________________
૬ ૨૩૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર
સ્મરણ કરીને તીવવૈરાગ્ય પામેલી તે કન્યા વિવાહવિધિની ઈચ્છા કરતી નથી, પરંતુ પ્રવ્રજ્યાની અભિલાષા કરે છે. પ્રવર અને વિશાલ એ બંનેને વાર્તાલાપ થયો કે, આપણે બંને તેના પિતા છીએ. તે કન્યાએ તો પ્રત્રજ્યા ગ્રહણ કરી–તે વાત પણ સાંભળી. તેઓએ પણ અનંતવીર્યની પાસે નિથ મુનિની દીક્ષા અંગીકાર કરી. આ પ્રમાણે મેહાધીન બનેલા આત્માઓ કુત્સિત આચારવાળા થાય છે અને માતા, બહેન, પુત્રી કે કર્મયેગે પત્નીરૂપે થાય છે.
આ સાંભળીને ભવસમૂહનાં દુઃખોથી ભય પામેલ જટાયુ પક્ષી ધર્મ ગ્રહણ કરવા માટે અધિકતર કરુણ શબ્દ કરવા લાગ્યો. સુગુપ્ત મુનિએ તેને કહ્યું કે, “હે ભદ્ર! તું બીજાને પીડા ન કર, પરંતુ જિંદગી પયત માટે જૂઠ ન બોલવાનું, તથા અબ્રહ્મચર્ય—વર્જનરૂપ વ્રત અંગીકાર કર. રાત્રિભોજનની વિરતિ કર, માંસને ત્યાગ કર. યથાશક્તિ ભાવથી ઉપવાસ તપ કરવાને વિધિ કર. કષાયને રોકનારે થા, દરરોજ મુનિઓને નમસ્કાર કરવાના ઉદ્યમવાળો થા. પરલોકમાં પણ આવા વ્રત-નિયમો પાલન કરી શકાય તેવા ભવની આકાંક્ષા રાખવી; જેથી ભવસમુદ્રને જલ્દી પાર પામી શકાય. મુનિએ કહેલા સર્વ નિયમે ભાવથી ગ્રહણ કરીને હર્ષ પામેલો તે જટાયુ પક્ષી શ્રાવકધર્મમાં ઉદ્યમી બન્યો. સાધુએ સીતાને ભલામણ કરતાં કહ્યું કે, “હે ભદ્ર! સમકિતદષ્ટિ આ પક્ષીનું સાવધાનીથી આ અરણ્યમાં રક્ષણ કરજે. ઉપદેશ આપીને મુનિવરે પોતાના સ્થાનકે ગયા. આદર બુદ્ધિવાળી સીતા પણ તે પક્ષીને પંપાળવા લાગી. દુંદુભિને શબ્દ સાંભળીને હાથી પર આરૂઢ થઈને લક્ષમણ ત્યાં આવી પહોંચ્યા અને પર્વત જેવડે રત્નને ઢગલે જે. આશ્ચર્ય પામેલા લક્ષ્મણને રામદેવે ભિક્ષા આપવાથી માંડીને સમગ્ર વૃત્તાન્ત જણાવ્યું. ધર્મને પ્રભાવ તે જુએ કે, “આ ભવમાં પણ વ્રત–નિયમ ગ્રહણ કરવા ગે આ ગિધપક્ષી પણ ઈન્દ્રધનુષના સમાન વર્ણવાળે થયે જે કારણથી તેના મસ્તક ઉપર મણિરત્ન તથા કાંચનમય જટાઓ શોભતી હતી, તે કારણથી તુષ્ટિ પામેલા તેઓએ “જટાયુ કહીને બોલાવ્યા. રામ અને લક્ષ્મણની પાસે વિનયથી બેઠેલો તે સીતાએ પકાવેલ સ્વાદિષ્ટ આહારનું નિરંતર ભોજન કરતો હતે. ત્રણે સધ્યા-સમયે સીતાની સાથે જિનદર્શન–વન્દન ભાવથી કરતો. સમ્યગ્દષ્ટિ તે પક્ષી તેઓની પાસે રહેતે હતે. સીતાથી રક્ષા હંમેશાં જિનેશ્વર પાસે ગવાતાં ગીતનું શ્રવણ કરતો. ધર્મના ગુણોમાં અનુરક્ત બની આનંદથી નૃત્ય કરતે તે જટાયુ પક્ષી વિમલ ભાવવાળો બન્ય. (૭૮)
પદ્મચરિત વિષે “જટાયુ પક્ષી–ઉપાખ્યાન' નામના એકતાલીશમાં
પર્વને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. [૪૧].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org