ્દી ત્યાં જઈને તે મહિલા-ઔષધિને લાવી આપ.” આવા પ્રકારની પતિના શરીરની અવસ્થા દેખીને બીજી યુવતીઓથી પરિવરેલી મન્દોદરી ત્યાં પહોંચી કે, જ્યાં સીતા હતી.
ત્યાં સુરરમણ નામના ઉદ્યાનમાં પહોંચી અને વૃક્ષની નજીકમાં બેઠેલી વનલકમી સરખી સીતાને મર્દોદરીએ દેખી. તેને બેલાવીને ત્યાં બેસીને મન્દોદરી કહેવા લાગી કે, “હે ભદ્ર! તું સાંભળ! ખેચરાધિપતિ રાવણ સરખા પતિ મળવા છતાં તેને તું કેમ ઈન્કાર કરે છે? હે બાલા! જમીન પર ચાલનાર માટે આટલી દુખી શા માટે થાય છે? દશાનન સરખા પતિને પ્રાપ્ત કરીને તું દેહસુખને અનુભવ કર. તારા હૃદયમાં રામ અને લક્ષ્મણે સ્થાન પ્રાપ્ત કરેલ છે, પરંતુ અનેક વિદ્યાઓના સ્વામી રાવણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org