________________
: ૨૩૨ :
પઉમચરિય–પદ્મચરિત્ર
ચિત વિચાર્યું, ધિકાર હે અમને, આ સર્વ મોહના વિલાસ છે. કામથી મોહિત થઈને સહેદરા બહેનની અભિલાષા કરી. આ પ્રમાણે વિચારીને બંનેને તીવ્ર વિરાગ્ય થયો. શોકમગ્ન બનેલા માતા-પિતાને છોડીને બંનેએ દીક્ષા અંગીકાર કરી. ક્ષેમકર રાજા પણ પુત્ર-વિયેગથી આરંભનો ત્યાગ કરીને સંયમ અને તપમાં લીન બની મરીને ગરુડાધિપતિ થયે. આસન કંપવાથી પુત્રના ઉપસર્ગોનું સ્મરણ કરીને તે મહાત્મા અહીં આવ્યા છે, તે અતિશય દર્શનીય છે.
સંઘયુક્ત જે અનુદ્ધર હતા, તે પણ સંઘ લઈને જ્યાં શુભાધાર રાજા હતો, તે કૌમુદી નામની નગરીમાં પહોંચ્યો. તેને બે પત્ની હતી. એક રતિ નામની અને બીજી તેના કરતાં ચડિયાતી મદનવેગ નામની હતી. તે બીજી પત્ની દત્ત નામના મુનિવર પાસેથી સમ્યકત્વ–પરાયણ બની હતી. હવે કોઈક વખતે વિસ્મય પામેલા રાજાએ મદનાની પાસે કહ્યું કે, “અહીં તાપસે ઘેર તપ કરી રહેલા છે.” ત્યારે સમ્યકત્વવાળી મદનગાએ રાજાને કહ્યું કે, “હે સ્વામી ! સમ્યક્ત્વ-જ્ઞાન-દર્શન-ચારિત્ર રહિત એવા મૂઢ અને દુષ્ટોના વળી તપ શા?” આ વચન સાંભળીને રોષાયમાન રાજાને એ પ્રમાણે કહ્યું કે, તો જેજે કે, “હમણાં જ તમારા માનેલા સાધુઓ ચારિત્રથી પતન પામશે.” એમ કહીને તે મદનગા રાત્રિ સમયે પોતાના ભવન તરફ ગઈ અને નાગદત્તા નામની બાલાને તાપસના આશ્રમમાં મેકલી. ત્યાં પહોંચીને તે બાલા ભેગવાળા તાપસ ગુરુએને ઉત્તમ કુંકુમના અંગરાગથી લિપ્ત પિતાનો દેહ દેખાડવા લાગી. તેના સ્તન અર્ધ ઉઘાડા રાખી બતાવતી હતી, નાભિના આવર્તે હાથીના ગંડસ્થલ જેવા હતા, નિતમ્બપ્રદેશ વિશાલ હતા, કેળના સ્તંભ સરખા સુંવાળા અને દેખાવડા બંને સાથળ હતા.
આવા પ્રકારના સુંદર અંગવાળી બાલાને દેખીને ચિત્તમાં ક્ષોભ પામેલે તાપસ પૂછવા લાગ્યું કે, “હે બાલિકા ! તું તેની પુત્રી છે અને કયા કારણે અહિં આવેલી છો ?” તે બાલિકા કહેવા લાગી કે-“હે શરણે આવેલા પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર! મારી હકીકત સાંભળે ! હું સર્વથા નિર્દોષ હોવા છતાં મારી માતાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. આપનાં જેવાં ભગવાં વસ્ત્ર ધારણ કરીને હું પણ આપને વેષ ધારણ કરું. હે મહાયશ ! તે વસ્ત્ર ધારણ કરવાની મને અનુમતિ આપે. અને શરણે આવેલા તરફ વાત્સલ્યવાળા થાવ. બાલાએ આ પ્રમાણે કહ્યું, એટલે તાપસ કહેવા લાગ્યું કે,
હે પ્રિયે! શરણ દેનાર હું કોણ? માત્ર તું જ મને શરણ આપનાર છે.” એમ કહીને તે મનથી વિચારવા લાગ્યો કે, “આ બાલા સરલ છે એમ ધારીને મદનાગ્નિથી તપેલા દેહવાળો તાપસ ભુજાવડે આલિંગન કરવા તૈયાર થયે. “ના ના, આવાં કાર્ય કરવાં યોગ્ય ન ગણાય, હજુ હું કયા છું અને વિવાહ વિધિરહિત છું. હજુ મારે કેઈ અધિકાર નથી, માટે માતાની પાસે જઈને મારી માગણી કરો.” આ પ્રમાણે કહેવાએલે તે મદનાતુર તાપસ તે બાલાની સાથે તેના ભવને ગયે અને તેની માતાના પગમાં પડીને વિનતિ કરી કે, “હે વિલાસિની! મને કન્યા આપો. તે વખતે આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org