________________
[૩૭] અતિવીર્યનું નિષ્ક્રમણ
: ૨૨૩ :
વાર દષ્ટિ ફેંકતા હતા, સંસાર-સમુદ્રને પાર પામેલા ઋષભાદિક જિનેશ્વરનાં ચરિત્ર વાળાં સંગીત ગાતી હતી. રાજા સહિત સર્વે લોકો અત્યન્ત ખુશ ખુશ થઈ ગયા.
ત્યાર પછી નર્તિકાએ અતિવીર્ય રાજાને કહ્યું કે-“લોકમાં અપકીર્તિ કરનાર, ભરત સાથે તમે વિરોધ ક્યા કારણે કર્યો છે? આટલું થવા છતાં પણ જો તમે પિતાનું જીવતર ઈચ્છતા હો તો ભરતની પાસે જઈને તેનું દાસત્વ સ્વીકારો.” આ વચન સાંભળીને રાજા રેષાયમાન થયા અને સમુદ્રની ભરતીની જેમ સુભટ પુરુષે ભાયમાન થયા. એટલામાં અતિવીર્ય રાજાએ તેને વધ કરવા મ્યાનમાંથી તરવાર ખેંચી, તેટલામાં તે નર્તિકાએ તેની તરવાર ઝુંટવી લીધી અને તેને કેશમાંથી પકડ્યો. તે નર્તિકાએ નિલકમલ સરખી શ્યામ તલવારને ઉઠાવીને કહ્યું કે, “જે મારી સામે ઉભા રહે, તે અવશ્ય હણવા ગ્ય છે.” ફરી નર્તકીએ કહ્યું કે, જે ભરતસ્વામી પાસે જઈને તું પ્રણામ કરીશ, તે તું જીવીશ, તે સિવાય તારે જીવવાનો બીજો કોઈ ઉપાય નથી. હાહાકાર કરનાર અને ભયથી ગભરાએલા ધ્રુજતા શરીરવાળા લોક કહેવા લાગ્યા કે, ચારણકન્યાએ જબરું આશ્ચર્ય કર્યું. ત્યારે ઉત્તમહાથી પર બેઠેલા રામ અતિવીર્યને લઈને જિનમંદિરમાં ગયા. હાથીથી નીચે ઉતરીને પ્રભુની પૂજા કરી. સીતા સાથે રામે નિર્મલ ભાવથી જિનેશ્વરની સ્તુતિ કરીને પછી આદરપૂર્વક વરધર્મ નામના આચાર્યને પ્રણામ કર્યા. ત્યાર પછી અતિવીર્યના હાથ લમણે પકડેલા હતા, તે દેખીને સીતાએ લક્ષમણને કહ્યું કે, તેના હાથ જલ્દી છોડી દે, કારણ કે, સુભટોની આવી મર્યાદા હોય છે. જે સર્વ જી માટે શરણભૂત છે, તપ, નિયમ અને સંયમમાં તલ્લીન રહેનારા છે, તેવા સાધુઓ ઉપર પણ દુર્જન દુર્જનતા કરે છે, તો રાજલોકના વિષયમાં તે શું બાકી રહે ?” આ પ્રમાણે કહેવાથી લક્ષમણે અતિવીર્યને છોડી દીધો અને સમજાવ્યો કે, “હવે તું કેશલા નગરીએ જઈને ભરતને સેવક બન.” આ પ્રમાણે મુક્ત કર્યો, એટલે રામને પ્રણામ કરીને તે વૈરાગ્ય પામ્ય અને તત્કાલ પ્રતિબંધ પામ્યો. ત્યારે રામે કહ્યું કે, “આ દુષ્કર ચારિત્ર ન ગ્રહણ કર, પણ ભારતને આધીન થઈને તું મહાભોગો ભોગવ. અતિવીયે કહ્યું કે, “રાજ્ય–ભોગવટાનો પરમાર્થ આજે બરાબર દેખ્યો. સંસારનું સ્વરૂપ બરાબર સમજે છું અને તેના ભયથી ઉદ્વેગ પામેલ હું હવે અવશ્ય પ્રત્રજ્યા ગ્રહણ કરીશ.” વિજયરથ નામના પુત્રને રાજયે સ્થાપન કરીને પુત્રનેહ-રહિત અતિવીર્ય રાજાએ આચાર્યના ચરણ-કમલમાં દીક્ષા અંગીકાર કરી. નિઃસંગ, સૂર્યાસ્ત થાય, ત્યાં રોકાઈ જનાર, જિતેન્દ્રિય અને ધીર એવા તે મુનિ તપ કરવા લાગ્યા અને સિંહની જેમ નિર્ભયપણે પૃથ્વીમાં વિચારવા લાગ્યા. ચારિત્ર, જ્ઞાન, સંયમ, તપ અને શીલયુક્ત તેમ જ છડું-અઠ્ઠમ તપ કરીને પોતાની કાયાને ક્ષીણ કરનારા, વિમલ જ્ઞાનને ધારણ કરનારા, મતિ, શ્રુત અને અવધિ એવાં ત્રણ જ્ઞાનને ધારણ કરનારા, એવા ગુણસંપન્ન ધીર મહાત્મા અરણ્યમાં કે ગુફામાં નિવાસ કરતા હતા. (૩૦) પદ્મચરિત વિષે “અતિવીર્ય-નિષ્કમણ” નામના સાડત્રીશમાં
પર્વને ગૂર્જરનુવાદ પૂર્ણ થયે [૩૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org