________________
: ૨૪૬ :
પઉમચરિય-પદ્મચરિત્ર
કરુ` કે, જેથી સ`સાર-સાગરને પાર પામી શકુ. લાંખા કાળ પછી તે મારા પર પ્રસન્ન થશે.' એમ વિચારીને રાવણ પેાતાની નગરી તરફ ચાલ્યા.
*
આ બાજુ રામે મેઘ માફક શસ્ત્રસમૂહ જેમાં ઉપરા ઉપરી આવીને પડી રહેલા છે, તેવા યુદ્ધમાં પ્રવેશ કર્યાં. રામને પોતાની પાસે આવેલા દેખીને લક્ષ્મણ રામને કહેવા લાગ્યા કે, સીતાને એકાકી મૂકીને અહીં તમે કેમ આવ્યા ? ત્યારે રામે કહ્યું કે, તારા સિંહનાદ સાંભળીને હું અહિં આવ્યા છુ.' લક્ષ્મણે રામને પ્રેરણા આપી કે, ‘તમેા સીતાની પાસે જાવ. હે મહાયશ! આ શત્રુઓને તે હું જિતીને પરાભવિત કરીશ, એમાં સન્દેહ નથી. તમે એકદમ ઉતાવળા ત્યાં પહેાંચી જાવ અને સીતાનું ખરાખર રક્ષણ કરો.' આ પ્રમાણે પ્રેરાએલા રામ ઉતાવળા ઉતાવળા તે પ્રદેશમાં આવી ગયા, પર’તુ સીતાને ન દેખવાથી રામને એકદમ મૂર્છા આવી ગઇ. ફરી સ્વસ્થ થયા અને વૃક્ષાના ગહનમાં નજર ફેંકી. ગાઢ પ્રેમના કારણે આકુલ હૃદયવાળા રામ ત્યાર પછી બાલવા લાગ્યા કે, ‘અરે સુન્દર! મને જલ્દી જવાબ આપ, વિલંબ ન કર. ઝાડીમાં મેં તને દેખી છે, લાંખી મશ્કરી શા માટે કરે છે? પ્રિયાના વિયાગથી દુઃખિત થયેલા રામ તે અરણ્યમાં સીતાને ખેાળતાં ખાળતાં પૃથ્વી પર પડેલા અને કીકીયારી કરતા જટાયુ પક્ષીને જોયા, પક્ષના કાનમાં નવકારના જાપ સભળાવ્યા. તેના પ્રભાવથી અપવિત્ર દેહનો ત્યાગ કરીને તે જટાયુપક્ષી દેવ થયા. ફરી સીતાનું સ્મરણ કરીને મૂર્છા પામીને વળી સ્વસ્થ થયા, સીતા ! સીતા ! એમ ઉલ્લાપેા કરતા અને શેાધતા અરણ્યમાં રામ આમ-તેમ પરિભ્રમણ કરવા લાગ્યા.
“ અરે ! મદોન્મત્ત મહાહસ્તીએ ! તમે આ અરણ્યમાં ભ્રમણ કરતાં કરતાં સૌમ્ય સ્વભાવવાળી કાઈ સ્ત્રીને જોઇ છે ? જો જોઇ હાય તા, તમે મને કેમ જણાવતા નથી ? હે તરુવર ! તું પણ ઘણું ઉંચે સુધી જાય છે અને તારાં પત્ર ઘણાં છવાએલાં હાવાથી છાંયડા પણુ માટે છે; અહિં કોઇ અપૂર્વ મહિલા તારા જોવામાં આવી છે કે નહિં ? સરાવરના મધ્યભાગમાં ચક્રવાકીને ખેલતી સાંભળીને ‘જાણે પેાતાની પત્ની હશે’ એવી શ'કાથી તેના સન્મુખ નજર કરી, પરંતુ તેમાં પણ નિરાશ થયા. હૃદયમાં પ્રસાર પામતા રાષવાળા રામે સં સત્ત્વાને ત્રાસ પમાડનાર વાવ ધનુષની ઢારી ચડાવીને તેને અફ઼ાન્યુ. વળી સિંહનાદ છેડ્યો, વળી ક્ષણમાં વિષાદ પામ્યા. રણમાં મે બિચારી જનકપુત્રીને ગૂમાવી. આ માનવ–સાગરમાં મેં મહિલારત્ન ખાઈ નાખ્યું. લાંખા કાળ સુધી તેની ઘણી શેાધ કરીશ, તેા પણ હવે પાછી નહિં મેળવી શકીશ ! વાઘ અગર સિંહ તેને ખાઇ ગયા હશે કે, હાથીએ તેને છૂંદીને મારી નાખી હશે ? અથવા ઘણા જળ-કલ્લાલવાળી પર્વત પરથી વહેતી નદીએ તેનું અપહરણ તા કર્યું નહિં હશે ?
મે' તને દેખી લીધી, દેખી લીધી, તું અહીં આવ, અહીં આવ.' એમ પ્રલાપ કરતા આમ-તેમ દોડતા અને પડઘાએના શબ્દોથી સીતા ખેલે છે-એમ રામ ભ્રમમાં પડતા હતા. અથવા કાઇ દુષ્ટે મારી હૃદયપ્રિયાનું અહીંથી અપહરણ કર્યું છે. ગાઢ પર્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org