________________
[૪૨] દ’ડકારણ્યમાં નિવાસ
દશરથના પુત્ર રામે આપેલા સુપાત્રદાનના પ્રભાવથી રત્ન-વૃષ્ટિ પ્રાપ્ત કરી અને વિપુલ પુણ્ય પણ ઉપાર્જન કર્યું. તે સિવાય હેમમય મણુિ અને રત્નાથી અલ'કૃત શિખર યુક્ત આડંબરવાળા, શયન અને આસનયુક્ત, જેના પર ધ્વજાએ લીલા સહિત ફરકી રહેલી છે, તથા ચાર ઘેાડાથી જોડાએલ, દેવાએ આણેલ રથ જેમને પ્રાપ્ત થએલા છે, એવા તેઓ અરણ્યની અંદર ઈચ્છાનુસાર ક્રીડા કરતા આનંદથી વિચરી રહેલા હતા. પેાતાની મરજી પ્રમાણે આનંદથી ક્રીડા કરતા તે કાંઈક એક દિવસ, પક્ષ, કાંઇક એક માસ રોકાતા હતા. કૃતાર્થ એવા તેએ હવે ગાઢ ઝાડીવાળાં ગહન વન અને ઘણા પતાનું ઉલ્લઘન કરીને નિર્ભયપણે તે અરણ્યના અંદરના ભાગમાં પેઠા. વડ, ધવ, શિરીષ, ધમ્મણ, અર્જુન, પુન્નાગ, તિલક, અશ્વત્થ, સરલ, કદમ્બ, આમલાં, દાડિમ, અકાલ્લ, બિલ્વ, ગૂલર, ખદિર, કપિત્થ, તિત્ત્તક, વાંસ, લવણવૃક્ષ, સાગ, લિમ્બવૃક્ષ, ફણુસ, આમ્રવૃક્ષ, નન્દીવૃક્ષ, અકુલ, તિલક, અતિમુક્તક, કેાર’ટ, શતપત્રિકા આદિ વૃક્ષાથી આકી, ચમ્પક, કલમી આંખા, અરટુ, કેન્દલતાથી મડિત પ્રદેશવાળા, ખજૂરી, શમી, કેરડા, ખેર, નારિએલ, કેળ અને બીજોરા વગેરે વૃક્ષોથી આચ્છાદિત, આવા પ્રકારના અનેક તરુવરાથી ચારે બાજુ સુન્દર આકારવાળું આ વન જાણે નન્દનવન હેાય તેવું જણાતું હતુ. જેમાં આપોઆપ સ્વતઃ ઉગેલ સફેદ શેરડી અને કેટલાક ધાન્યાના જત્થાઓ ઉત્પન્ન થયા છે, તેમજ કમલ, ઉત્પલ અને જળથી ભરેલા એવા સરાવરના કારણે આ અરણ્ય શેાલતું હતું. તે વનમાં હાથી, ચમરી ગાય, શરભ, કેસરી, વરાહ, મૃગ, ભેશ અને ચિત્તાઓ ચારે બાજુ ફરતા હતા. સસલા, વાઘ, નીલગાય, રીંછ અને નાળીયા વગે૨ે ભયંકર જનાવરેાથી હંમેશાં વ્યાપ્ત અરણ્ય હતું. કાઈ કાઇ સ્થળે કળાના ભારથી નમી પડેલા વૃક્ષો હતા. કાઈ સ્થળે શ્વેતપુષ્પાથી પ્રદેશ ધવલ જણાતા હતા, કાંઈક નીલ, રિત અને લાલવણુની છાયા જણાતી હતી. દડકપર્વતના શિખર ઉપર દંડક નામના મોટા નાગ હતા, આ કારણે હે ચંદ્રમુખી ! આ દંડકારણ્યના નામથી લેાકેામાં પ્રસિદ્ધિ પામ્યું. નિલ જલથી પૂર્ણ, કલહંસાના કલરવથી શબ્દાયમાન, સ્વચ્છંદ ક્રીડા કરનારા પક્ષિઓથી વ્યાપ્ત એવી આ કૌચરવા નામની નદી છે. બંને કિનારા પર ઉગેલા વૃક્ષામાંથી પડતા ઉત્તમ પુષ્પાના કારણથી પીળારંગવાળા તરંગાથી યુકત, 'અત્યન્ત ચચળ મગરમચ્છ, કાચમાંથી નિરંતર ઉપમતિ આવ વાળી આ નદીને જોઇને સીતાએ રામને કહ્યુ કે, ‘ હે મહાયશ ! જલસ્નાન કરવા માટે થોડો સમય અહીં રોકાવું નથી ?' ‘ઠીક, ભલે એમ હા ' એમ કહીને પ્રિયા સાથે રામ નિલ જળમાં ઉતર્યો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org