________________
[૩૯] દેશભૂષણ અને કુલભૂષણનાં આખ્યાન
: ૨૩૩ :
કરેલી ગેાઠવણી અનુસાર રાજાએ વેશ્યાના પગમાં પડેલા ધીઠા તાપસને જોયા. દારડાથી મજબૂત ખાંધીને પ્રભાતમાં લેાકેા તિરસ્કાર કરે તેવી રીતે ‘સ્ખલના પામેલા આચારવાળે છે.' તેમ જાહેર કર્યાં. ત્યાર પછી તે પૃથ્વીમાં ભ્રમણ કરતા મૃત્યુ પામીને અનેક ફ્લેશ ભાગવવા પડે, તેવી ચેાનિઓમાં ઉત્પન્ન થયેા. કમની નિર્જરા થવાના ચાળે કાઇ પણ પ્રકારે મનુષ્યપણામાં આવ્યા, પણ ધન, અન્ધુ, સ્વજન-રહિત હતા અને જેના પિતા પણ પરદેશ ચાલ્યા ગયા હતા. તે કુમારભાવ પામ્યા, ત્યારે મ્લેચ્છા તેની માતાનું અપહરણ કરી ગયા. અત્યન્ત દુઃખી થએલા તેણે તાપસ-ધર્મની દીક્ષા લીધી. વિધિપૂર્ણાંક અતિકષ્ટવાળું તાપસનું અજ્ઞાનતપ કર્યું. આયુષ્ય પૂર્ણ થયું, એટલે મરીને જ્યાતિષ્ક દેવલાકમાં અનલપ્રભ નામના દેવ થયે. દેવાની વચ્ચે અનન્તવીય ને શિષ્યે પૂછ્યું કે, ‘મુનિસુવ્રત ભગવંતના તીમાં ખીજા કાણુ કેવલી થશે ?' ત્યારે અન તવીયે કહ્યું કે, · મારા નિર્વાણ પામ્યા પછી સમાહિત મનવાળા એ શ્રમણેા અહીં કેવલી થશે. પ્રથમ નિગ્રન્થ શ્રમણામાં (સહ સમાન દેશભૂષણ નામના કેવલજ્ઞાની અને બીજા સંસારથી પાર કરનાર કુલભૂષણ નામના કૈવલજ્ઞાની અહીં થશે.' અનલપ્રભ પણ પોતાના વૃત્તાન્ત જાણીને કેવલીના મુખકમલમાંથી નીકળેલી વાણીને હૃદયમાં સ્મરણ કરતા પેાતાના સ્થાને પહેાંચ્યા.
હવે કેાઇ વખત અવધિ-વિભ’ગજ્ઞાનથી જાણ્યુ કે, ‘અમે અહીં યાગ કરેલા છે.' ત્યારે તેણે કહ્યું કે, · અનન્તવીર્યંના વચનને ખાટું કરું. પૂર્વના વૈરના કારણે અત્યન્ત રાષવાળા એકદમ અહિં આવ્યા. અતિભયકર ઉપસગ કરીને પેાતાના સ્થાને ચાલ્યા ગયા. હૈ રાઘવ ! લક્ષ્મણ સહિત તમે જે વાત્સલ્ય કર્યું, તે કારણે અમારા કર્મોના ક્ષય થયા અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.'
આ પ્રમાણે સાંભળીને ખીજા ભવામાં દુઃખે કરીને નિવારણ કરી શકાય તેવાં, વેરનાં કારણેાના ત્યાગ કરો અને હુંમેશાં ધર્મમાં એકાગ્ર મનવાળા અનેા. દેશભૂષણમુનિના આવા ઉપદેશ સાંભળીને દેવા અને મનુષ્યા ભવના દુઃખથી ભય પામ્યા અને સમ્યક્ત્વ-પરાયણ બન્યા. ત્યારે ગરુડાધિપતિએ કેવલીને વન્દન કરીને રામને કહ્યું કે, સ્નેહદષ્ટિમાં વૃદ્ધિ કરીને મારું વચન સાંભળેા. જો કે તમે તદ્દન નિસ્પૃહભાવે અને સુન્દર મનથી મારા પુત્રાનું પ્રાતિહા કર્યું છે, માટે તમારા મનમાં જે કાઇ પણ ઇષ્ટ વસ્તુ હાય, તે માગેા, તેા હું અર્પણ કરી શકું. રામે વિચાર કરીને દેવતાને કહ્યુ` કે, ‘જો તમા પ્રસન્ન થયા છે, તે અમારી આપત્તિમાં નક્કી સ્મરણીય થજો.' ત્યાર પછી તે ચાર નિકાયના દેવા પાતપાતાના સૈન્ય-પરિવાર સહિત કેવલીના ચરણમાં નમસ્કાર કરીને જ્યાંથી આવ્યા હતા, ત્યાં સવે ચાલ્યા ગયા. જેએ વિશુદ્ધભાવથી દેશભૂષણ અને કુલભૂષણના આ ચરિત્રને શ્રવણ કરે છે, તે ઉત્તમ ધર્મ ધુરા ધારણ કરનાર તથા સમ ભવ્યંજન જ્ઞાનના વિમલ લસ્વરૂપ સુખના ભાક્તા થાય છે. (૧૩૩) પદ્મચરિત વિષે ‘દેશભૂષણ અને કુલભૂષણ' નામના આગણુચાલીશમા પના આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૩૯]
For Private & Personal Use Only
6
Jain Education⚫ternational
www.jainelibrary.org