________________
* ૨૪૦ :
પઉમચરિય–પદ્મચરિત્ર જેમ હાથણી સાથે હાથી જળક્રીડા કરે, તેમ તેઓએ નાન કર્યું. પત્નીને હર્ષિત કરવા માટે રામે અનેક પ્રકારના સુમધુર સ્વર સંભળાય તેવા જલતરંગ બજાવ્યા. સીતાએ પણ પાણીમાંથી ભ્રમરે સહિત સુંદર સુગન્ધિ કમલો લઈને પિતાના પતિના ઉત્તમ કંઠમાં સ્થાપિત કર્યા. કમલોમાં છૂપાએલા ભ્રમરો રામથી આઘાત પામીને ભ્રમણ કરતા કરતા કમલની શંકાથી સીતાના વદન-કમલમાં લીન બની જાય છે. તે અતિશય મત્ત અનેક ભ્રમને દૂર કરવા અસમર્થ સીતા એકદમ પિતાના પતિને દૃઢ આલિંગન કરવા લાગી. રામના નાનસમયે મધુકર ગાન કરતા હતા, પક્ષીઓ સુભટોની જેમ જય શબ્દ બોલતા હતા, શિયાળાના જળ સરખા ઠંડા જળમાં ઈચ્છા પ્રમાણે વિધિથી સ્નાનકડા કરીને નદીમાંથી પ્રિયતમા સાથે રામ બહાર નીકળ્યા.
સર્વ અંગોમાં આભૂષણો ધારણ કરીને અતિમુક્ત લતાના મંડપમાં સુખપૂર્વક બેઠેલા રામ નાનાબંધુને કહેવા લાગ્યા કે, “મારું એક વચન સાંભળ. અહીં વૃક્ષે ફલ–સમૃદ્ધ છે. લતાઓના મંડપો છે, નિર્મળ જળથી પૂર્ણ નદીઓ છે. રત્નભરેલા પર્વત છે. તે પિતા, માતા અને સર્વ બધુઓને જલદી અહીં લાવ. આ રમણીય સ્થાનમાં નગર વસાવીને આપણે અહીં નિવાસ કરીએ.” ત્યારે લક્ષમણે પણ એ વાતમાં અનુમોદના કરતાં કહ્યું કે, “તમે જે ઉત્તમ વાત જણાવી, તે બરાબર છે. મને પણ આ દંડકારણ્ય ઘણી પ્રીતિ ઉત્પન્ન કરે છે. તે અરણ્યમાં રહેતાં તેઓએ ગ્રીષ્મકાળ પૂર્ણ કર્યો અને મેઘસમૂહની ગર્જનાવાળે વર્ષાકાળ પ્રાપ્ત થયે. આકાશમાં ફેલાએલા કાજળના રંગ સરખા શ્યામ ગર્જના કરતા, પૃથ્વીને મોટી ધારાથી ભેદી નાખતા મેઘ વરસવા લાગ્યા. મેઘના સમૂહથી ઉત્પન્ન થએલ અત્યન્ત પ્રચંડ અને ચારે બાજુ સંગ સંગ શબ્દ કરતો પવન એક બીજા વૃક્ષે સાથે અથડાઈને જાણે નૃત્ય કરતો ન હોય તે સખત પવન ફૂંકાવા લાગે. અલ્પ કાલ રહેનારા વર્ણથી શેજિત પ્રદેશવાળા નીલ, લીલા, પીળા, સફેદ રંગનાં વાદળો આકાશમાં સંચાર કરતાં શેભા પામતાં હતાં. અંકુરા અને નવપલ જેમાં ફૂટેલા છે, તેમ જ લીલું ઘાસ ઉગેલું હોવાથી પૃથ્વી નીલવર્ણવાળી દેખાય છે. સરેવર, તળાવ, વાવડી, ખેતરો તેમજ નદીઓના પ્રવાહો નવીન જળથી ભરાઈ ગયા છે. વળી રામે લક્ષ્મણને કહ્યું કે, “હે કુમાર ! જેમાં નવું પાણી ઘણું પડી રહ્યું છે. એવા આ વર્ષાકાળમાં ગમન કરવું યોગ્ય નથી.” આવા પ્રકારની મંત્રણા કરીને તેઓ આ સુન્દર સ્થાનમાં રહ્યા. સીતા તથા જટાયુ સાથે રામ અને લક્ષ્મણ ત્યાં વર્ષાકાળ પસાર કરવા લાગ્યા. આ પ્રમાણે વિવિધ કથા કરવામાં તેમજ પ્રીતિવાળા આહારપાન, શયન, આસનથી યુકત નિવાસસ્થાનમાં જલ અને વિજળીની છટાવાળા વર્ષાકાળમાં વિમલ પ્રભાવવાળા તેઓએ પિતાને સમય સુખમાં પસાર કર્યો. (૩૬) પચરિત વિષે “દંડકારણ્યમાં નિવાસ’ નામના બેંતાલીશમા પર્વને
ગૂજરાનુવાદ પૂર્ણ થયે. [૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org