________________
[૪૫] સીતાના વિચગને દાહ
: ૨૪૭ :
માળા અને વૃક્ષશ્રેણીથી છવાએલા આ અરણ્યમાં ક્યાં તેની તપાસ કરવી ? આ પ્રમાણે પ્રલાપ અને વિલાપ કરતા રામ તે અરણ્યમાં ખૂબ રડ્યા, સીતા ન મળવાથી નિરાશ હૃદયવાળા પાછા ફર્યા અને પોતાના નિવાસસ્થાનમાં આવી સૂઈ ગયા. અહીં આ જીવલેકમાં આવા પ્રકારના પુરુષો પણ સુકૃતને નાશ થાય છે, ત્યારે અતુલ દુઃખ પ્રાપ્ત કરે છે, માટે જિનેશ્વરના ઉત્તમ મતથી વિશુદ્ધ ભાવવાળા બનીને વિમલ અને અંતરાય-રહિત ધર્મનું તો પાલન કરે. (૬૭)
પાચરિત વિષે “સીતાહરણ અને રામના વિપ્રલા૫ નામના
શુમાલીશમા પર્વને ગુજરાનુવાદ પૂર્ણ થયા [૪૪]
[૪૫] સીતાના વિયોગને દાહ
આ સમયે પહેલાને શત્રુ વિરાધિત ક્વચ ધારણ કરીને મોટી સેના સહિત અણધાર્યો ત્યાં આવી પહોંચે. યુદ્ધભૂમિમાં લડતા લક્ષમણુના ચરણયુગલમાં પડીને કહેવા લાગ્યા કે, “હે સ્વામી! વિદ્યાધરવંશમાં ઉત્પન્ન થએલે હું તમારે સેવક છું. હે સ્વામી ! હું ચંદ્રોદરને પુત્ર છું, અનુરાધાની કુક્ષિથી ઉત્પન્ન થએલે વિરાધિત નામવાળે આપની આજ્ઞાથી એકલો શત્રુને હાર આપવા સમર્થ છું. વિનયથી નમાવેલા તેના મસ્તક પર હાથ મૂકીને લમણે કહ્યું કે, “હે વત્સ! તે સર્વ બરાબર છે, પણ તે બાજુ પર ઉભો રહે એમ કહ્યું, એટલે વિરાધિને વિનંતિ કરી કે-“હે સ્વામી ! આપ એક પરદુષણને ઘાત કરે, બાકીના સુભટને સંગ્રામમાં હું એકલે જ મારીશ.” એ પ્રમાણે કહીને પિતાની સેના સાથે વિરાધિત ખરદૂષણની સેના સન્મુખ ગ અને લડવા લાગ્યો. દ્ધાઓ દ્ધાઓ સાથે, હાથીઓ હાથીઓની સાથે, રથમાં આરૂઢ થએલા રથિકની સાથે શૂરવીરતાથી લડવા લાગ્યા. જેમાં અનેક સુભટસમૂહ હણાયા છે–એવા આ યુદ્ધમાં લમણની સામે લડવા માટે ખરદુષણ આવી લાગ્યું. તે વખતે ટકોર કરતાં ખરષણે લક્ષમણને કહ્યું કે-“વનમાં રહેલા ગ-સાધના કરતા મારા પુત્રને મારી નાખીને મારી પ્રિયાના સ્તનની અભિલાષા કરનાર હે પાપી! આજે તું ચાલ્યા ક્યાં જાય છે? હે પાપી ! તું સામે આવ, સામે આવ ! મારી પત્નીના અપરાધ કરનાર તને તીક્ષણ બાણની શિક્ષા કરીને જલ્દી યમના મન્દિરે મકલી આપું.”
લક્ષમણે પ્રત્યુત્તર આપતાં તેને સંભળાવ્યું કે-“હે સુભટ! બહુ બકવાદ કરવાથી શું લાભ? તારો પુત્ર ગયે છે, ત્યાં હું જનાર નથી.” ત્યાર પછી લક્ષમણે બાણથી ખરદૂષણને રથવગરને બનાવ્યું. છેદાઈ ગએલા ધનુષ અને છત્રવાળો તે આકાશમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org