________________
૨૨૮ ૨
પઉમચરિય-પદ્મચરિત્ર
વાળા ધ્યાન કરતા નિર્મોહી બે મુનિવરોને તેઓએ જોયા. સીતા સહિત બંને બંધુઓ સર્વ ભાવથી ત્યાં ગયા અને મસ્તક ઉપર અંજલિ કરવા પૂર્વક તેઓની નજીક બેઠા. તે સમયે ચારે તરફ ભ્રમર સરખા શ્યામવર્ણવાળા, ત્રાસ પમાડનાર, ભયંકર શબ્દ કરતા એવા ઘણું હાથીઓને દેખ્યા. વળી વિવિધ પ્રકારના વર્ણવાળા વિંછીઓ, અને ભયંકર ઘનસ જાતના સર્ષથી વીંટાએલા મુનિઓને દશરથના પુત્રોએ જોયા. ધનુષને ટંકાર કરીને વિંછી અને નાગ-હાથીને ચારે બાજુથી દૂર કરીને લક્ષમણ અને રામ બંને ઘણાજ પ્રસન્નમનવાળા થયા. જળના નિઝરણામાંથી જળ લાવીને રામે મુનિના ચરણગુગલો પખાળ્યા અને લક્ષમણે અર્પણ કરેલાં વેલડીનાં પુષ્પથી અર્ચન કર્યું. શક્તિ અનુરૂપ સીતા સહિત હલધર અને નારાયણે અત્યંત તુષ્ટ થઈને મુનિવંદન કર્યું. મનેહર સ્વરવાળી વીણ રામે ગ્રહણ કરી અને વિધિપૂર્વક સાધુના ગુણયુક્ત અનેક ભેદવાળું સુન્દર સંગીત આલાપ-સહિત ગાયું. ત્યાર પછી સીતાએ ભાવના પૂર્વક મુનિસમક્ષ નૃત્ય કરવાનું આરંભ્ય. હાવભાવ અને અભિનય સહિત ચપલ જઘાઓને ચલાયમાન કરતી અને દેખાડતી સીતા નૃત્ય કરવા લાગી. તે સમયે આકાશને મલિન કરતે જાણે ઉપસર્ગથી ભય પામ્યા હોય, તેમ સૂર્ય કિરણરૂપી સૈન્ય સાથે અદશ્ય થ.
તે સમયે દાઢોને કચડીને ઉત્પન્ન કરેલ અગ્નિવાલા એક્તા, લાખો ભૂતેથી આકાશ અણધાર્યું છવાઈ ગયું. તેઓ મસ્તક, કલેવર, જાંઘ વગેરે શરીરનાં અનેક અંગે નીચે ફેંકવા લાગ્યા અને તડ તડ શબ્દ કરતા મેઘના ટીપાં વરસવા માફક રુધિરને વરસાદ વરસાવવા લાગ્યા. કેટલાક ભૂતોના હાથમાં ત્રિશૂલ હતાં, બીજા કેટલાકના હાથમાં તરવાર, કનક અને તોમર હતાં, મુક્ત અટ્ટહાસ્ય કરતા હોવાથી ભયંકર દેખાતા તેમણે સર્વ દિશાઓને ક્ષેભ પમાડી. હાથી, વાઘ, સિંહ, શિયાળના મુખમાંથી નીકળતી ભયંકર જવાલાયુક્ત આકૃતિવાળા તે ભૂત પાપરહિત શ્રમણોને ક્ષોભ પમાડવા લાગ્યા. અનેક વેતાલ અને ભૂતાના સમૂહને જોઈને ભય પામેલી સીતા નૃત્યવિધિ બંધ કરીને રામની પાસે ચાલી ગઈ. રામે સીતાને કહ્યું કે, “હે ભદ્ર! મુનિના ચરણ પાસે હાલ બેસ, હું લક્ષમણ સાથે ઉપસર્ગને નાશ કરું છું.” બંનેએ ધનુષ ગ્રહણ કરીને અત્યંત જેરથી તેને અફાળ્યું. તેના શબ્દથી જાણે આખો પર્વત ધ્રુજી ગયે ન હોય તેમ જણાવા લાગ્યું. ત્યારે અનલપ્રભ નામના તે જતિષ્ક દેવે અવધિજ્ઞાનથી જાણ્યું કે, “આ હલધર-રામ અને લક્ષમણ નારાયણ છે.” મુનિવરેના ઉપર માયાથી વિમુ
લા ઉપસર્ગને દૂર કરીને તે પિતાના વિમાનમાં ગયે. તે સમયે આકાશ પણ તદ્દન નિર્મલ બની ગયું. રામ અને લક્ષમણ બંને મુનિની સેવામાં રહી પ્રતિહારે બન્યા, કર્મક્ષય થવાથી મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી ચારે નિકાયના દેના અને મનુષ્યોના સમૂહે આવ્યા, શ્રમણ–સિંહોની સ્તુતિ કરીને યથાસ્થાને બેઠા. સર્વ ભાવથી કેવલીની પૂજા અને નમસ્કાર કરીને સીતા પાસે રામ અને લક્ષમણ બેઠા. ત્યાર પછી સુરસમૂહ વચ્ચે રામે મહામુનિને પ્રશ્ન કર્યો કે, “આજ રાત્રે આપને કયા નિભંગીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org