________________
[૩૯] દેશભૂષણ અને કુલભૂષણનાં આખ્યાન
: ૨૩૧ :
અને કનકાભા નામની બે ભાર્યાઓ હતી. પિલા બે સાધુઓ દેવલોકમાંથી ચ્યવીને પડ્યાનામની રાણીની કુક્ષિમાં રત્નરથ અને ચિત્રરથ નામના દેવકુમાર સરખી કાન્તિવાળા પુત્ર ઉત્પન્ન થયા. વસુભૂતિ વિપ્રને જીવ જે જટાધારી તાપસ થઈ તિષ્ક દેવ થયું હતું, તે દેવ ચવીને ઘણુ ગુણોના નિધાનભૂત કનકાભા રાણના પુત્રપણે ઉત્પન્ન થયે અને અનુદ્ધર નામથી પ્રસિદ્ધિ પામે.
પુત્રોને રાજ્ય આપીને પ્રિયંવદે જિનભવનમાં છ દિવસની સંખના કરી, સમાધિથી કાલ પામીને તે દેવલોકમાં ગયે. ત્યાં આગળ લક્ષમીના સરખા સુન્દર શરીરવાળી શ્રી પ્રભા નામની રાજપુત્રી હતી. રત્નરથ અને અનુદ્ધર એ બંને તે કન્યાની માગણી કરતા હતા. ત્યાર બાદ રત્નરશે તેને મેળવી છે, તે સાંભળીને રોષાયમાન થઈ અનુદ્વરે સેના–સહિત જઈ તેનો પ્રદેશ ખેદાનમેદાન કરી વેરાન બનાવ્યું. ત્યાર પછી ચિત્રરથ અને રત્નરથ બંને ભાઈઓએ એકઠા થઈ તેને પકડી લીધું અને પંચ દંડ કરીને પોતાના દેશમાંથી બહાર કાઢી મૂક્યો. તિરસ્કાર, અપમાન અને પરાભવથી ઉત્પન્ન થએલા, વેર અને દ્વેષથી લાંબી અને મોટી જટાઓને મુગટધારી, વકલનાં વસ્ત્ર પહેરનાર તાપસ થયે. તે ત્યાં તેના પિતાના બે ભાઈઓ હતા, તેઓએ દીક્ષા અંગીકાર કરીને કાળ પામી દેવલેકમાં મહદ્ધિક દેવપણે થયા. દેવલોકનું સુખ ભેળવીને ત્યાંથી વેલા સિદ્ધાર્થનગરના રાજા ક્ષેમંકરની વિમલા નામની ભાર્યાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. સુન્દર રૂપ અને અવયવવાળે પ્રથમપુત્ર દેશભૂષણ નામને અને ગુણોથી નિત્ય ભૂષિત એવો બીજે કુલભૂષણ નામને પુત્ર થયે.
રાજાએ તેમને સાગરઘોષ નામના ઉપાધ્યાયની પાસે વિદ્યાઓ શીખવા માટે મૂક્યા. તે ભાઈઓ તેમની પાસે સર્વ વિદ્યાઓ વિનયપૂર્વક ગ્રહણ કરતા હતા. ગુરુના ઘરમાં રહેતા આ બે રાજકુમારને પોતાના સ્વજન-પરિવાર આદિ કોઈની ઓળખાણ ન હતી. શરીર માટે જરૂરી ઉપકરણો રાજા ત્યાં પહોંચાડતા હતા, તેની વ્યવસ્થા ગુરુને ત્યાં જ થતી હતી. લાંબા સમયે આ બંને ઉત્તમ કુમારને લઈને ઉપાધ્યાય ક્ષેમંકર રાજા પાસે ગયા, એટલે રાજાએ પણ આદર-સત્કાર કરી તેની પૂજા કરી. ભવનના વાતાયન પ્રદેશમાં રહેલી કન્યાને જોઈને બંને રાજપુત્રો હદયથી તેની અભિલાષા કરતા પલકારા વગરના નેત્રથી એકીટસે તેને નીહાળી રહેલા હતા. પુત્રો વિચારવા લાગ્યા કે, “અમારી પત્ની કરવા માટે પિતા આ કન્યાને લાવ્યા છે, તેમાં સદેહ નથી. તે સમયે બન્ટીજને ત્યાં ઉષણું કરી કે, “જેમના આ પુત્ર છે, તે વિમલા દેવી સહિત ક્ષેમકર રાજા જય પામે.” વળી ફરી બોલ્યો કે, “ચિરકાળથી વાતાયનમાં ઉભી રહેલી, કમલા-લક્ષ્મી સમાન કાન્તિવાળી ઉત્તમ કન્યા, જેના એ બંને ગુણોના આવાસરૂપ અને શૂરવીર સગા સહોદર છે, તે બહેનને પણ જય થાઓ.”
બન્દીજનેના આ શબ્દો સાંભળીને કુમારેએ જાણ્યું કે, “આ કન્યા તે અમારી સગી બહેન છે. તે જાણી બંને કુમારો સંવેગ-પરાયણ થયા. “આપણે આ અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org