________________
: ૨૫૦ :
પઉમચરિય-પદ્યચરિત્ર
સરખા સૌમ્યમુખવાળી ! મારી તરફ સ્નેહથી નજર કર ! જેથી તારાં નેત્રરૂપી જળથી મારો કામાગ્નિ શાન્ત થાય. હે ઉત્તમ કમલના પત્રદલસમાન નેત્રવાળી! જે તું મારા પર દ્રષ્ટિ ફેંકવા જેટલી કૃપા ન કરવા માગતી હોય તે, આ ચરણરૂપી કમલથી મારા મસ્તકને પાટુ માર. પર્વત, વન અને ઉપવાથી શેભતી આ પૃથ્વીનું તું અવલોકન કર. પવનની માફક અખલિત ગતિના પ્રસારવાળો મારે યશ સર્વત્ર ભ્રમણ કરે છે. હે કૃશોદરી! મારી સાથે તું સ્નેહ કર, આભૂષણોથી શોભાયમાન દેહવાળી ઈન્દ્રાણી જેમ ઈન્દ્રની સાથે ભોગે ભેગવે; તેમ ઈચ્છા પ્રમાણે મારી સાથે ભોગ ભોગવ.” રાવણ વડે આ પ્રમાણે પ્રાર્થના કરાએલી સીતા મુખ ફેરવીને બેઠી અને તેને સંભળાવ્યું કે, “આવા પ્રકારનું પરલોક-વિરુદ્ધ વચન કેમ બોલે છે? મારા દષ્ટિમાર્ગમાંથી તું દૂર ખસી જા, રખે મારા અંગને હાથથી સ્પર્શ ન કરીશ, પારકાની સ્ત્રીરૂપી અગ્નિશિખામાં પતંગિયા માફક પડીને નાશ પામીશ. પારકી સ્ત્રી તરફ કુદષ્ટિ કરનાર તે પાપ અને અપયશ તે અહિં ઉપાર્જન કરે છે, પરંતુ મરીને બીજા ભવમાં હજારે દુઃખ-ભરપૂર ભયંકર નરકમાં જઈશ. સીતાએ કઠોર વચનો કહીને તેને અધિક તિરસ્કાર કર્યો, પણ મદનના તાપથી તપેલા અંગવાળો રાવણ તેને સ્નેહ છોડતો ન હતો. ત્યાર પછી લંકાધિપતિ રાવણ પિતાના મસ્તક પર હસ્તકમલની અંજલી રચીને તેના પગમાં પડ્યો, પરંતુ સીતાએ તો તેને તણખલા સરખો જ ગણ્ય.
ખરદૂષણના સંગ્રામમાંથી છૂટીને પાછા ફરેલા શુક, સારણ વગેરે સુભટો જયઘોષણ કરતા કરતા આવ્યા. મોટા ઢોલ, ગીત–વાજિંત્રોના શબ્દોથી અભિનેન્દ્રિત કરાતા રાવણે પિતાના સમગ્ર સિન્ય સાથે ઈન્દ્રના સરખા ગૌરવથી લંકાનગરીમાં પ્રવેશ કર્યો. હવે સીતા વિચારવા લાગી કે, આ વિદ્યાધરરાજા છે, કદાચ એ અમર્યાદાવાળું આચરણ કરે છે, મારે તેનું શરણ સ્વીકારવું ? “જ્યાં સુધી બધુ-સહિત પતિના કુશલ–સમાચાર ન મેળવું, ત્યાં સુધી મારે આહાર ન ખાવો” એવી પિતાની પ્રતિજ્ઞા જાહેર કરી. નગરીના પૂર્વ ભાગમાં દેવરમણ નામના ઉદ્યાનમાં સીતાને સ્થાપન કરીને રાવણ પોતાના મહેલે ગયો. વિવિધ પ્રકારનાં રત્નમણિનાં કિરણોથી ઝળહળતા સિંહાસન પર બેસવા છતાં સીતા સંબધી કામાગ્નિથી પીડિત તે આંખના પલકારા જેટલો કાળ નિવૃત્તિ પામતો નથી.
ખરદૂષણના વધ થવાના કારણે રાજમહેલમાં લંકાધિપતિની મન્દોદરી વગેરે રાણીઓ અને બીજી યુવતીઓ વિલાપ કરતી હતી. ચન્દ્રના પિતાના ભાઈને પગ પકડીને રુદન કરતી પ્રલાપ કરવા લાગી કે, હું કેવી નિર્ભાગી પાપી છું કે, હું પતિ અને પુત્ર વિયોગ પામી. વિલાપ કરતી ભગિનીને રાવણ આશ્વાસન આપવા લાગ્યો કે, “હે વત્સલા બહેન! હવે રુદન કરવાથી સયું, પૂર્વે કરેલ પાપકર્મ અત્યારે ઉદયમાં આવ્યું છે. હે વત્સ તારા પુત્રને અને ખરદૂષણને જેણે યુદ્ધમાં મારી નાખ્યા છે, તેમને તેમના સહાયકોની સાથે ટૂંકા કાળમાં વધ થતા દેખીશ.” બહેનને આશ્વાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org