________________
: ૨૪ર :
પઉમચરિય-પદ્યચરિત્ર
દેવકુમાર સરખા રૂપવાળા મહાપરાક્રમી બે પુત્રો હતા. તેનાં અનુક્રમે શબૂક અને સુન્દ એવાં નામે છે. માતા-પિતાદિક વડીલોએ ઘણી વખત મનાઈ કરવા છતાં જાણે મૃત્યુની નજર તેના ઉપર પડી હોય, તેમ સૂર્યહાસ તલવાર સાથે તેણે દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. જાહેર કર્યું કે, આ અરણ્યમાં સમ્યકત્વ, નિયમ અને મેગ-રહિત જે કઈ મારા દષ્ટિપથમાં પડશે, તેને હું અવશ્ય વધ કરીશ, એમાં સદેહ ન રાખ. લવણસમુદ્રની ઉત્તરદિશામાં કચરવા નદીની નજીકમાં રહેલા વાંસના ગહનમાં કઈ વિદ્યાસાધના કરવા માટે શબૂકે પ્રવેશ કર્યો. સાધના કરતાં બાર વર્ષ ઉપર ચાર દિવસ વીતી ગયા. વિદ્યા સિદ્ધ થવા માટે હવે ત્રણ દિવસ બાકી રહેલા હતા. તેટલામાં ફરતા ફરતા લક્ષમણ તે જ પ્રદેશમાં આવી પહોંચ્યા. અનેક કિરણેથી ઝળહળતું સૂર્યહાસ ખડ્ઝ દેખ્યું. વનની વચ્ચે ગાઢ ઝાડીવાળા વૃક્ષોથી આચ્છાદિત, ઘણું પત્થરથી વેષ્ટિત, સામગ્રીપૂર્ણ સરખા પૃથ્વીતલમાં સુવર્ણકમળથી પૂજા કરેલ, ગન્ધથી વિલેપન કરેલ, ઉત્તમ કેસર-મિશ્રિત ચંદન ઘસીને બનાવેલ કર્દમના લેપથી શેભિત એવા સ્થાનમાં રહેલ તે તલવારને લક્ષ્મણે તરત ગ્રહણ કરી. જમણા હાથમાં તલવાર પકડીને પરીક્ષા કરવા માટે તલવાર ચલાવી અને ગાઢ અને ઉંડા મૂળવાળા વાંસના સ્થાને તેણે કાપી નાખ્યા. તે સમયે લમણે ત્યાં કુંડલેથી અલંકૃત એક મસ્તક પડેલું જોયું. વિદ્રુમસમાન લોહીથી ખરડાએલા અવયવવાળું શરીર લેહીના કાદવમાં તરફડતું જોયું. હવે લક્ષમણ તે ખગ લઈને રામ પાસે ગયો અને પૂછ્યું, ત્યારે સમગ્ર વૃત્તાન્ત જણાવે.
હવે દરરોજ પુત્રની પાસે જનારી ચન્દ્રના માતાએ પૃથ્વી પીઠ પર પડેલાં છેદાએલાં જુદાં પડેલાં ધડ અને મસ્તકને જોયાં. પુત્રના શેકથી પીડિત અંગવાળી તે મૂચ્છ પામી. ફરી હોશમાં આવી “હા પુત્ર ! હા પુત્ર !” એમ મોટા શબ્દથી રુદન કરતી મોટા અશ્રુના જળને વહેવા લાગી. બાર વરસ અને ચાર દિવસ સુધી તે ઉત્તમ યોગ-સાધના કરી, હે કૃતાન્ત ! મારી ખાતર તે ત્રણ દિવસ રાહ ન જોઈ ! “હે દુષ્ટ દેવ ! મેં એવું કયું નિષ્ફર કાર્ય કર્યું કે તારું કંઈ બગાડ્યું–કે ઘણા ગુણયુક્ત મારા પુત્રને અકાળે હરણ કરી લીધો ! અથવા પુણ્યહીન મેં કેઈના પુત્રને મારી નાખ્યા હશે, તેનું આ ફળ મળ્યું હશે, અથવા તે કર્મફલ અત્યારે ઉદયમાં આવ્યું હશે ? એમાં સદેહ નથી. હે પુત્ર ! નિર્ભાગી મેં કેટલાએ મનેર કરેલા હતા, તે સર્વે એકદમ દેવે બીજા સ્વરૂપમાં પલટાવી નાખ્યા. લેહીના કાદવમાં ખરડાએલા પુત્રના મુખને ગ્રહણ કરીને ચુમ્બન કરવા લાગી, વળી વિશાલ નેત્ર તરફ લીલાપૂર્વક નજર કરતી કરુણ વિલાપ કરવા લાગી. લાંબા કાળ સુધી ખૂબ રુદન કરીને કોપ પામેલી તે ચન્દ્રનખા જલ્દી પુત્રને મારનાર વરીની શોધ કરવા તે ભંયકર વનમાં ભ્રમણ કરવા લાગી.
ત્યાં ભ્રમણ કરતાં કરતાં રામ અને લક્ષ્મણ બંનેને જોઈને મદનબાણથી હણાએલા અંગવાળી તે પુત્રના કારણે થયેલા ક્રોધ અને શેકને ભૂલી ગઈ. તેની સાથે સમાગમ કરવાની અભિલાષાવાળી તે ક્ષણે વિચારવા લાગી કે, “તેમાંથી કેઈ એકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org