________________
: ૨૨૦ :
પઉમચરિય-પદ્યચસ્ત્રિ
તેમ કરતાં અટકાવી છે અને તે બાલા અત્યારે ત્યાં જ બેઠેલી છે. આ સમાચાર સાંભળીને ખુશ થએલ રાજાએ તેને ધન આપ્યું. વળી વિચાર કરવા લાગ્યું કે, “પુત્રીને ઈષ્ટ પુરુષને સમાગમ થયે. જો કે ઈષ્ટોને સમાગમ થાય, તે સર્વને સુખ કરનાર થાય છે, પરંતુ ઓચિંતે જે તે સુખ-સમાગમ થાય, તે દેવલોકના સુખથી પણ વધારે સુખદાયક થાય છે. આ પ્રમાણે મહીધર રાજા, ભાર્યા અને પરિવાર સહિત રામદેવની પાસે જઈને લક્ષ્મણ સહિત રામને આલિંગન કર્યું. શરીર વગેરેના કુશલ-સમાચાર પૂછી સીતા સાથે વાતચીત કરીને ત્યાં જ તેઓની સ્નાન, ભોજન, આભરણ આદિ વિધિ નીપટાવી. દુન્દુભિ વાજિંત્રેના સુંદર શબ્દો સહિત અનેક વારાંગનાઓએ કરેલા નૃત્યવિધિવાળાં, મંગલગીત ગાઈને લોકોએ કરેલા આડંબરવાળો પ્રવેશ-મહેસવ રાજાએ કરાવ્યા. કેસર–ચન્દનના વિલેપનવાળા સીતા સાથે રામ-લક્ષમણે રથમાં આરૂઢ થઈને લોકે અને ધનથી પરિપૂર્ણ નગરમાં પ્રવેશ કર્યો.
તે વિજયપુર નગરમાં ઉત્તમ પ્રકારનાં વિષયસુખ ઇચ્છા પ્રમાણે અનુભવતા એવા મહાગુણ સંપન્ન દશરથપુત્ર રહેતા હતા. આ પ્રમાણે પૂર્વે ઉપાર્જિત કરેલા પુણ્યના પ્રભાવથી બીજા બીજા દેશમાં ભ્રમણ કરતા હોવા છતાં પણ મનુષ્ય ઉત્કૃષ્ટ સન્માનને પ્રાપ્ત કરે છે. માટે તમે વિમલ ધર્મનું અવશ્ય આચરણ કરો. (૪૨)
પાચરિત વિષે “વનમાલા' નામના છત્રીશમા પર્વને ગૃજરાનુવાદ
પૂર્ણ થયો. [૩૬]
[૩૭] અતિવીર્યનું નિષ્ક્રમણ
કઈક સમયે રામ-લક્ષમણ સમક્ષ એકદમ લેખવાહક આવ્યું અને રાજાને પ્રણામ કર્યા. લેખ અર્પણ કરીને તે દૂત સુખેથી આસન પર બેઠે. રાજાએ આજ્ઞા આપી, એટલે સેનાપતિએ લેખ વાંચ્યું. પ્રણામ કરતા રાજાઓના મસ્તકના મુકુટના અને ભાગથી જેના ચરણ–યુગલ સ્પર્શ કરાય છે, એવા શ્રીઅતિવીર્ય નામના મહારાજા નન્દાવર્તપુરમાં છે, તેને ભારતની સાથે વિરોધ થયો છે, માટે વિજયપુરના રાજાને આજ્ઞા કરે છે કે, અતિવીર્ય મહારાજાએ કુશળતા પૂર્વક કહેવરાવેલ છે કે, જે કઈ સામનો છે, તેઓ સર્વે ચતુરંગ સેના સહિત મારી પાસે આવી ગયા છે, અનાર્ય રાજાઓ પણ મારે આધીન છે. અંજનગિરિ સરખા શ્યામ આઠસો મત્તેહાથીઓ, તથા ત્રણ હજાર અશ્વો સહિત વિજય–શાર્દૂલ આવ્યા છે. સિંહ સાથે યુદ્ધમાં લડી શકે, તેવા અંગાધિપતિ રાજા મહાધ્વજ છસો મત્તાથીઓ સહિત આવ્યા છે. પાંચાલ પતિ પાર્થ સાત હજાર ઘોડા અને એક હજાર હાથી સાથે જલદી આવી પહોંચ્યા છે. પંડ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org