________________
[૩૭] અતિવીર્યનું નિષ્ક્રમણ
: ૨૨૧ :
પુરના સ્વામી પણ ઘણી સેના સાથે આવેલા છે. મગધરાજ પણ આઠ હજાર હાથીએ સાથે આવેલા છે. વાધર , સુકેશ, મુનિભદ્ર, સુભદ્ર, નન્દન વગેરે તથા યમુનાધિપતિ આવ્યા છે. અનિવારિતવીર્ય, કેસરિતીય તથા સિંહરથ વગેરે મારા મામા પણ સેના સાથે આવી પહોંચેલા છે. વસુસ્વામી, મારિદત્ત, અમ્બષ્ટ, પિટિલ, સૌવીર તથા મન્દર વગેરે પણ મોટી સેના સહિત આવી ગયા છે. દેવોની જેમ ભેગોમાં અત્યંત આસક્ત એવા બીજા ઘણા રાજાઓ દશ અક્ષૌહિણીપૂર્ણ સેના સાથે જલ્દી જલદી અહીં આવી ગયા છે. આ સમગ્ર રાજાઓથી પરિવરેલો હું યુદ્ધભૂમિમાં ભારતને જિતવા માટે ઈચ્છું છું, તે હે રાજન્ ! આ લેખ દેખતાં જ તમારે જલ્દી આવવું જોઈએ.”
લેખ વંચાઈ રહ્યા પછી હજુ રાજા કંઈ પણ બોલતા નથી. તેટલામાં તે દૂતને લમણે આ પ્રમાણે પૂછયું કે-“અતિવીર્ય રાજાને કયા કારણે ભારતની સાથે વિગ્રહ થયે, તે હકીકત સ્પષ્ટરૂપમાં કહો. હે ભદ્ર! એ જાણવાનું મને મોટું કુતૂહલ થયું છે.” આમ કહેતાં જ વાયુગતિ દૂત કહેવા લાગ્યો કે, “મારા સ્વામીએ ભરતરાજાની પાસે એક દૂત મોકલ્યો હતો, સુબુદ્ધિ નામના તે દૂતે ભારતની પાસે જઈને કહ્યું કે, “અતિવીય રાજાએ આપની પાસે દૂત તરીકે મને મોકલ્યો છે. તે દેવે આજ્ઞા આપી છે કે,
હે ભરત! તું મારે ત્યાં સેવક તરીકે મારી નોકરી કર, અગર અધ્યા છોડીને પરદેશ ચાલ્યા જા.” આ વચન સાંભળતાં જ શત્રુધ્ર એકદમ ગુસ્સામાં આવી ગયે અને તરત ઉભા થઈને કઠોર વચન સંભળાવવા લાગ્યો.-ભરતસ્વામી તે કુપુરુષની નોકરી કદાપિ નહીં કરશે. શું કેસરીસિંહ ભય પામીને શિયાળના શરણે કદાપિ ગયા છે? અથવા તે નજીકમાં તેનું મૃત્યુ જણાય છે, નહીંતર આવાં વચને કહેવરાવે નહિં. અથવા તેને નક્કી પિત્તજવર થયે લાગે છે, કે ભૂતને વળગાડ વળગ્યો હશે? વળી દૂતે તેને સામે જવાબ આપતાં કહ્યું કે, “અહીં ઘરમાં આટલી શું ગર્જના કરો છો? જ્યાં સુધી રેષાયમાન અતિવીર્યને યુદ્ધભૂમિમાં નથી જોયા, ત્યાં સુધી જ આ માત્ર ગર્જના છે.” આટલું બોલતા દૂતને બે પગ પકડીને બહાર હાંકી કાઢ્યો અને સુભટોએ મારપીટ કરી તેને નગર વચ્ચે લાવ્યા. ધૂળની રજથી લપટાએલા અંગવાળા તેનું અપમાન કરીને તેને છોડી દીધું. તેણે પિતાના સ્વામી પાસે જઈને સર્વ વિતક સંભળાવ્યું.
યુદ્ધ કરવાની ઉત્સુકતાવાળા ભરત મહારાજા ઘણું મોટા સૈન્ય સાથે એકદમ અતિવીર્ય રાજાની સામે સામનો કરવા નગરમાંથી બહાર નીકળ્યા. આ સાંભળીને મિથિલાના સ્વામી સેના સહિત આવી પહોંચ્યા, સિહોદર વગેરે સુભટો ભરતની પાસે આવી ગયા. અપમાનિત દ્વતના કારણે કેધ પામેલો અતિવીર્ય રાજા પણ ભારતને સામનો કરવા માટે પિતાની નગરીમાંથી બહાર નીકળ્યો. “હું જલદી આવું છું.' એમ કહીને તે લેખવાહકને વિદાય કર્યો. રામે એકાન્તમાં તે મહિધર રાજાને કહ્યું કે, “ભારતનું હિત થાય, તે જ કાર્ય અમારે કરવાનું હોય, માટે ગુપ્તપણે જઈને અતિવીર્યને હણ જોઈએ. રામે કહ્યું કે, “હે મહીધર ! તમે વિશ્વાસ રાખી સુખેથી અહીં રહે. હું તમારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org