________________
[૪૦] રામગિરિ-ઉપાખ્યાન
ઉત્તમ મુનિવરેનો ધર્મોપદેશ શ્રવણ કરીને રામે તેમને જયકાર બોલાવ્યા, ત્યાર પછી સમુદાયે પણ જયકારની ઉદ્દઘોષણા કરી અને નરેન્દ્રોએ પણ રામને પ્રણામ કર્યા વંશસ્થલપુરના સ્વામી સુરપ્રભ રાજાએ રામને વિનંતિ કરી કે, “મારા પર કૃપા કરીને મારી મનહર નગરીમાં પ્રવેશ કરે.” અતિશય પ્રાર્થના કરવા છતાં પણ રામે તે નગરીમાં પ્રવેશ ન કર્યો અને સર્વ નરેન્દ્રો સહિત ઈચ્છાનુસાર ત્યાં જ નિવાસ કરીને
કાયા. વિવિધ પ્રકારના વૃક્ષોથી આચ્છાદિત, જુદા જુદા પરિક્ષાના કલરવથી સંગીતમય, પુપની સુન્દર ગન્ધ અને પવનયુક્ત ઝરણાંથી વહેતા નિર્મલ જલયુક્ત એવા તે સ્થાનની ભૂમિને તત્કાલ દર્પણના તલ સરખી સપાટ સ્વચ્છ બનાવી. વળી પાંચ વર્ણના ચૂર્ણથી ત્યાં રંગાવલીનું આલેખન કરાવ્યું. સુગન્ધિત ગબ્ધ તેમજ ઘણા પ્રકારનાં પુષ્પથી સારી રીતે અર્ચિત એ ભૂમિપ્રદેશમાં એકદમ ઉંચી દવાઓ, ઘટે અને તેરણોની રચના થઈ.
રાજાની આજ્ઞાથી ત્યાં પુરુષ દ્વારા આભૂષણો, અલંકારે, શયન, આસન, વિવિધ પ્રકારનાં ભોજને ત્યાં મંગાવ્યાં. સ્નાન–ભજનવિધ કર્યા પછી સીતા સહિત રામ અને ઘણા લોકેના પરિવાર સાથે હંમેશાં ત્યાં રહેવા લાગ્યા. તે જ વંશપર્વત ઉપર રામની આજ્ઞાથી રાજાએ ઘણુ જિનેશ્વર ભગવન્તનાં ભવનની સ્થાપના કરી.તે ભાવને કૈલાસ પર્વત સરખાં ઉંચાં હતાં. તેના ઉપર વિજાઓ અને પતાકાઓ ફરકતી હતી, તથા સુન્દર વીણા, બંસી અને મૃદંગ, ઢાલના મધુર સ્વર સાથે સંગીત ગવાઈ રહેલું હતું. તે શ્રેષ્ઠ ભવનની અંદર વિવિધ વર્ણની ઉજવલ ભાવાળી જિનેન્દ્ર ભગવાનની સર્વાંગસુન્દર પ્રતિમાઓ શેભતી હતી.
હવે કઈક સમયે ત્યાં રામે લમણને કહ્યું કે, “હવે આ સ્થાન છોડીને આપણે અન્ય દેશમાં જઈએ. કર્ણરવા નામની એક મહાનદીનું નામ સંભળાય છે, તેની આગળ મનુષ્યને દુર્ગમ તથા વૃક્ષોથી ભરપૂર એવું દંડકારણ્ય રહેલું છે. ત્યાં સમુદ્રની નજીક નિવાસસ્થાન બનાવીને વસવાટ કરીએ. લક્ષમણે કહ્યું કે, “આપની આજ્ઞા પ્રમાણ છે. સુરપ્રભને પૂછીને લક્ષ્મણને આગળ કરીને સીતા સહિત રામે પર્વતથી પ્રયાણ કર્યું. રામે તે ઉંચા પર્વત ઉપર જિનેન્દ્રોનાં નિર્મલ કાતિવાળાં ઉત્તમ ભવને સ્થાપન કરાવ્યાં હતાં, તેથી તે લોકમાં “રામગિરિ” તરીકે પ્રસિદ્ધિ પામે. (૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org